શું ખરેખર આપણા વિંગ કમાન્ડર અભિનંદનને પાકિસ્તાને અરેસ્ટ કર્યો છે?

    ૨૭-ફેબ્રુઆરી-૨૦૧૯

 
પાકિસ્તાને દાવો કર્યો છે કે તેણે આપણા એક વિંગ કમાન્ડરને પકડી લીધો છે. તેનું નામ છે અભિનંદન વર્ધમાન અને સર્વિસ નંબર છે ૨૭૯૮૧.
 
આ સંદર્ભનો એક વિડીયો પણ પાકિસ્તાને જાહેર કર્યો છે જેમાં તેઓ જેને અભિનંદન ગણાવે છે તે ખૂદ પોતાનો પરિચય આપે છે.
 
 
 
 
પાકિસ્તાનના આ દાવા પછી ભારત સરકારના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે પણ જણાવ્યું છે કે આપણું એક મિગ-૨૧ ક્રેશ થયું છે. એક પાયલોટ પણ ગાયબ છે. પાકિસ્તાને દાવો કર્યો છે કે આપણો એક પાયલોટને તેમને અરેસ્ટ કર્યો છે, અમે આ દાવાની તપાસ કરી રહ્યા છીએ. એટલે કે રવીશકુમારે એ જણાવ્યું નથી કે આ પયલોટ આપણો છે કે નહી. ગુમ થયેલા પાયલોટનું નામ પણ જણાવ્યું નથી.
 

 
 
સોશિયમ મીડિયા પર પણ આ દાવાઓ પણ તપાસ થવા લાગી છે. એક વેબસાઈટ છે ભારત રક્ષક ડોટ કોમ. અહીં વિન્ડ કમાન્ડર અભિનંદનની માહીતી મળે છે. પણ આ વેબસાઈટ આપણી આર્મીની નથી. ઓફિસિયલી પણ નથી. પણ ઘણી માહીતી મળી રહે છે.
 
 
 
આવામાં એક જુનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં આપણે અભિનંદનને વાતો કરતા જોઇ શકીએ છીએ. ચહેરો પણ પાકિસ્તાનમાં પકડાયેલા વ્યક્તિ સાથે મળતો આવે છે. માટે અહિં પણ એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પાકિસ્તાને જે વ્યક્તિને પક્ડ્યો છે તે અભિનંદન જ છે.
 

 
 
આ ઉપરાંત એક ગ્રુપ ફોટો પણ સિશિયલ મીડિયામામ વાઈરલ થયો છે. જેમાં દાવો કરાયો છે કે આ તસવીરમાં જે મૂછવાળા વ્યક્તિ છે તે જ વિંગ કમાન્ડર અભિનંદન છે
 
જોકે ઓન રેકોર્ડ ભારત તરફથી એક કહેવામાં નથી આવ્યું કે પાકિસ્તાનનો આ દાવો સાચો છે કે ખોટો. માટે સોશિયલ મીડિયા પર વધારે ભરોસો કરવા એવો નથી. આપણે આધાર ઓથેન્ટીક વાતો પર જ કરવો જોઇએ. હા એ વાત સાચી છે કે અહી વાઈરલ થયેલી તસવીરમાં ચહેરો મળતો આવે છે. પણ આપણે આશા રાખીએ કે પાકિસ્તાનનો દાવો ખોટો પડે.