અહીં માણસો પર લાલ મરચાંનો અભિષેક થાય છે

    ૧૪-ફેબ્રુઆરી-૨૦૧૯

તમિલનાડુના સૌથી મોટા જિલ્લા વેલ્વુપુરમ્માં વર્ના મુથુમરિયમ્મન મંદિર તેની વિશેષ પરંપરાઓને લીધે પ્રસિદ્ધ છે. અહીં દર વર્ષે યોજાતા તહેવાર દરમિયાન મરચાના અભિષેકને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઊમટી પડે છે. મંદિરની પરંપરા મુજબ ત્રણ સૌથી વરિષ્ઠ લોકો હાથમાં બંગડી પહેરે છે. માથે મુંડન કરાવે છે ત્યાર બાદ પૂજારી તેમને દેવતાઓના સ્થાને બેસાડી પૂજા કરી વિવિધ સામગ્રીઓનો અભિષેક કરે છે. ચંદન-ફૂલ બાદ તેમને મરચાની પેસ્ટથી સ્નાન કરાવવામાં આવે છે. આ પહેલા તેઓને મરચાંની પેસ્ટ ખવડાવવામાં પણ આવે છે. એવું કહેવામાં આવે છે કે છેલ્લાં ૮૫ વર્ષથી આ પરંપરા ચાલી આવી છે. ૧૯૩૦માં હરિશ્રીનિવાસને પોતે ભગવાને દર્શન આપી લોકોને રોગોથી દૂર રાખવા માટે આ પરંપરાને અમલમાં મૂકવાનો આદેશ આપ્યો હતો.