શ્રીકૃષ્ણ : વાસુદેવ અને દેવકીનું સંતાન, યુદ્ધના મેદાનમાં ગીતા ઉપદેશ આપનાર અને જેમની યુદ્ધનીતિએ મહાભારત યુદ્ધની દિશા બદલી નાખી તેવા ભગવાન શ્રીકૃષ્ણ

    ૧૮-ઓક્ટોબર-૨૦૧૯
કુલ દૃશ્યો |


 

કૃષ્ણને પણ ગમે. કૃષ્ણના એકાદ પ્રસંગને આલેખવા બેસીએ તો પણ આકાશ જેટલું આલેખન થાય ત્યારે એના સમગ્ર જીવનને તો કેમ કરી આલેખી શકીએ ? કૃષ્ણની અપ્રતિમ લોકચાહનાના કારણમાં એમની માનવસહજતા છે. જગતમાં કૃષ્ણ જેવી વર્સેટાલિટી અને વન્ડરનેસ ક્યાંય જોવા નહીં મળે. આપણી બધી કલ્પનાઓ પૂરી થાય અને વિચારો અટકી જાય ત્યાંથી કૃષ્ણની વિચારધારા રૂ‚ થાય છે. કોઈ પણ બાબતના જડ આગ્રહી હતા છતાં પોતાની વિચારધારા કદી છોડી હતી. એમના જીવનનો સરવાળો માંડીએ એટલે નેહનું નભ અને વ્યંજનાનો વરસાદ વરસવા લાગે. એમનું જીવન જેલથી મહેલ અને મથુરાથી મહાસંગ્રામ સુધીનું છે.

 

વિષ્ણુના ૨૩ અવતારોમાં સર્વશ્રેષ્ઠ અવતાર કૃષ્ણનો છે. વૈવસ્ય મન્વન્તરના ૨૮મા દ્વાપરમાં મથુરાની જેલમાં દેવકીના ગર્ભમાં અવતર્યા હતા. કૃષ્ણજન્મ એટલે અંધકારે હેઠાં મૂકેલાં હથિયાર અને અજવાળાએ ઊંચકેલું માથું. રાત્રે જન્મ થયો એટલે જગતના અંધકારને સતત ઉલેચતા રહ્યા છે. અસદ્ પર સદ્નો વિજય એટલે જન્માષ્ટમી. શ્રાવણ કૃષ્ણપક્ષ આઠમની તિથિ રળિયાત થઈ હશે. આમ તો કૃષ્ણના જીવનના અનેક અદ્ભુત પ્રસંગો છે, એના પેટા પ્રસંગો પણ અઢળક...મનોજ ખંડેરિયા કહે છે તેમ આઠમા સંતાનનો જન્મ થતા વાસુદેવ કૃષ્ણને લઈ મિત્ર નંદને ઘરે જવા નીકળ્યા. યમુનાજીનાં પાણી ઉછાળા મારી રહ્યાં હતાં પણ જેવો કૃષ્ણનો સ્પર્શ થયો કે આભ ઊછળતાં મોજા શાંત થઈ ગયાં. પાણીનું જળમાં રૂપાંતર થઈ ગયું. કૃષ્ણના માથે વરસાદ પડે એટલે શિવે માથે સાપની ફેણની છત્રી ધરી. કૃષ્ણને વાસુદેવ યશોદાની ગોદમાં મૂકી અને એમની પુત્રી નંદાને લઈ ફરી મથુરાની જેલમાં આવી જાય છે. આઠમા સંતાનને મારવા કંસ આવે છે, બાળકીને ઉપાડી દીવાલથી અથડાવવાનો પ્રયત્ન કરે છે કે કંસના હાથથી છૂટી, ‘તને મારનારો તારો કાળ જન્મી ચૂક્યો છેઆટલું કહી આકાશમાં અલોપ થઈ ગયાં. દેવી પુરાણ અનુસાર તે બાળકી દેવી મા દુર્ગા હતાં, જે મા નંદા તરીકે ઓળખાય છે.

 

કવિઓ, ચિત્રકાર, શિલ્પકાર, સંગીતકાર એમ સૌ કલાકારોએ કૃષ્ણને ખૂબ લાડ લડાવ્યાં છે. આજની તારીખે દરેક બાળકનું પહેલું નામ લાલો હોય. દરેક માની કલ્પના હોય કે એનું બાળક કાન જેવું પ્રતિભાશાળી બને. કાળીનાગ દહનથી પૂતના સુધી પરાક્રમપૃષ્ઠો આલેખાયાં છે. વનમાં ગાયો ચરાવવા જતા ત્યાં પણ બધા સાથે બેસીને જમવાનું. સમભાવની પાઠશાળા અહીંથી શ‚ થાય છે. અહીંથી કેળવાયેલી ટીમ વર્કની ભાવના આગળ ઉપર ખૂબ કામ લાગી. મૈયા મોરી મૈં નહીં માખન ખાયોની સ્માર્ટનેસ સૌને પ્રભાવિત કરનારી છે. માટીને બદલે મોંમાં બ્રહ્માંડ દેખાય ત્યારે મા યશોદા ચકિત થઈ જાય છે. સૂરદાસજીનાં બાલકૃષ્ણનાં પદો વિસ્મયનું વન ખડું કરે છે. જે બાળક તોફાન કરતું હોય એનાં મા બાપે ચિંતા કરવી જોઈએ. કૃષ્ણ માને કહે છે કે મને દૂધ આપ ત્યારે મા કહે છે કે રાતે અંધારું થશે ત્યારે આપીશ, તો કાનો આંખ મીચી કહે મા, મેં આંખ મીચી, હવે અંધારું થઈ ગયું. હવે દૂધ આપ. આવી વિચક્ષણ બુદ્ધિ એક બાળકમાં હોય માની શકાય એમ નથી. સાંદીપનિના આશ્રયમાં જીવનનો બોધ મેળવે છે. સુદામા જેવો ખાસ મિત્ર પ્રાપ્ત કરે છે. એકવાર જંગલમાં લાકડાં લેવા માટે ગયા. ત્યારે ધોધમાર વરસાદ પડે છે. ત્યારે રસ્તામાં ખાવા આપેલ ચણા સુદામા એકલા ખાઈ જાય છે, એને કારણે સુદામાને ગરીબી વહોરવી પડે છે. પહેલાંની શિક્ષણપદ્ધતિ જીવન સાથે જોડાયેલી હતી.

 

ગોકુલ છોડીને કૃષ્ણને જવાનું સહેજ પણ મન હતું. પણ ફરજ સામે મમતને કોરાણે મૂકે મુરારિ. ગોપીઓની ચોધાર આંસુની નદીમાં તણાયા વગર રહેવું મુશ્કેલ હતું. સગામામા પણ દુષ્ટ હોય તો એનોય નાશ થવો જોઈએ. સચ્ચાઈમાં સંબંધ આડે આવવો જોઈએ. કંસે પોતાના ભાંડુઓની હત્યા કરી હતી એનો બદલો લેવા કૃષ્ણ મથુરા ગયા હતા. તો એના અત્યાચારનો જવાબ આપવા ગયા હતા. કૃષ્ણ જેવો નિયમ રાખવા જેવો છે, સો ગાળ સુધી માફી આપવી.

 

દ્રૌપદીના બોલવાથી મહાભારત સરજાયું અને સીતાના ચુપ રહેવાથી રામાયણ સર્જાઈ હતી. દ્રૌપદી વસ્ત્રાહરણ થતું હતું ત્યારે સભા મૌન હતી. ભીષ્મ પિતામહ પણ મૌન હતા. કારણે ભીષ્મ આટલા બહાદુર હોવા છતાં એનું એક પણ મંદિર નથી અને એવો કોઈ મહોલ્લો હોય કે જ્યાં કૃષ્ણનું મંદિર હોય. દ્રૌપદીના ખૂબ સારા સખા કૃષ્ણ છે. મુરલીમનોહર માથે મોરપીચ્છ રાખતા હતા એટલે એમનામાં આટલી હળવાશ હતી. ભગવાને સંપૂર્ણ શ્રદ્ધા સાથે યાદ કરીએ તો તુરંત પ્રગટ થાય છે. કૃષ્ણ કોના પક્ષે રહેશે નક્કી કરવા કૌરવ પાંડવ કૃષ્ણના મહેલ પર ગયા ત્યારે કૃષ્ણ આરામમાં હતા. દુર્યોધન માથા પાસે ઊભો રહે છે અને અર્જુન ચરણ પાસે ઊભો રહે છે. માણસ ક્યાં ઊભો છે એના પરથી એના વ્યક્તિત્વનો ખ્યાલ આવી જાય છે. કૃષ્ણે બે વિકલ્પો આપેલા. , મારી અક્ષૌહિણી સેના , હું શસ્ત્ર વગરનો. દુર્યોધને વિચાર્યા વગર તરત પહેલો વિકલ્પ સ્વીકારી લીધો.

 

કુરુક્ષેત્રમાં દુર્યોધનને પૂછવામાં આવ્યું કે સામે કોણ છે તો જવાબ મળ્યો કે દુશ્મન. જ્યારે અર્જુનને સવાલ પૂછવામાં આવ્યો ત્યારે એણે કહેલું કે મારા ભાઈઓ. બંનેની વિચારસરણીમાં ભેદ હતો. કૃષ્ણનો સંસર્ગ પામીને પાંડવો ઉદાત્ત બન્યા હતા. યુદ્ધ પહેલાં કૃષ્ણ કર્ણ પાસે કવચ કુંડળનું દાન લેવા આવે છે. સત્ય માટે અસત્ય કરવું પડે તો પણ ક્ષમ્ય છે. અર્જુન લાગણીશીલ બન્યો ત્યારે કૃષ્ણ કહે છે કે હવે તો યુદ્ધ કલ્યાણ, પાર્થને કહો ચડાવે બાણ. અર્જુનના દરેક પ્રશ્નના યોગ્ય જવાબ આપે છે. કૃષ્ણ જેવો જીવનસારથિ મળી જાય તો ભવરણ પાર કરી જવાય. જગતના મંચ પર ઓપન એર થિયેટરનું પ્રથમ કવિસંમેલન. શ્ર્લોક ‚પી શેર એક પછી એક બોલાતા રહ્યા, જ્યાં સુધી અર્જુન નામે શ્રોતા પ્રસન્ન થાય. યુદ્ધનો પ્રારંભ થાય છે. પછી જે પરિણામ આવ્યું આપણી સામે છે. જગતના સૌથી મોટા મહાભારતના યુદ્ધમાં સૌથી મોટો માનવસંહાર થયો હતો. આજે પણ કુરુક્ષેત્રની ભૂમિને થોડી ખોળશો તો લાલ રંગની માટી મળશે. અહીં લોહીની નદીઓ વહી હતી. પાંડવોને રાજતિલક કર્યા પછી કૃષ્ણ દ્વારિકામાં મુકામ કરે છે. રુક્મિણી દ્વારા લખાયેલ જગતના પ્રથમ પ્રેમપત્રનો સ્વીકાર કરી, અપહરણ કરી વિવાહ કરે છે. દ્વારિકામાં જ્યારે કૃષ્ણને મળવા સુદામા આવે છે ત્યારે કૃષ્ણ દોટ મૂકે છે, બધી પટરાણી વિચારમાં પડી જાય છે કે આવી રીતે તો કોઈના માટે કૃષ્ણ દોડ્યા નથી. કેવો અદ્ભુત સ્નેહ...! તાંદુલને સ્પર્શ કરી અમૃતમયી બનાવે છે. બધી પટરાણી તાંદુલ આરોગવા હોડ લગાવે છે. કેવો અદ્ભુત દોસ્તીનો દસ્તાવેજ. વિદુરને ત્યાં ભાજી જે સહજતાથી ખાધી હતી સહજતાથી કુબ્જાનો આદર કર્યો હતો. યુદ્ધ પછી જ્યારે ગાંધારીને કૃષ્ણ મળવા ગયા ત્યારે ગાંધારી શ્રાપ આપે છે કે કૌરવવંશની જેમ યાદવોનો પણ નાશ થજો. એકવાર યાદવો એક અવસરમાં વધુ પડતા મદિરાપાનથી ભાન ભૂલ્યાને એક બીજા પર વાર કરવા લાગ્યા. પોતાનાનો સંહાર કર્યો. ઘટનાથી દ્રવિત થઈ બલરામે કહ્યું કે હું આપના લોકમાં જવા ઇચ્છું છું અને વૈકુંઠ ચાલ્યા ગયા.

 

પહેલાં વાંસળી અને પછી શંખને સાથે રાખ્યો. અશુભ ગણાતા કાળા રંગને એક દરજ્જો આપ્યો. છેક છેલ્લા અને છેવાડાના માણસ સુધી પહોંચ્યા છે. એક દિવસ બધી સ્મૃતિઓને ખંખેરી કૃષ્ણ વૃક્ષની છાયામાં પગ પર પગ ચડાવી નિરાંતે બેઠા હતા. જરા નામના પારધીના તીરથી વીંધાઈ ગયા અને લીલા પૂરી કરી સ્વલોક સિધાવ્યા. જરાનો એક અર્થ વૃદ્ધા અવસ્થા છે. વૃધ્ધાત્વથી કોઈ બચી શકતું નથી. જ્યાં કૃષ્ણએ પ્રાણત્યાગ કર્યો જગ્યા સોમનાથની નજીક ભાલકા તીર્થ નામે ઓળખાય છે. પૌરાણિક કથા અનુસાર શિકારી રામાવતારમાં સુગ્રીવનો ભાઈ વાલી હતો. વખતે એનું છળથી મૃત્યુ કર્યું હતું એટલે દ્વાપરમાં એના હાથે કૃષ્ણનું મૃત્યુ થાય છે. સમય દ્વાપરનો અંત અને કલિયુગના આરંભના મધ્યબિંદુ પર કૃષ્ણએ વિદાય લીધી.

 
હરદ્વાર ગોસ્વામી