ભારતમાં આગામી દાયકામાં ખૂબ ઝડપી આર્થિક વિકાસની ક્ષમતા : બિલ ગેટ્સ

    ૧૮-નવેમ્બર-૨૦૧૯
કુલ દૃશ્યો |

 
પોતાના ફાઉન્ડેશનની કામગીરીની સમીક્ષા કરવા ભારતની મુલાકાતે આવેલા બિલ ગેટ્સે ભારતને ઝડપી આર્થિક વિકાસનું સક્ષમ રાષ્ટ્ર તરીકે વર્ણવ્યું હતું. દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ અને માઈક્રોસોફ્ટના સહસ્થાપક બિલ ગેટ્સે કહ્યું હતું કે ભારતમાં આગામી દાયકામાં ખૂબ ઝડપથી આર્થિક વિકાસ કરવાની ક્ષમતા છે. તેનાથી લોકોની ગરીબી દૂર થઈ જશે અને સરકાર સ્વાસ્થ્ય અને શિક્ષણમાં વધુ રોકાણ કરી શકશે.
 
એક ઇન્ટરવ્યુમાં બિલ ગેટ્સે ભારતની આધાર પ્રણાલી, આર્થિક સેવાઓ અને ફાર્મા સેક્ટરની પ્રશંસા પણ કરી હતી. ગેટ્સની આ પ્રતિક્રિયા એવા સમયે આવી છે, જ્યારે એશિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ભારતમાં હાલમાં મંદીનો માહોલ ચાલી રહ્યો છે અને લગભગ તમામ સેક્ટરોમાં છેલ્લાં ઘણા સમયથી મંદીની અસર જોવા મળી રહી છે. ગેટ્સે કહ્યું હતું, ‘મને હાલની વધુ જાણકારી નથી પરંતુ હું કહીશ કે આગામી દાયકો ભારતનો હશે અને એ દરમિયાન તેની અર્થવ્યવસ્થા ઝડપથી વિકાસ કરશે. દરેકને આશા છે કે વાસ્તવમાં ભારતમાં ઉચ્ચ વિકાસ કરવાની પ્રબળ સંભાવના છે.’ તેમણે આધાર ઓળખ પ્રણાલીની પ્રશંસા કરીને કહ્યું હતું, ‘ભારત એક મહત્વનું સ્થળ છે, જ્યાં અનેક પ્રકારના ઇનોવેટર્સ જોવા મળે છે. દેશમાં આધાર અને યુપીઆઈના માધ્યમથી સેવાઓ પ્રદાન કરવામાં આવી શકે છે અને વ્યાપક રીતે સ્વીકારી શકાય છે. તેના અનેક આશ્ચર્યજનક પરિણામ જોવા મળે છે.’
 
આ ઉપરાંત તેમણે આધાર ચેરમેન નંદન નિલેકણીનાં વખાણ કર્યા હતા. તેઓએ કહ્યું હતું કે અમે લોકો નંદન નિલેકણી જેવા વ્યક્તિઓની સાથી મળીને કામ કરીએ છીએ. તેણે ભારતમાં ડિજિટલ ઓળખના માધ્યમથી નાણાકીય સેવાઓ પ્રદાન કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે ગેટ્સનો પ્રતિસાદ એવા સમયે આવ્યો છે જ્યારે એશિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા જે ભારત છે. તે હાલમાં છેલ્લા ઘણા સમયથી લગગભગ ઘણા ક્ષેત્રોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને તેને મંદી તરીકે વર્ણવવામાં આવી રહ્યો છે.