પુલવામાના આતંકવાદી હુમલા પછી વડાપ્રધાનનું પહેલું ભાષણ આવ્યું છે…કહ્યું કીંમત ચૂકાવવી પડશે

    ૧૫-ફેબ્રુઆરી-૨૦૧૯   

 
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં CRPFની ટૂકડી પર હુમલો થયા બાદ સરકાર અને સુરક્ષા એજન્સિઓ સંપૂર્ણ રીતે એક્ટીવ મોડમાં આવી ગઈ છે. આજે એટલે કે ૧૫ ફેબુઆરીના રોજ સવારે સરકારે એક બેઠક બોલાવી હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાજનાથસિંહ, ત્રણેય સેનાના અધિકારી તથા મહત્વના લોકો હાજર રહ્યા હતા. આ બેઠક પછી રાજનાથ સિંહ કાશ્મીર જવાના છે. નાંણામંત્રી અરૂણ જેટલીએ બેઠક પછી જાહેરાત કરી છે કે પાકિસ્તાનને અપાયેલો મોસ્ટ ફેવર્ડ નેશન (MFN)નો દરજ્જો પરત લેવાયો છે.
 
આ બેઠક પછી તરત વડાપ્રધાન નરેન્દ્ર મોદી “વંદે ભારત એક્સપ્રેસ”નું ઉદ્ઘાટન કરવાના કાર્યક્રમમાં ગયા. સ્વાભાવિક છે આ હુમલા પછી મીડિયા સહિત આખા દેશની નજર તેમના પર હતી. પુલવા્ના આતંકવાદી હુમલા પછીના પહેલા ભાષણમાં વડાપ્રધાન શું કહેશે? તેના પર સૌથી નજર હતી. અને ભાષણમાં પણ પુલવાનો આતંકવાદી હુમલાની જ વાતો રહી.

પુલવામાના આતંકવાદી હુમલા પછી વડાપ્રધાને શું કહ્યું ? વાંચો… 

આ હુમલા પછી અમારી પાસે દેશની જે અપેક્ષાઓ છે તે સ્વાભાવિક છે. લોકો ગુસ્સામાં છે. તેમનું લોહી ઉકળી રહ્યું છે. હું એ સમજું છું. હું દેશના લોકોને એ કહેવા માગું છું કે આપણી સેનાને પૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવી છે. આપણને આપણા સૈનિકોના શૌર્ય અને બહાદૂરી પર ભરોસો છે. અમને વિશ્વાશ છે કે દેશ ભક્તિના રંગમાં રંગાયેલા લોકો સાચી જાણકારી આપણી એજન્સીઓ સુધી પહોંચાડશે કે જેથી આંતકવાદને કચડી નાખવાની અમારી લડાઈ વધુ તેજ બની શકે. હું આતંકવાદી સંગઠનો અને તેના આકાઓને કહેવા માંગુ છુ કે આ હુમલો કરી તેઓ ખૂબ મોટી ભૂલ કરી ચૂક્યા છે. ખૂબ મોટી કિંમત તેમને ચુકવવી પડશે. હું દેશને ભરોસો આપું છુ કે આ હુમલાની પાછળ જે કોઇ પણ હશે તેને સજા મળીને જ રહેશે. જે અમારી આલોચના કરી રહ્યા છે તેમની ભાવનાઓનો પણ હું આદર કરું છુ. આલોચના કરવાનો તેમનો અધિકાર છે. હું સૌ સાથીઓને અનુરોધ કરું છું કે આ સમય ખૂબ સંવેદનશીલ અને ભાવુક છે. આ બાબતે પક્ષ યા વિપક્ષમાં આપણે રાજનીતિ કરવાથી દૂર રહીએ. આ હુમલાનો દેશ એકજુટ થઈને વિરોધ કરી રહ્યો છે. આજ સ્વર દેશમાં દરેક જગ્યાએ સંભળાવવો જોઇએ
 
આખા વિશ્વમાંથી અલગ પડી ગયેલો આપણો પાડોસી દેશ એ વિચારી રહ્યો છે કે આવી સાજિશો કરવાથી ભારત અસ્થિર થઈ જશે, તો તે આવા સપના જોવાનું છોડી દે. આવું ક્યારેય નહિ થાય. આ સમયે તે દેશની આર્થિક સ્થિતિ સારી નથી, તેને એવું લાગે છે કે આવું કરીને તે ભારતને બરબાદ કરી નાખશે. પણ આવું શક્ય નથી. સમયે બતાવી દીધું છે કે તેઓ જે માર્ગ પર ચાલી રહ્યા છે તે માર્ગ વિનાશનો છે. જે આપણે માર્ગ પસંદ કર્યો છે તે તરક્કીનો છે. દેશના ૧૩૦ કરોડ લોકો આ હુમલાનો જોરદાર જવાબ આપશે.
 
અનેક મોટા દેશોએ આ આતંકી હુમલાની નિંદા કરી છે. તેમણે ભારતની સાથે ઉભા રહેવાની વાત કરી છે. હું તેમને ધન્યવાદ આપું છું. હું તેમને કહેવા માંગુ છુ કે બધી જ માનવતાવાદી શક્તિઓએ એકત્રિત થઈને આતંકવાદ સામે લડવું પડશે. બધા જ દેશ એક થઈને આતંકવાદ સામે લડશે તો આતંક ટકી નહી શકે.
 
આ દેશ હવે ઉભો રહેવાનો નથી. હું વિશ્વસ આપાવવા માંગુ છું કે જે સપના માટે આપણા સૈનિકોએ પોતાનું જીવન આપ્યું છે તેને પુરા કરવા અમે બધું જ કરીશું. આપણે વિકાસની ગતિ સાથે આ વીરોને શ્રદ્ધાંજલિ આપીશું…
આ કાર્યક્રમમાં વડાપ્રધાને વંદે ભારત એક્સપ્રેસ સાથે જોડાયેલા એન્જિનીયરોને પણ અભિનંદન આપ્યા અને શહીદોને નમન કરી પોતાની વાત પૂરી કરી…