પ્રધાનમંત્રીએ અયોધ્યાનાં ચુકાદા અંગે શાંતિ અને ભાઇચારો જાળવવા આહ્વાહન કર્યું

    ૦૯-નવેમ્બર-૨૦૧૯
કુલ દૃશ્યો |

 
 
 
પ્રધાનમંત્રીએ અયોધ્યાનાં ચુકાદા અંગે શાંતિ અને ભાઇચારો જાળવવા આહ્વાહન કર્યું કહ્યું, આ ચૂકાદાને જીત કે હારની દૃષ્ટિએ ન જોવો જોઈએ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આવેલ અયોધ્યા ચુકાદા અંગે શાંતિ અને ભાઇચારો જાળવવા આહ્વાહન કર્યું છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, “નામદાર સર્વોચ્ચ અદાલતે અયોધ્યા મામલે પોતાનો ચુકાદો આપ્યો છે. આ ચુકાદાને કોઈના માટે જીત કે હારની દૃષ્ટિએ ન જોવો જોઈએ. રામ ભક્તિ હોય કે રહીમ ભક્તિ હોય, એ બાબત મહત્વની છે કે, આપણે રાષ્ટ્રભક્તિના જુસ્સાને મજબૂત કરીએ. શાંતિ અને સુમેળ હંમેશા બનેલ રહે!
સર્વોચ્ચ અદાલતનો નિર્ણય અગત્યનો છે કારણ કે, તે એ બાબતને દર્શાવે છે કે કોઇપણ વિવાદને કાયદાની પ્રક્રિયામાં રહીને મૈત્રીપૂર્ણ રીતે ઉકેલી શકાય તેમ છે. તે આપણી ન્યાય વ્યવસ્થાની સ્વતંત્રતા, પારદર્શકતા અને દૂરંદેશીતાની પણ ખાતરી આપે છે. તે સ્પષ્ટપણે દર્શાવે છે કે કાયદાની સામે દરેક વ્યક્તિ એકસમાન છે.
ન્યાયાધીશોની ખંડપીઠે દાયકાઓથી ચાલી આવતા વિવાદનો સૌહાદપુર્ણ રીતે ઉકેલ લાવ્યો હતો. સુનાવણી દરમિયાન પ્રત્યેક પક્ષ પ્રત્યેક મતને પોતાના જુદા-જુદા દૃષ્ટિકોણ રજૂ કરવાની તક અને પૂરતો સમય આપવામાં આવ્યો હતો. આ ચુકાદો આગળ જતા ન્યાય પ્રક્રિયામાં લોકોની શ્રદ્ધાને વધારશે.
આજની સુનાવણી પ્રક્રિયા દરમિયાન 130 કરોડ ભારતીયો દ્વારા જાળવી રાખવામાં આવેલ શાંતિ અને સદભાવ એ શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ માટે ભારતની કટિબદ્ધતાને દર્શાવે છે. એકતા અને હળીમળીને રહેવાની આ ભાવના આપણા દેશને વિકાસ માટે શક્તિ પ્રદાન કરે. પ્રત્યેક ભારતીય સશક્ત બને.”