NRC પર અમિત શાહે કહ્યું – હિન્દુ શરણાર્થિઓને બંગાળ છોડવાની જરૂર નથી

    ૦૧-ઓક્ટોબર-૨૦૧૯

 
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળના કોલકતામાં યોજાએલા એક એનઆરસી જાગૃતતા કાર્યક્રમમાં જણાવ્યું હતું કે ધારા ૩૭૦ હટાવવાની માંગ સૌથી પહેલા પશ્ચિમ બંગાળથી થઈ હતી. શ્યામા પ્રસાદ મુખર્જીએ અહીં જ એક દેશ, એક સંવિધાનનો નારો આપ્યો હતો. અહીં અમિત શાહે જણાવ્યું હતું કે કાશ્મીર અમારું છે…
 
એનઆરસી, ઘુષણખોરી અને શરણાર્થીના સંદર્ભમાં તેમણે જણાવ્યું હતું કે હું તમારી સામે સ્પષ્ટ રીતે કહી દવ કે અમે એનઆરસી લાવી રહ્યા છીએ. અમે હિન્દુસ્થાનમાં એક પણ ઘુષણખોર રહેવા નહી દઈએ. શોધી શોધીને બહાર મોકલીશુ. ભાજપ સરકાર એનઆરસી પહેલા સિટિજન અમેન્ડમેન્ટ બિલ લાવવાની છે. આ બિલ અંતર્ગત ભારતમાં જેટલા હિન્દુ, સિખ, બૌધ્ધ, જૈન, ઈસાઈ શરણાર્થિ છે તેમને દેશની નાગરિકતા આપવામાં આવશે…
 
તેમણે જણાવ્યું કે શ્યામા પ્રસાદના બલિદાન બાદ કોંગ્રેસને લાગ્યું કે હવે બધુ સમાપ્ત થઈ ગયું છે પરંતુ તેમને ખબર ન હતી કે અમે ભાજપવાળા છીએ કોઇ વસ્તુને પકડીએ તો પછી તેને છોડતા નથી. આપે આ વખતે ભાજપની સરકાર બનાવી અને અમે એક ઝાટકે ૩૭૦ની કલમ ઉખાડી ફેંકી.
 
અમિત શાહે જણાવ્યું કે બંગાળમાં પણ ભાજપની સરકાર બનશે. બંગાળની જનતાના યોગદાનના કારણે જ ભાજપ ૩૦૦ કરતા વધારે બેઠકો જીતી શક્યું છે. તેમણે જણાવ્યું કે પશ્ચિમ બંગાળમાં શહીદ થયેલા ભાજપના કાર્યકર્તાઓનું બલિદાન વ્યર્થ નહી જાય. રાજ્યમાં ભાજપની બહુમતીવાળી સરકાર બનવાવા જઈ રહી છે. હમારા કાર્યકર્તાઓ પર હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. આ લોકસભાની ચૂંટણીમાં ભાજપને અહીંથી ૧૮ બેઠકો મળી છે. આવનારા સમયમાં અહીં પણ ભાજપની બહુમતીવાળી સરકાર બનવાની જ છે.