ઇમરાન ખાનનું જેહાદી એલાન છતા બન્યો “મુસ્લિમ મેન ઓફ ધી ઈયર”

    ૧૧-ઓક્ટોબર-૨૦૧૯

 
ઇમરાન ખાન મેન ઓફ ધી મેચ બન્યો હશે પણ હવે “મુસ્લિમ મેન ઓફ ધી ઈયર” બન્યો છે
 
જમ્મુ-કાશ્મીરને લઈને ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ હજી એમને અમે જ છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન જમ્મુ-કાશ્મીરનો મુદ્દો દુનિયામાં ઊઠાવી ભારતને બદનામ કરવાની કોશિશ કરી રહ્યો છે. પણ આ સંદર્ભે દુનિયાએ પોતાનો મત સ્પષ્ટ રીતે મૂકી દીધો છે કે આ ભારતનો આતંરિક વિષય છે અમે તેમા દખલ નહી દઈએ. આ બધાની વચ્ચે દુનિયાભરમાં મુસ્લીમ દેશોની એકતાની વાત કરનારા ઇમરાન ખાનને આ સંદર્ભેનો એક મોટો એવોર્ડ મળ્યો છે. જોર્ડનની એક સંસ્થાએ ઇમરાન ખાનને “મુસ્લિમ મેન ઓફ ધ ઈયર” નો એવોર્ડ આપ્યો છે. આ એવોર્ડ ઇમરાનને ત્યારે મળ્યો છે જ્યારે તેણે સંયુક્ત રાષ્ટ્રમામ જેહાદની વાત કરી હતી.
 
જોર્ડનની સંસ્થા રોયલ ઇસ્મામિક સ્ટ્રેટેજિક સ્ટડીજ સેન્ટરે આ એવોર્ડ ઇમરાનને આપ્યો છે. ક્રિકેટ અને રાજનીતિમાં ઇમરાન ખાનના મહત્વના યોગદાન બદલ આ એવોર્ડ તેને આપવામાં આવ્યો છે તેવું આ એવોર્ડ આપનાર સંસ્થાનું કહેવું છે. આ સંસ્થાએ ઇમરાન ખાનની સાથે અમેરિકન નેતા રાશિદ તૈલબને પણ વુમન ઓફ ધી ઈયર નો એવોર્ડ આપ્યો છે.
 
સંસ્થા તરફથી પ્રકાશિત કરવામાં આવેલી પ્રેસ નોટ પ્રમાણે પાકિસ્તાની વડાપ્રધાને પહેલા ક્રિકેટના વર્લ્ડ કપમાં અને પછી રાજનીતીમાં વડાપ્રધાન બનીને આ બન્ને ક્ષેત્રે યોગદાન આપ્યું છે. આવામાં મુસ્લિમ સમાજ માટે તેમનું જીવન પ્રેરણાદાયી રહ્યું છે.
 
ઉલ્લેખની વાત એ છે કે આ સંસ્થાએ કાશ્મીરને લઈને ઇમરાન ખાનના વખાણ કર્યા છે. તેનો દાવો છે કે કાશ્મીરને લઈને ઇમરાન ખાને ભારત સાથે વાત કરવાની કોશિશ કરી છે પરંતુ આ સંદર્ભે કોઈ પરિણામ સામે આવ્યું નથી.
 
વાત આ એવોર્ડ આપનારી સંસ્થાની કરીએ તો, રોયલ સ્ટ્રેટજિક સ્ટડીજ સેન્ટર દર વર્ષે દુનિયાના પ્રભાવશાળી મુસ્લિમોની યાદી તૈયાર કરે છે. સંસ્થા તરફથી એક સામયિક બહાર પાડવામામ આવે છે. જેમા દુનિયાના મોસ્ટ ૫૦૦ પ્રભાવી મુસ્લિમની યાદી છાપવામાં આવે છે. જેમા મહિલા અને પુરૂષ એમ બન્નેનો સમાવસ થાય છે. ગયા વર્ષે આ સંસ્થાએ તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તઈપ ઍર્દોગનને આ એવોર્ડ આપ્યો હતો.