INDvSA: ઋષભ પંત કે ઋદ્ધિમાન સાહા વિરાટે આજે જાહેર કરી દીધું છે…

    ૦૧-ઓક્ટોબર-૨૦૧૯

 
 
૨ ઓક્ટોબરથી શરૂ થતી ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ સીરિસ પહેલા આજે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પત્રકાર પરિષદમાં અનેક ચોકાવનારી અને સ્પષ્ટ માહિતી પત્રકારોને આપી હતી. વિરાટે કહ્યું કે ટેસ્ટ મેચમાં વિકેટ કીપર ઋષભ પંતની જગ્યાએ ઋદ્ધિમાન સાહા રમશે. વિરાટે જણાવું કે બંગાળના ક્રિકેટરોમાં સાહા દુનિયાનો સર્વશ્રેષ્ઠ વિકેટકીપર બન્યો છે. સાહા ઇજાના કારણે ખૂબ લાંબા સમય સુધી ટીમથી બહાર હતો અને ઓગષ્ટમાં વેસ્ટઈન્ડીસના ટૂરથી તેણે ટીમમાં વાપસી કરી હતી.
 
જો કે સાહાને વેસ્ટઈન્ડીસ સામેની ટેસ્ટ મેચમાં રમવાનો મોકો મળ્યો ન હતો પણ આવતી કાલની મેચમાં સાહા વિકેટકીપર તરીકે રમવાનો છે. વિરાટે જણાવ્યું કે સાહા ફિટ છે અને રમવા માટે તૈયાર છે. તે અમારા માટે સીરીજની શરૂઆત કરશે. તે કેવી કીપિંગ કરે છે તે સૌ જાણે જ છે. બેટ બડે પણ સાહાએ સારૂ પ્રદર્શન કર્યું છે. મારા મતે તે દુનિયાનો સર્વશ્રેષ્ઠ વિકેટકીપર છે.
 
જણાવી દઈએ કે સાહાએ ૩૨ ટેસ્ટ મેચમામ ૩૦.૬૩ની સરેરાશથી ૧૧૬૪ રન બનાવ્યા છે.