શાંતનુ : એક ભૂલને લીધે પૃથ્વી પર જન્મ લેનાર કુરુવંશના પ્રતાપી રાજા અને જેમના કારણે મહાભારત રચાયું

    ૧૮-ઓક્ટોબર-૨૦૧૯
કુલ દૃશ્યો |



 
 

શાંતનુ એવું પાત્ર છે જેના વિશે એવું કહી શકાય કે તેના કારણે મહાભારત રચાયું. શાંતનુ રાજા કુરુવંશી અથવા ચંદ્રવશી હતા.

 

શુકદેવ પરીક્ષિતને ચંદ્રવંશનું વર્ણન કરતાં કહે છે, બ્રહ્માના માનસપુત્ર ગણાતા સપ્તઋષિઓમાંના એક હતા અત્રિ ઋષિ. તેમના વંશમાં સોમ, બુધ, અને પુરુરવા થયા. પુરુરવા બુધ અને ઇલાના પુત્ર હતા. અને બુધ ચંદ્રના પુત્ર ગણાય છે. પુરુરવા ચંદ્રવંશના પ્રથમ રાજા માનવામાં આવે છે. પુરુરવા એટલા ગુણોથી સભર હતા કે નારદના મોઢેથી તેમનાં વખાણ સાંભળી ઉર્વશી નામની અપ્સરા તેમના પર મોહિત થઈ અને ભૂલોક પર આવવા લલચાઈ ગઈ. પુરુરવા ઉર્વશીને પરણ્યા. પુરુરવા ગંધર્વોના કહેવાથી યજ્ઞ કરીને ક્ષત્રિય હોવા છતાં બ્રાહ્મણ બની શક્યા હતા તેમ મહાભારત કહે છે.

 

પુરુરવા અને ઉર્વશીને પુત્રો હતા - આયુ, શ્રુતાયુ, સત્યાયુ, રય, વિજય અને જય. ક્યાંક તેમને નવ પુત્રો - આયુ, અમાવસુ, શ્રુતાયુ, દૃઢાયુ, વિશ્ર્વાયુ, શતાયુ વગેરે એવી રીતે ઉલ્લેખ છે પરંતુ તેમાં પણ નામો ગણતાં તો થાય છે. આયુનો પુત્ર નહુષ થયો. તેનો પુત્ર યયાતિ થયો જેણે પોતાના પુત્રો પાસે યૌવન માગ્યું હતું તેવી કથા જાણીતી છે.

 

યયાતિના પુત્રોમાં યદુ અને પુરુનો સમાવેશ પણ થાય છે. યદુ કુળ એટલે શ્રીકૃષ્ણ અને કુંતીનું કુળ. શ્રીકૃષ્ણનાં ફોઈ કુંતીનાં લગ્ન કુરુવંશી પાંડુ સાથે થયા હતા જે શાંતનુના પૌત્ર થાય.

 

અજમીઢના વંશમાં આગળ જતાં કુરુનો જન્મ થયો. કુરુના વંશમાં પ્રતીપ રાજા થયા અને તેમના પુત્ર શાંતનુ રાજા થયા. શાંતનુના મોટા ભાઈ દેવાપિએ સંન્યાસ લઈ લીધો હતો. તો વચલા ભાઈ બેહલકા મોસાળમાં રાજા બન્યા હતા. આથી શાંતનુ નાના હોવા છતાં હસ્તિનાપુરના રાજા બન્યા હતા. આમ, દેવાપિ અને બેહલકાના જો અને તો ને વિચારીએ તો દેવાપિ સંન્યાસી બન્યા હોત કે બેહલકા મોસાળમાં રાજા બન્યા હોત તો મહાભારતનું યુદ્ધ થાત નહીં.

 

પ્રતીપ આગળ ગંગા નદી સ્ત્રીનું રૂપ ધારણ કરીને તેમને પરણવા આવી હતી. તે તેમની જમણી જાંઘ પર બેઠી. પ્રતીપ તો હરિદ્વારમાં તપ કરતા હતા. તેમણે ગંગાને પૂછ્યું તો ગંગાએ તેમને પરણવા ઇચ્છા બતાવી, પરંતુ તે સમયની મર્યાદા અને નિયમ જુઓ. પત્ની વામાંગી કહેવાય છે. નિયમ મુજબ, જમણી જાંઘ પર દીકરી કે પુત્રવધૂ બેસી શકે. પ્રતીપ રાજાએ કહ્યું કે તું તો મારી દીકરી કે પુત્રવધૂ સમાન છો. તારે પરણવું હોય તો મારા દીકરા શાંતનુને પરણી શકે છે.

 

હવે શાંતનુ પૂર્વજન્મમાં મહાભિષ નામના રાજા હતા જે ઈક્ષ્વાકુ વંશમાં થયા હતા. તેમણે સહસ્ર (એક હજાર) અશ્ર્વમેધ અને સો રાજસૂય યજ્ઞ કર્યા હતા ! આનાથી દેવરાજ ઇન્દ્ર પ્રસન્ન થયા. તેમના પુણ્યોના કારણે તેમને સ્વર્ગલોક પ્રાપ્ત થયું.

 

એક વાર દેવતાઓની સાથે તેઓ બ્રહ્માજી પાસે બેઠા હતા. ત્યાં નદીઓમાં શ્રેષ્ઠ ગંગાનું આગમન થયું. તે સમયે પવનના કારણે ગંગાનું વસ્ત્ર ઊડીને ઉપર ઊઠી ગયું. જોઈ બીજા બધા દેવતાઓએ પોતાની નજર ઝુકાવી લીધી પરંતુ મહાભિષની નજર હટી. આથી બ્રહ્માજીએ તેમને ફરી મનુષ્યલોકમાં જન્મ લેવાનો શાપ આપ્યો અને કહ્યું કે જે ગંગાએ તારા ચિત્તને ચોર્યું છે તે ગંગા વિપરીત આચરણ કરશે અને તેના કારણે તને ક્રોધ આવશે. તે તને છોડીને ચાલી જશે. ત્યારે તું શાપમાંથી મુક્ત થઈશ.

 

શાપનું ક્રિયાન્વયન થયું અને શાંતનુ જન્મ્યા, પિતાને ગંગા મળી, તેમણે પુત્રવધૂ બનવા કહ્યું. એક વાર શાંતનુ ગંગા નદીના તટે ગયા ત્યારે તેમને ગંગા સ્ત્રીના રૂપમાં જોવા મળી. તેઓ મુગ્ધ થઈ ગયા. તેમણે ગંગાને વિવાહ માટે પ્રસ્તાવ મૂક્યો, પરંતુ ગંગાએ શરત મૂકી કે તેને કોઈ પ્રશ્ર્ન કરવો. તે જે કંઈ કરે તે તેને કરવા દેવું. જો પ્રશ્ર્ન પૂછશે અને રોકશે તો તે તેમને છોડીને ચાલી જશે.

 

શરત માનીને શાંતનુએ ગંગા સાથે લગ્ન કર્યાં. તેમને એક પછી એક સંતાન થવાં લાગ્યાં. પરંતુ જેવું સંતાન થાય એટલે ગંગા તેને લઈને ચાલી નીકળે અને નદીમાં વહાવી દે. જોઈ શાંતનુ દુ:ખી થતા, પરંતુ પત્નીના મોહમાં કંઈ કહી શકતા નહીં. રીતે સાત બાળકોને ગંગાએ નદીમાં વહાવી દીધા. આઠમા બાળક વખતે શાંતનુથી રહેવાયું નહીં. તેઓ પૂછી બેઠા અને ગંગાને રોકવા લાગ્યા. ગંગાએ કહ્યું, તમે મને રોકી એટલે હવે હું તમને છોડીને જઈશ. પણ વચન આપું છું કે પુત્રને મોટો કરી તમને સોંપી દઈશ. મહાભારત પ્રમાણે, આઠેય સંતાન શાપિત વસુ હતા.

 

આઠમું સંતાન એટલે દેવવ્રત. તેના વિશે અલગ લેખ છે, તેથી તેમની લંબાઈપૂર્વક વાત નથી કરતા, પરંતુ દેવવ્રત ભીષ્મ કેમ બન્યા તેમાં પણ શાંતનુની અનુચિત વાસના જવાબદાર છે તેથી ટૂંકમાં વાત કરી લઈએ.

 

હકીકતે તો દેવવ્રત બધી રીતે રાજ્ય સંભાળવા યોગ્ય હતા. તેઓ યુવરાજ ઘોષિત પણ થઈ ચૂક્યા હતા, પરંતુ પત્નીવિરહમાં અસંયમિત બનેલા શાંતનુની મુલાકાત એક વાર સત્યવતી સાથે થઈ. તેના મોહમાં પડી તેને પરણવા તત્પર બન્યા. સત્યવતી એક માછીમારની પુત્રી હતાં. તેમના શરીરમાંથી માછલી જેવી વાસ આવતી હોવાથી (માછીમારનું ઘરમાં કામ થતું હોય, માછલી સાથે રહેતાં તેવી વાસ આવવી સ્વાભાવિક છે) તેને મત્સ્યગંધા પણ કહે છે. રાજા શાંતનુ તેને પરણવા તૈયાર થયા, પરંતુ સત્યવતીના પિતાએ શરત મૂકી કે સત્યવતી અને શાંતનુનો પુત્ર હસ્તિનાપુર નરેશ બને.

 

અહીં શાંતનુની સત્યનિષ્ઠા દેખાય છે. તેમણે સ્ત્રીમોહમાં વાત સ્વીકારી પરંતુ સાથે તેઓ તેના પર વિજય પણ મેળવી શક્યા. તેઓ દુ:ખી રહેવા લાગ્યા. દેવવ્રતથી જોવાયું નહીં. તેમણે કારણ જાણ્યું અને સત્યવતીના પિતા આગળ પ્રતિજ્ઞા કરી કે શાંતનુ-સત્યવતીનો પુત્ર હસ્તિનાપુર નરેશ થશે, એટલું નહીં, પરંતુ તેઓ પોતે આજીવન કુંવારા રહેશે જેથી તેમનો પુત્ર થાય અને ભવિષ્યમાં હસ્તિનાપુર પર દાવાનો પ્રશ્ર્ન આવે. આવી ભીષણ પ્રતિજ્ઞાના કારણે તેઓ ભીષ્મ કહેવાયા.

 

જો રાજા શાંતનુએ સ્ત્રીમોહ રાખ્યો હોત અને દુ:ખી થયા હોત તો પોતાના સાચા ઉત્તરાધિકારી એવા દેવવ્રત રાજ્યથી વંચિત રહ્યા હોત. શાંતનુની વાત સમગ્ર પુરુષ અને સ્ત્રી બંનેને લાગુ પડે છે. તે રાજા છે એટલે નહીં, પરંતુ સામાન્ય વ્યક્તિ હોય તો પણ પરિવારના ભોગે પોતાની અંગત વાસના (તે માત્ર સ્ત્રીની હોય તે જરૂર નથી, તમારા અંગત શોખ-દારૂ સિગારેટ-જુગાર જેવાં વ્યસન પણ હોઈ શકે)ને મહત્ત્વ આપશો તો પરિવારમાં અનર્થ થવાનો .

જયવંત પંડ્યા