સોગંધ મુજે ઇસ મીટ્ટી કી, મેં દેશ નહિ મીટને દુંગા, મેં દેશ નહીં રુકને દુંગા

    ૨૬-ફેબ્રુઆરી-૨૦૧૯

 

સર્જિકલ સ્ટ્રાઈક ૨ પછી વડાપ્રધાનનું પહેલું વક્તવ્ય આવ્યું છે…

 
આજે સર્જિકલ સ્ટ્રાઈક પછી નરેન્દ્ર મોદી રાજસ્થાનના ચુરુમાં એક વિશાળ જનસભામાં પહોંચ્યા હતા. સર્જિકલ સ્ટ્રાઈક પછી પહેલીવાર વડાપ્રધાન જાહેરમાં કંઈક બોલવાના હતા. બધાની નજર તેમના પર હતી. નરેન્દ્ર મોદી સર્જિકલ સ્ટ્રાઈક પર શું બોલશે તેના પર સૌનું ધ્યાન હતુ…તો શું કહ્યું મોદીએ વાંચો
 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત માતા કી જયના નારા સાથે પોતાનું વક્તવ્ય શરું કર્યું અને કહ્યું કે આજે આપનો મિજાસ કંઈક અલગ જ છે.
 
આજે પરાક્રમી વીરોને યાદ કરી શિશ તેમના ચરણે જુકાવી નમન કરવાનો સમય છે.
 
હું દેશને વિશ્વાસ અપાવું છું કે દેશ સુરક્ષિત હાથોમાં છે.
 
૨૦૧૪માં મેં જે વિજયનો શંખનાદ આપ્યો હતો તે આજે ફરી યાદ કરવા માગુ છું
 
“સોગંધ મુજે ઇસ મીટ્ટી કી, મેં દેશ નહિ મીટને દુંગા, મેં દેશ નહીં રુકને દુંગા, મેં દેશ નહીં ઝુકને દુંગા, મેરા વચન હૈ ભારતમા કો, તેરા શિશ નહી ઝુકને દુંગા, જાગ રહા હૈ દેશ મેરા હર ભારતવાસી જીતેગા, સોંગધ મુજે ઇસ મીટ્ટી કે મેં દેશ નહીં મીટને દુંગા…
 
ન ભટકેગેં…ન અટકેગેં…કુછ ભી હો, હમ દેશ નહી મીટને દેગેં…
 
આજના આ મહત્વના દિવસે દેશની સેવા કરનારા સેવકોને આ પ્રધાનસેવકના નમન
 
આઝાદીના ૭૦ વર્ષ પછી રાષ્ટ્રસેવામામ ખપી ગયેલા આપણા શહીદ જવાનોવી યાદમાં તેમને નેશનલ વોર મેમોરિયલ અર્પણ
 
આ સરકાર ૩૫૦૦૦ કરોડ રૂપિયા વન રેંક વન પેન્સનની યોજના હેઠળ આપણા ફૌજી પરિવારને અત્યાર સુધી વિતરીત કરી ચૂકી છે
 
ખુદ સે બડા દલ ઔર દલ સે બડા દેશની ભાવ્ના સાથે અમે કામ કરી રહ્યા છીએ
 
જય જવાન, જય કિશાન, જય વિજ્ઞાનની ભાવના સાથે અમે આગળ વધી રહ્યા છીએ
 
ખેડુતો માટે અમે સૌથી મોટી યોજના લઈને આવ્યા છીએ જેનો પહેલો હપ્તો ખેડુતોના બેંક ખાતામાં પહોંચી ગયો છે.
 
દેશના ૧૨ કરોડ કરતા વધારે ખેડુતોને આ યોજનાનો લાભ મળવાનો છે, ૭.૫૦ લાખ કરોડ રૂપિયા ખેડુતોના ખાતામાં જમા થશે.
 
દેશના ગરેબ લોકોના કલ્યાણ માટે પણ આ સરકાર કામ કરી રહી છે. આયુષ્યમાન ભારત યોજના હેઠળ દર વર્ષે ૫ લાખ સુધીનો ઇલાજ થઈ શકશે.
 
દેશના ૫૦ કરોડ લોકોને આ યોજનાનો લાભ મળશે અને ૧૩ લાખ લોકો આ યોજનાનો લાભ લઈ ચુક્યા છે.
 
આ સરકારે ચાર વર્ષમાં ૧.૫૦ કરોડ મકાનો બનાવ્યા છે. મધ્યમવર્ગને મકાન મળી રહે માટે હોમ લોનના વ્યાજ દર આ સરકારે ઘટાડ્યો છે.
 
GST નો દર પણ અમે ઘટાડ્યો છે.
 
અમારી દરકાર આટલું કામ કરી શકી તેની પાછળ તમારા એક મતની તાકાત છે, જેના દમ પર દિલ્લીમાં મજબૂત સરકાર બની છે.
 
હું તમારો આભારી છું…ભારત માતા કી જય…..