વીર સાવરકર વિશે અભિપ્રાય આપતા પહેલાં રાહુલ ગાંધીને સાવરકરજીના ઉજ્જ્વળ ચરિત્રને જાણવાની જરૂર હતી

    ૧૯-ડિસેમ્બર-૨૦૧૯   
કુલ દૃશ્યો |

rahul savarakar_1 &n
 
તાજેતરમાં રાહુલ ગાંધીએ ઝારખંડની ચૂંટણી પ્રચાર સભામાં પોતાના પ્રશંસકો સામે વટ પાડવા કહ્યું કે, મારું નામ રાહુલ ગાંધી છે, રાહુલ સાવરકર નહીં કે સરકારની માફી માગું. સ્વાતંત્ર્યવીર સાવરકર વિશે આ પ્રકારની અણછાજતી ટિપ્પણી કરનાર રાહુલ ગાંધીને ખરેખર ઇતિહાસનું જ્ઞાન નથી. વીર સાવરકર વિશે દેશ-વિદેશના મહાનુભાવો શું બોલ્યા હતા તેની માહિતી અમે આપીએ છીએ...
 
ખુદ તેમની દાદી ઇન્દિરા ગાંધી એ જ વીર સાવરકર વિશે શું કહ્યું હતું ? ૨૦ મે, ૧૯૮૦ના રોજ તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ સ્વાતંત્ર્યવીર સાવરકર રાષ્ટીય સ્મારકના સચિવ પંડિત બારખલેને એક પત્ર લખ્યો હતો. જેમાં તેઓએ લખ્યું હતું કે, વીર સાવરકરનો અંગ્રેજી શાસનનો ખુલ્લેઆમ વિરોધ કરવો ભારતના સ્વાતંત્રતા આંદોલનમાં એક અલગ અને મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ભારતમાતાના આ મહાન સપૂતની ૧૦૦મી જયંતીના ઉત્સવને યોજના અનુસાર પૂરી ભવ્ય સાથે ઉજવો. એટલું જ નહીં ઇન્દિરા ગાંધી એ પોતાના પ્રધાનમંત્રી કાળમાં વીર સાવરકરના સન્માનમાં એક પોસ્ટ ટિકિટ પણ બહાર પાડી હતી. સાથે સાથે સાવરકર ટ્રસ્ટને ખુદના ૧૧ હજાર રૂપિયા પણ દાનમાં આપ્યા હતા અને ૧૯૮૩માં ફિલ્મ ડિવિઝનને વીર સાવરકર ઉપર એક દસ્તાવેજી ફિલ્મ બનાવવાનો પણ આદેશ આપ્યો હતો. માત્ર ઇન્દિરા ગાંધી જ નહીં ભારતની અનેક મહાન વિભૂતીઓ દ્વારા સ્વાતંત્ર્યવીર સાવરકરના સન્માનમાં જે કહેવાયું છે. તે રાહુલ ગાંધીએ અવશ્ય વાંચવું જોઈએ.
સી. રાજગોપાલચારી (ભારતના પ્રથમ ગવર્નર જનરલ)એ કહેલું કે, સાવરકર એક રાષ્ટીય નાયક, સાહસ, વીરતા અને દેશભક્તિના પ્રતિક હતા. સ્વતંત્રતા માટે લાંબી લડાઈ લડનારા એક અભિતીર્થ હતા.
 
નેતાજીએ આઝાદ હિન્દ ફોજ બનાવી બ્રિટિશ સામ્રાજ્ય પર અંતિમ હુમલો કરતા પહેલાં સાવરકર પાસે આશીર્વાદ માગ્યા હતા.
 
એમ.એન. રોય પોતાના જીવનના પ્રારંભમાં એક મહાન માર્ક્સવાદી હતા તેઓ ઇચ્છતા હતા કે સાવરકર પોતાની વિચારધારા મુજબ ભારતને આઝાદ કરવા પોતાનું જીવન દાવ પર લગાવી દે.
 
રશિયાના પ્રસિદ્ધ લેખક મેક્સિમ ગોર્કી એ બ્રિટિશ સરકાર દ્વારા સાવરકરની ગિરફ્તારીની નિંદા કરી હતી. તે સમયે ગોર્કીએ સામ્રાજ્યવાદ વિરોધી - ક્રાંતિકારી રૂપે સાવરકરની પ્રશંસા કરી હતી.
 
લાલા લજપતરાય સ્વતંત્રતા સંઘર્ષના મહાન બલિદાની હતા. તેઓએ લખ્યું હતું, રાજાનીતિમાં તે (સાવરકર) ધાર્મિક ભાવ પ્રવણતા સિવાય યોગી અરવિંદ અને લાલા હરદયાલ જેવા ક્રાંતિકારીઓની હરોળમાં આવતા હતા. તેમનામાં જુના યોદ્ધાઓ જેવું સાહસ હતું. તેઓ હંમેશા ખતરાના કેન્દ્ર બિન્દુ પર નીડરતાથી ઊભા રહેતા હતા.
 
એસ. એમ. જોશી એક પ્રખ્યાત સમાજવાદી નેતા હતા. તેઓએ કહ્યું હતું કે, તેઓ સાવરકરના પૂર્ણ રાજનીતિક સ્વતંત્રતાના આહ્વાનથી પ્રેરિત છે. ડૅા. રાજેન્દ્ર પ્રસાદ, ડૅા. રાધાકૃષ્ણન અને યશવંતરાવ ચૌહાણએ ડિસેમ્બર ૧૯૬૦માં સાવરકરનું અભિવાદન કર્યું હતું.
 
ભારતની કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતા એસ. એ. ડાંગેએ કહ્યું હતું કે, સાવરકર એક મહાન સામ્રાજ્યવાદ વિરોધી ક્રાંતિકારી હતા. સ્વાતંત્ર્યવીર સાવરકરના નિધન પર પ્રખ્યાત કોમ્યુનિસ્ટ નેતા પ્રો. હીરેન મુખર્જી સર્વદલીય શોકસભામાં સામેલ થયા હતા અને ભારતના સ્વાતંત્ર્ય સંઘર્ષમાં તેમના યોગદાનની પ્રશંસા કરી હતી.
 
મોહમ્મદ સી. છગલા એક પ્રસિદ્ધ કાનૂનવિદ તથા તત્કાલીન શિક્ષણમંત્રી એ કહ્યું હતું કે, સાવરકરના કારણે મહાત્મા ગાંધીને દેશ માટે સ્વતંત્રતા અપાવવાનું શક્ય બન્યું. જો ભારતના લોકોએ સાવરકરને ભારતના ઇતિહાસમાં પ્રમુખ સ્થાન ન આપ્યું તો તે કાર્ય દેશભક્તિ પૂર્ણ નહીં હોય.
 
ભારતના પ્રથમ સેનાધ્યક્ષ જનરલ કરિયપ્પાએ ૧૯૬૨ના ચીન યુદ્ધમાં ભારતીય સૈન્યની હાર બાદ કહ્યું હતું કે, જો ભારતે સાવરકરની વાત સાંભળી હોત અને સૈન્યકરણની તેમની નીતિ અપનાવી અને ખુદને તૈયાર કર્યા હોત તો ભારતને આવી હારનો સામનો ન કરવો પડત.
 
રાષ્ટીય જનતાદળના નેતા લાલુપ્રસાદ યાદવ ૧૯૯૨માં બિહારના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ સ્વાતંત્ર્ય વીર સાવરકરની ૧૧૦મી જન્મ જયંતીએ કહ્યું હતું કે, દેશ સ્વાતંત્ર્યવીર સાવરકર દ્વારા દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં અપાયેલ યોગદાનને ક્યારેય નહીં ભુલી શકે. રાષ્ટીય એકતા અને અખંડિતતા જાળવી રાખવાના તેઓના અદભુત બલિદાન આપણને પ્રેરણા આપે છે.
 
જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા પ્રતિષ્ઠિત મરાઠી ઉપન્યાસકાર વી.એસ. ખાંડેકરે કહ્યું હતું કે, સાવરકર ન માત્ર રાજનૈતિકક્ષેત્રમાં મહાન હતા, બલ્કે કવિતા, ઇતિહાસ - લેખન અને સાહિત્યમાં પણ મહાન હતા. તેઓની મહાનતામાં ઇન્દ્રધનુષી રંગો હતા.
 
આમ રાહુલ ગાંધી પોતાની રાજનૈતિક અપરિપક્વતા કે પછી હીન રાજકીય સ્વાર્થ ખાતર ભલે સ્વાતંત્ર્યવીર સાવરકરના બલિદાનને અવગણે, તેમનું અપમાન કરે, પરંતુ હકિકત એ છે કે વીર સાવરકર આ દેશના મહાન સપૂત હતા, છે અને હંમેશા રહેશે. સામ્યવાદીથી માંડી સમાજવાદી અને સૌથી વધુ કોંગ્રેસના નેતાઓ દ્વારા જ વીર સાવરકરની રાષ્ટભક્તિની પ્રશંસા થઈ છે. ત્યારે રાલે ભારતના આ મહાન સપૂત વિશે બોલતા પહેલા કમ સે કમ તેમનાં દાદી અને વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓના સાવરકર વિશેના વિચારો વાંચી લેવા જોઈએ.
 

rahul savarakar_1 &n 

રાહુલ ગાંધી વીર સાવરકર વિશે આ જાણે છે ?

 
# સાવરકરજી એડવર્ડ સાતમાનાં રાજ્યાભિષેકનો વિરોધ કરનાર પ્રથમ વ્યક્તિ હતા. ત્ર્યંબેકેશ્વરમાં આની વિરુદ્ધ પોસ્ટર લગાવ્યું હતું.
 
# તેઓ પ્રથમ વ્યક્તિ હતા જેઓએ ૭ ઓક્ટોબર, ૧૯૦૫માં સ્વદેશીનો નારો આપી વિદેશી કપડાની હોળી કરી હતી.
 
# સાવરકર ભારતના સંભવત સૌપ્રથમ વિદ્યાર્થી હતા જેઓએ બ્રિટીશ સામ્રાજ્યની રાજધાની લંડનમાં જઈ ક્રાંતિકારી આંદોલનનું બ્યુગલ ફૂંક્યું હતું.
 
# તેઓ પ્રથમ નાગરિક હતા જેઓએ બ્રિટીશ સામ્રાજ્યના કેન્દ્ર લંડનમાં અંગ્રેજો વિરુદ્ધ ક્રાંતિકારી આંદોલનને સંગઠિત કર્યું હતું.
 
# તેઓ ભારતના પ્રથમ બેરિસ્ટર હતા, જેઓએ લંડનમાં લૅા ની પરીક્ષા પાસ કરી હતી, પરંતુ બ્રિટીશ રાજભક્તિના શપથ લેવાની ના પાડવાને કારણે પોતાની પદવીથી હાથ ધોવા પડ્યા હતા.
 
# સાવરકર ભારતના પ્રથમ વ્યક્તિ હતા જેઓએ ૧૮૫૭ના સ્વતંત્રતા આંદોલનની જયંતી લંડનમાં ઉજવી હતી.
 
# સાવરકરે જ પ્રથમવાર ભારતનો રાષ્ટધ્વજ બનાવ્યો હતો. જેને જર્મનીમાં ૧૯૦૭ની આંતરરાષ્ટીય સોશલિસ્ટ કોંગ્રેસમાં ભીખાઈજી રુસ્તમ કામા અર્થાત મેડમ કામાએ લહેરાવ્યો હતો.
 
# સાવરકર પ્રથમ વ્યક્તિ હતા જેઓએ ૧૮૫૭ના સંઘર્ષને ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ ગણાવ્યો હતો.
 
# તેઓ પહેલા એવા લેખક હતા જેમના પુસ્તક ૧૮૫૭નો સ્વતંત્રતા સંગ્રામ પ્રકાશત થતા પહેલાં જ બે દેશોમાં પ્રતિબંધિત કરી દેવામાં આવ્યું હતું.
 
# તે પહેલા એવા ભારતીય હતા જેઓને બ્રિટિશ મ્યુઝીયમ પુસ્તકાલયમાં ભણવાથી રોકવામાં આવ્યા હતા.
 
# તેઓ પ્રથમ ભારતીય હતા જેઓએ બ્રિટીશ મ્યુઝીયમ પુસ્તકાલયમાં ૧૫૦૦ પુસ્તકોનું અધ્યયન કર્યું હતું.
 
# સાવરકર એવા પ્રથમ વ્યક્તિ હતા જેઓને માર્ચ ૧૯૧૦માં ભારત લાવતી વખતે સમુદ્રમાં છલાંગ લગાવી દીધી હતી.
 
# તેઓ પહેલા એવા રાજનૈતિક બંદી હતા જેમનો કેસ આંતરરાષ્ટીય અદાલત હેગમાં લડવામાં આવ્યો હતો.
 
# તેઓ પહેલા ભારતીય સ્નાતક હતા જેમને અંગ્રેજ સરકારને એક નહીં બબ્બે જનમટીપની સજા કરી હતી.
 
# તેઓ પહેલાં એવા વ્યક્તિ હતા જેમની પાસે બી.એ.ની પદવી હોવા છતાં પણ જેલમાં તેમને તમામ સુવિધાઓથી વંચિત રાખવામાં આવ્યા હતા.
 
# તેઓ એવા પ્રથમ વ્યક્તિ હતા જેઓએ અસ્પૃશ્યોના મંદિર પ્રવેશ માટે આંદોલન ચલાવ્યું અને રત્નાગિરિમાં પતિત પાવન મંદિરની સ્થાપના કરી.
 
# સાવરકર ભારતના પ્રથમ રાજનીતિક કેદી હતા. જેમણે કથિત દલિત વ્યક્તિને પતિત પાવન મંદિરનો પૂજારી બનાવ્યો હતો.