૬ ડિસેમ્બર – શૌર્ય દિવસ નહી ઉજવે પણ સદ્ભાવનાનો સંદેશ આપશે વિશ્વ હિન્દુ પરિષદ

    ૦૫-ડિસેમ્બર-૨૦૧૯
કુલ દૃશ્યો |

ayodhya_1  H x
 
 
૬ ડિસેમ્બર. આ દિવસે બાબરી મસ્જિત તોડી પાડવામાં આવી હતી. આ દિવસને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શૌર્ય દિવસ તરીકે પણ ઉજવવામાં આવતો હતો. પણ હવે ૬ ડિસેમ્બરે આ વાતના ૨૭ વર્ષ પૂર્ણ થયા છે અને બધાની વચ્ચે અયોધ્યામાં રામ મંદિર બનાવવાનો સુપ્રિમ કોર્ટનો ચુકાદો પણ આવી ગયો છે. આથી આ વખતે આ દિવસને શૌર્ય દિવસ તરીકે નહી પણ સદ્ભવના દિવસ તરીકે ઉજવાની તૈયારી વિશ્વ હિન્દુ પરિષદ કરી રહ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદ આ દિવસે સદ્ભાવનાનો સંદેશ લઇને લોકો વચ્ચે જશે. આ વર્ષે ૬ ડિસેમ્બરે વિશ્વ હિન્દુ પરિષદ મઠ-મંદિર અને ઘરે-ઘરે દીપ પ્રગટાવી ભજન-કિર્તન કરી આ દિવસની ઉજવણી કરશે.
 

ayodhya_1  H x  

આ એક કારણ પણ ખરું…

 
સંઘ પરિવાર અને સંતો એવી સ્થિતિ ઉભી કરવા માંગતા નથી કે જેથી સામેના પક્ષને કોઇ અપમાન લાગે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંધના સરસંઘચાલક મોહનજી ભાગવતે પણ સુપ્રિમ કોર્ટના આ ચૂંકાદા બાદ સાર્વજનિકરૂપે આને હાર-જીતનો પ્રશ્ન ન ગણવાનું આહ્વાન કર્યું હતું.
 
સંઘ તથા વિહિપના સૂત્રોના જણાવ્યા અનુસાર સુપ્રિમ કોર્ટના આ ચૂંકાદા પછી આ ચૂકાદાને હિન્દુઓની જીત ગણી ઉજવણી કરવાથી સમાજમાં તણાવ પેદા થઈ શકે છે. આ ઉપરાંત શ્રીરામ જન્મભૂમિ ન્યાસના અધ્યક્ષ મહંત નૃત્યગોપાલ દાસે પણ જણાવ્યું છે કે સુપ્રિમ કોર્ટે આ સંદર્ભે ફેંસલો સંભળાવી દીધો છે માટે હવે “શૌર્ય અને કંલંક” જેવા કાર્યક્રમોનું ઔચિત્ય રહેતું નથી.
 
વિશ્વ હિન્દુ પરિષદના મીડિયા પ્રભારી શરદ શર્માએ કહ્યું કે સુપ્રિમ કોર્ટના આ ઐતિહાસિક ચૂંકાદાને વિહિપ બે-ચાર કલાકની ઉજવણી કરી તેને સિમિત કરવા માંગતું નથી. સુપ્રિમ કોર્ટના આ ચૂંકાદા પછી ૬ ડિસેમ્બર સહિતની અન્ય બીજી તારીખો પણ ઇતિહાસનો એક ભાગ બની ચૂકી છે. હવે તો ૯ નવેમ્બરને યાદ રાખવાની જરૂર છે. જે તારીખે અયોધ્યામાં શ્રીરામ મંદિર બનવામો માર્ગ મોકળો થયો.