વિકર્ણ : ધર્મને પડખે રહેનાર કૌરવ

    ૧૮-ઓક્ટોબર-૨૦૧૯
કુલ દૃશ્યો |

 
 
વિકર્ણ એ મહાભારત યુદ્ધમાં સામેલ એકમાત્ર કૌરવ હતો જે આજીવન ધર્મની પડખે રહ્યો હતો. વિકર્ણ એ દુર્યોધન દુ:શાસન બાદ ત્રીજા નંબરનો કૌરવ હતો.
 
વિકર્ણની અસ્ત્ર-શસ્ત્રની શિક્ષા કૃપાચાર્ય, દ્રોણાચાર્ય અને ભીષ્મપિતામાહની દેખરેખમાં થઈ હતી.
 
ભગવદ્ગીતા મુજબ કૌરવસેનામાં કર્ણ અને અશ્ર્વત્થામા બાદ જો કોઈ ધર્નુધર હોય તો વિકર્ણ હતો. ચોપાટની રમત દરમિયાન પાંડવો દ્રૌપદીને હારી જાય છે અને દુર્યોધન પોતાનો બદલો લેવા માટે તેનું ભરીસભામાં વસ્ત્રહરણ કરવાનો આદેશ આપે છે. ત્યારે સભામાં માત્ર એક વિકર્ણ જ હોય છે જે ખુલ્લેઆમ દુર્યોધનના આદેશ વિરુદ્ધ અવાજ ઉઠાવે છે અને તેને અધર્મ સાથે સરખાવે છે. જ્યારે તેના લાખ સમજાવવા છતાં દુર્યોધન અને દુશાસન માનતા નથી ત્યારે તે સભા છોડી ચાલ્યો જાય છે.
 
મહાભારતના યુદ્ધના ચૌદમા દિવસે દુર્યોધન વિકર્ણને ભીમનો વધ કરવાની આજ્ઞા આપે છે. જ્યારે તે ભીમને પડકારે છે ત્યારે ભીમ તેણે ભૂતકાળમાં દ્રૌપદીના સન્માનમાં અવાજ ઉઠાવ્યો હતો એમ કહી તેને મારવાની અનિચ્છા વ્યક્ત કરે છે ત્યારે વિકર્ણ કહે છે કે તે સમયે મારા ભાઈની પત્નીનું સન્માન બચાવવો મારો ધર્મ હતો અને આજે યુદ્ધમાં મારા ભાઈનો સાથ આપી તેની આજ્ઞાનું પાલન કરવું મારો ધર્મ છે. ત્યારે તારે પણ ધર્મનો સાથ આપી મારી સાથે યુદ્ધ કરવું જોઈએ. ભીમ અને વિકર્ણ વચ્ચે ભીષણ યુદ્ધ થાય છે, જેમાં વિકર્ણ હણાય છે.