પાકિસ્તનને વધુ એક ઝટકો ભારતની આઈએમજી-રિલાયંસે આપ્યો છે…

    ૧૮-ફેબ્રુઆરી-૨૦૧૯

 
ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ થતી નથી. એટલે કે ભારતીય ટીમ પાકિસ્તાનમાં ક્રિકેટ રમવા જતી નથી અને પાકિસ્તનને ભારતમાં બોલાવતી નથી. હા, અન્ય એશિયા કપ કે વર્લ્ડ કમમાં આ ટીમો જરૂર ક્રિકેટ રમે છે. આવું કેમ છે ? એ કહેવાની જરૂર નથી. આતંકવાદના કારણે આ બધુ થઈ રહ્યું છે. પુલવમા જે હુમલો કર્યો તે તો આતંકની હદ કહેવાય.
 

પાકિસ્તાનને એક પછી એક ઝટકા મળી રહ્યા છે 

 
આ હુમલા પછી ભારત તરફથી પાકિસ્તાનને એક પછી એક ઝટકા મળી રહ્યા છે. પહેલા ભારતે મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાછો દીધો. પાકિસ્તાનને ભારત સરકાર દ્વારા ચારે તરફથી ઘેરવાની કોશિશ થઈ રહી છે ત્યારે ભારતીયો પણ આમાં થાય એટલી કોશિશ કરી રહ્યા છે. હમણાં જ પુલવામાં હુમલાના વિરોધમાં આઈએમજી-રિલાયંસે પાકિસ્તાનને ઝટકો આપ્યો છે.
વાત એમ છે ભારતમાં જેમ IPL (ઈન્ડિયન પ્રીમિયર લીગ) શરૂ થવાની છે તેમ પાકિસ્તાનમાં PSL (પાકિસ્તાન સુપર લીગ) ૨૨ ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. PSLનું દુનિયાભરમાં લાઈવ પ્રસારણ કરવાનું કામ આઈએમજી-રિલાયંસ કરે છે. આ કંપની PSLની પ્રોડક્શન પાર્ટનર હતી તેની દરેક મેચનું લાઈવ પ્રસારણ કરવાની કામગીરી કરી રહી હતી. ભારતમાં તો પીએસએલ ની મેચોના પ્રસારણ પર પહેલેથી જ પ્રતિબંધ હતો અને હવએ આઈએમજી-રિલાયંસે પાકિસ્તાન સૂપર લીગ માટે કામ કરવાની ના પાડી દીધી છે.

 
પાકિસ્તાન ક્રિકેટ કંટ્રોલ બોર્ડને જાણ કરી દેવાઈ છે.  

 
આઈએમજી-રિલાયંસના એક અધિકરીએ જણાવ્યું છે કે આઈએમજી-રિલાયંસે ૧૭ ફેબ્રુઆરીએ જ આ પ્રોડક્શન રોકવાનો નિર્ણય લીધો છે. આ વિષે પાકિસ્તાન ક્રિકેટ કંટ્રોલ બોર્ડને જાણ કરી દેવાઈ છે. આઈએમજી-રિલાયંસનું માનવું છે કે પુલવામામાં જે હુમલો થયો છે તેને ધ્યાનમાં રાખીને પાકિસ્તાનમાં અમે કોઇ કામગીરી ન કરી શકીએ…