વિપક્ષનો સવાલ માત્ર બિન-મુસ્લિમોને જ નાગરિકતા કેમ ?

    ૨૦-ડિસેમ્બર-૨૦૧૯
કુલ દૃશ્યો |

caa nrc_1  H x
 
 
દરેક બાબતને હિન્દુ-મુસ્લિમ દૃષ્ટિકોણને મારીમચડી ઠોકી બેસાડવામાં માહેર આપણા દેશનાં કથિત સેક્યુલરવાદી વિપક્ષોને બિલ સામે સૌથી મોટો વાંધો એ છે કે, આમાં માત્ર બિનમુસ્લિમોની જ વાત છે. મુસ્લિમોને આ અન્યાય કેમ ? પરંતુ આ કથિત અને અફઘાનિસ્તાન ત્રણેય ઇસ્લામિક દેશો છે અને ત્યાં હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ઈસાઈ લઘુમતીમાં છે અને ત્યાં એ લોકોનું ધાર્મિક ઉત્પીડન તેની તમામ હદો વટાવી ચૂક્યું છે. ધર્મપરિવર્તન મહિલાઓ સાથે બળાત્કાર ત્યાં સામાન્ય છે. તેવામાં માત્ર ભારત જ એક એવો દેશ છે, જ્યાં લઘુમતીઓ પોતાના ધર્મ-સંસ્કૃતિ અને માન-મર્યાદાની રક્ષા કરી શકે છે અને સરકારે માત્ર ત્યાંના લઘુમતીઓને ભારતની નાગરિકતાના આપવાનું વિધેયક બનાવ્યું છે. એનો મતલબ એ નથી કે ત્યાંના મુસ્લિમો માટે ભારતના દ્વાર બંધ કરી દીધા છે. જો ત્યાંના મુસ્લિમ ભારતની નાગરિકતા ઇચ્છે છે તો ભારતની પ્રક્રિયા મુજબ અરજી કરી શકે છે. તેમને પણ નાગરિકતા મળી જશે અને ૫૦૦થી વધુ મુસ્લિમોને આ પ્રક્રિયા અંતર્ગત નાગરિકતા અપાઈ જ છે.
 

caa nrc_1  H x  
 
હિન્દુઓને નાગરિકતા આપવાનો વિરોધ કરતાં વિપક્ષો કહે છે કે, મ્યામારમાં રોહિંગ્યા મુસ્લિમો પર પણ ધાર્મિક અત્યાચારો થયા છે. તે જ રીતે શિયા, અહમદિયા અને બલોચ પર પણ અત્યાચાર થાય છે. તો પછી તેઓને આ વિધેયકમાં કેમ સામેલ કરવામાં આવ્યા નથી ? આ અંગે સરકારે જે તર્ક આપ્યો છે તે વિપક્ષની બોલતી બંધ કરી દેવા પૂરતો છે. સરકારનો તર્ક છે કે વિપક્ષ શરણાર્થીઓ અને ઘૂસણખોરોમાં અંતર સમજે. રોહિંગ્યા મુસ્લિમોએ ભારતમાં ઘૂસણખોરી કરી છે. તેઓ શરણાર્થી નથી. ચોરીછૂપીથી ઘૂસી આવ્યા છે અને રહી વાત શિયા, અહમદિયા અને બલૂચ લોકોની તો તેમના પર ધાર્મિક અત્યાચારો નથી થઈ રહ્યા. તેઓ ત્યાંની સત્તા અને રાજકારણના ભોગ બન્યા છે. તેમની પર જે અત્યાચારો થઈ રહ્યા છે તે રાજનૈતિક છે.
 
સરકારના તર્કમાં દમ છે. કારણ કે વિપક્ષની માગણી માની પાકિસ્તાનના રોહિંગ્યા, શિયા, અહમદિયા અને બલૂચ લોકોને નાગરિકતા આપવા માડે તો કાલે ઊઠીને મધ્ય પૂર્વેના ઇરાક, સિરિયા સહિતના ઇસ્લામિક દેશોના શિયા, કુર્દ સહિતના લોકો પણ કોઈને કોઈ અત્યાચારના ભોગ બની ભારતમાં શરણ માગે તો શું ભારતે પોતાને વિશ્વ આખાની શરણસ્થલી બનાવી દેવી ?