મહર્ષિ વેદવ્યાસ : મત્સ્ય કન્યા સત્યવતી અને ઋષિ પરાશરના પુત્ર અને મહાભારતના રચયિતા

    ૧૮-ઓક્ટોબર-૨૦૧૯   
કુલ દૃશ્યો |


 

પરાશર મુનિ - મહાભારત યુગના વિખ્યાત ગુરુઓમાંથી એક ગુરુ હતા. પરાશર ઋષિ પાસે જ્ઞાનનો ભંડાર હતો. સત્યવતી એક માછીમારની પુત્રી હતી. જે લોકોને નાવથી નદી પાર કરાવવામાં મદદ કરતી હતી. ત્યારે સંત પરાશરની નજર તેની ઉપર પડી અને તેની સુંદરતામાં ખોવાઈને પરાશર ઋષિ તેની સાથે પ્રેમસંબંધ માટે આગ્રહ કરી બેઠા. સત્યવતીએ પરાશર ઋષિના પ્રસ્તાવનો સ્વીકાર કર્યો, પરંતુ ત્રણ શરત રાખી, એક બંને જ્યારે પ્રેમસંબંધોમાં વ્યસ્ત થાય ત્યારે તેમને કોઈ જુએ, તો પરાશર ઋષિએ તેમની આસપાસ એક ધુમ્મસ બનાવી દીધું. બીજી મારું કૌમાર્ય તૂટે, જેના માટે પરાશરે તેને એવું વરદાન આપ્યું કે પુત્રને જન્મ આપ્યા પછી સત્યવતીનું કૌમાર્ય પાછુ આવી જશે અને ત્રણ પોતાના શરીરમાંથી માછલી જેવી આવતી દુર્ગંધથી તેને મુક્તિ મળે. ત્યારે પરાશર ઋષિએ એવું વરદાન આપ્યું કે તારા શરીરમાંથી આખી જિંદગી એક દિવ્ય સુગંધ આવતી રહેશે. સત્યવતી અનરાશર ઋષિના પ્રેમ સંબંધોથી એક સંતાન થયું જે વેદવ્યાસના નામે પ્રસિદ્ધ થયા.

 
સત્યવતીના શરીરની આજ દિવ્ય સુગંધે રાજા શાંતનુને તેની તરફ આકર્ષિત કર્યા અને તેઓએ સત્યવતીને પોતાની રાણી બનાવી. સત્યવતી અને શાન્તનુને ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય નામના સંતાનો થયા. ચિત્રાંગદ યુવા થતાં ભીષ્મ દ્વારા તેમને હસ્તિનાપુરની ગાદીએ બેસાડવામાં આવ્યો, પરંતુ ગાંધર્વો સાથેના એક યુદ્ધમાં તે મૃત્યુ પામ્યો અને રાજગાદી પર વિચિત્રવીર્ય બેઠો તેના લગ્ન અમ્બિકા અને અમ્બાલિકા સાથે થયાં હતા. પરંતુ વિચિત્રવીર્ય ક્ષય રોગના કારણે થોડાક સમયમાં મૃત્યુ પામ્યો. ત્યારે માતા સત્યવતીએ કુળને બચાવવા માટે ભીષ્મને અમ્બિકા અને અમ્બાલિકા થકી પુત્ર ઉત્પન્ન કરવાનું કહ્યું, પરંતુ ભીષ્મએ પોતાની પ્રતિજ્ઞાને લીધે માતા સત્યવતીની વાતનો અસ્વીકાર કરતા. સત્યવતીએ તેના અને પરાશર મુનિ દ્વારા જન્મેલા પુત્ર વેદવ્યાસને બોલાવ્યા અને પોતાનો વંશ બચાવવા બન્ને રાણીઓ સાથે સંતાન ઉત્પન્ન કરવાની આજ્ઞા આપી. ાત સત્યવતીની આજ્ઞાથી વેદવ્યાસ મોટી રાણી અમ્બિકા પાસે ગયા, પરંતુ અમ્બિકા તેમના દેખાવથી એટલી ગભરાઈ ગઈ કે તેણે પોતાની આંખો બંધ કરી દીધી.
 
વેદવ્યાસજીએ સત્યવતી પાસે આવીને કહ્યું કે અમ્બિકાને ઘણો તેજસ્વી પુત્ર થશે, પરંતુ તેણે આખો બંધ કરી દીધી હોવાથી તે પુત્ર અંધ હશે. વાતથી દુ:ખી સત્યવતીએ વેદવ્યાસજીને નાની રાણી અમ્બાલિકા પાસે મોકલ્યાં, પરંત અમ્બાલિકાને વેદવ્યાસનો એટલો ભય લાગ્યો કે તે પીળી (ફિક્કી) પડી ગઈ. વેદવ્યાસે જ્યારે કીધું કે માતા, તમારી બીજી રાણીના ગર્ભમાંથી પાંડુરોગી પુત્ર જન્મશે. ત્યારે દુ:ખી થયેલ સત્યવતીએ મોટી રાણી અંબિકાને વેદવ્યાસ પાસે જવાનો આદેશ આપ્યો, પરંતુ ડરી ગયેલી અમ્બાલિકાએ વેદવ્યાસ પાસે તેની દાસીને મોકલી અને દાસીએ આનંદપૂર્વક વેદવ્યાસ સાથે સમય વીતાવ્યો. વેદવ્યાસે સત્યવતી પાસે આવીને કહ્યું કે, દાસીના ગર્ભમાંથી વેદ વેદાન્તમાં પારંગત પુત્ર જન્મેશે. વેદવ્યાસ મહાભારતના રચયિતા છે. કહેવાય છે કે તેમના આગ્રહથી ભગવાન શ્રી ગણેશે મહાભારતને લિપિબદ્ધ કર્યું હતું.