સાઉદી અરબે પ્રવાસીઓ માટે ૧૯ ચોંકાવનારા નવા નિયમો બનાવ્યા છે જો ત્યાં જઈને નહી પાળો આ નિયમ તો ગયા સમજો

    ૦૧-ઓક્ટોબર-૨૦૧૯

 
 
સાઉદી અરબ જવું કોને ન ગમે? દુનિયાનું હાલ સૌથી પસંદગીની પ્રવાસની યાદીમાં તેનું નામ મૂકી શકાય. અહીં જવાનો સમય ઓક્ટોબર અને માર્ચમાં હોય છે. લોકો આ સમયમાં અહીં વધુ જતા હોય છે. પ્રવાસીઓ અહીં મોટા પ્રમાણમાં આવે છે. આમ પણ પહેલાથી જ સાઉદી અરબ તેના કડક નિયમો માટે જાણીતું છે અને આમા તેણે નવા ૧૯ નિયમો હમણા જ બનાવીને ઉમેર્યા છે. ઉલ્લેખનીય છે કે આ ૧૯ નિયમો માત્ર પ્રવાસીઓ માટે જ નહી પણ સ્થાનિક લોકોને પણ લાગૂ પડશે. આ ૧૯ નિયમોમાંથી તમે કે સ્થાનિક લોકો એક પણ નિયમ તોડશે તો ભારે દંડ ભરવો પડશે…
 

 
 
ગયા શનિવારે જ સાઉદી અરબે આ ૧૯ નિયમો જાહેર કર્યા છે. જે સાર્વજનિક વ્યવહાર સંદર્ભના છે. આનું પાલન દરેક પ્રવાસીએ કરવું જ પડશે. ઉલ્લેખનીય છે કે અહીંના પ્રવાસન વિભાગે આ વખતે દુનિયાના ૪૯ દેશોના લોકોને જ સાઉદી અરબમાં આવવાની પરવાનગી આપી છે.
 
હવે આ ૧૯ નિયમો કયા છે? તો આ નિયમો મુજબ હવે પ્રવાસીઓ સાર્વજનિક જગ્યાઓ પર ચૂંબન નહી કરી શકે, અભદ્ર ભાષનો ઉપયોગ નહી કરી શકાય, લાઇન તોડી નહી શકાય, કોઇને પૂછ્યા વગર ફોટો નહી પાડી શકાય, મોટા અવાજે મ્યુઝિક નહી વગાડી શકાય….જો આવું કઈ કરશો તો સાઉદી સરકાર ૫૦ રિયાલ એટલે લગભગ ૯૩૯ રૂપિયાથી લઈને ૬૦૦૦ રિયાલ એટલે કે ૧,૧૨,૭૭૦ રૂપિયા સુધીનો દંડ તમને ફટકારી શકે છે.
 

 
 
ઉલ્લેખનીય વાત એ છે કે આ નિયમો માત્ર પ્રવાસીઓ માટે જ નહી પણ અહીંના લોકો પર પણ લાગૂ પડશે. અહીંની Mutawaa નામની ધાર્મિક પોલિસ આ બધા પર નજર રાખશે. આ પોલિસ અહી બીજું પણ કામ કરે છે. લોકો પાંચ ટાઈમ નમાઝ પઢે, મહિલાઓ હિજાબ પહેરે, દારૂ ન પીવે, કોઇ મહિલા તથા પૂરૂષ સાર્વજનિક જગ્યાએ વાત ન કરે….આ બધા પર આ પોલિસની નજર હોય છે. હવે આ ૧૯ નિયમ તોડનારાઓ પર પણ આ પોલિસની નજર હશે. આમની પાસે નિયમો તોડનાર પર કાર્યવાહીથી લઈને તેની ધરપકડ કરવા સુધીના અધિકાર હોય છે.
 
દર વર્ષે અહી કરોડો પ્રવાસીઓ આવે છે. તેઓને આ નવા નિયમઓની જાણ થાય એ માટે આ યાદી જાહેર કરવામાં આવી છે. તો સાઉદી અરબ જાવ તો આ નિયમોની યાદી એકવાર વાંચી લેજો…