રોજ એક પેકેટ સિગરેટનું ફૂંકીમારતો હતો આ માણસ, ફેંફસા જોઇ ડોક્ટર પણ ચૌંકી ગયા

    ૨૦-નવેમ્બર-૨૦૧૯

 
 
 
આ ફોટો જોયા પછી અને અટલું વાંચ્યા પછી તમે સિગરેટ પીવાની હિંમત નહી કરી શકો
 
આ દેશમાં એવા અનેક લોકો છે જેમના માટે જીવનની કોઇ કિંમત નથી. આવું એટલા માટે લખવું પડે છે કારણ કે વ્યસનથી કેન્સર જેવા ઘાતક રોગ થાય છે, રોજ સેંકડો લોકો વ્યસનથી મૃત્યુ પામે છે, વ્યસનની વસ્તુના પેકેટ પર ઘાતક ફોટા સાથે ચેતવણી પણ છાપવામાં આવે છે છતા વ્યસની લોકોની સંખ્યામાં કોઇ ઘટાટો થતો દેખાતો નથી. રોજ આ દુનિયામાં કેવા કેવા ચોંકાવનારા કિસ્સા સામે આવે છે. જેને સાંભળી કે જોઇ એવું લાગે કે જીવનમાં કોઇ વ્યસન કરાય જ નહી. પણ હકીકત એ છે કે લોકો જીવનની પરવા કર્યા વગર વ્યસન કરી રહ્યા છે.
 
તાજેતરમાં જ આ સંદર્ભે ચીનનો એક કિસ્સો સામે આવ્યો છે. જે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય પણ બન્યો છે. વાત એવી છે કે અહીંના ડોકટરોએ એક બિમાર વ્યક્તિના મૃત્યુ પછી તેના ફેંફસા તેના શરીરમાંથી બહાર કાઢ્યા. ડોક્ટરોએ આવું એટલા માટે કર્યું કેમ કે આ મૃત વ્યક્તિ છેલ્લા ૩૦ વર્ષથી રોજનું એક સિગરેટનું પાકિટ ફૂંકી મારતો હતો. આ વ્યસનના કારતે તેના ફેંફસા ગુલાબીની જગ્યાએ એકદમ કાળા પડી ગયા હતા.
 
 
 
ઉલ્લેખનીય વાત એ છે કે આ ડેન્જર દેખાતા ફેંફસાનો ડોક્ટરોએ વીડિયો પણ બનાવ્યો અને જાગૃતિ ફેંલાવવાના ઉદ્દેશ સાથે આ વીડિઓ સોશિયલ મીડિયા પર પણ મુક્યો જેની નીચે ડોક્ટરોએ લખ્યું છે કે શું આ જોયા પછી હજુ પણ તમે સિગરેટ પીવાની કે વ્યસન કરવાની હિંમત કરશો? હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયો છે. આ વીડિઓ અત્યાર સુધી ૨.૫ કરોડ કરતા વધારેવાર જોવાઈ ચૂક્યો છે.
 
ઉલ્લેખનીય વાત એ છે કે સોશિયલ મીડિયા પર યુજર્સ આ વીડિઓને “સૌથી શ્રેષ્ઠ ધુમ્રપાન વિરોધી જાહેરાત” ગણાવી રહ્યા છે.
જણાવી દઈએ કે ચીનના જિઆંગસુની વૂશી પીપુલ્સ હોસ્પિટલના ડોક્ટરોએ એક ૫૨ વર્ષના વ્યક્તિને ફેંફસામાં એક સાથે અનેક રોગ હોવાથી તેના મૃત્યુ પછી તેના ફેંફસા બહાર કાઢ્યા હતા. ઉલ્લેખનીય છે કે મૃતકે તેના મૃત્યુ પછી અંગદાન માટે સહમતી દર્શાવી હતી પણ ડોક્ટરોના જણાવ્યા મુજબ આ શક્ય હતું નહી.