અભિનંદનની જેમ પાકિસ્તાનમાં પકડાયેલા ભારતીય પાયલોટ નચિકેતાની વાત…

    ૨૮-ફેબ્રુઆરી-૨૦૧૯   

પાકિસ્તાનના કેદમાંથી છુટીને આવેલ એક બહાદૂર પાયલોટની કહાની

 
ફાઇટર પાયલટ કે નચિકેતાને પાકિસ્તાન વધારે સમય બંદી ન બનાવી શક્યુ એમ અભિનંદનને પણ પાકિસ્તાન વધારે સમય બંધી નહી અબનાવી શકે. આખું હિન્દુસ્તાન આ બહાદૂર જવાન સાથે છે….
 
પુલવામા હુમલા પછી ભારત પાકિસ્તાનની સરહદો તણાવથી ગ્રસ્ત છે. લાઈન ઓફ કન્ટ્રોલનું ઉલ્લઘન થયાના સમાચાર આવ્યા છે ત્યારે ભારતનો એક પાયલોટ લાપતા છે. પાકિસ્તાનનો દાવો છે કે તે ભારતીય પાયલોટ અમારી પાસે છે. પાકિસ્તાન આર્મીએ તે પાયલોટના ફોટા અને વીડિયો પણ જાહેર કર્યા છે. દુઃખની વાત એ છે કે પાકિસ્તાને યુદ્ધકેદીના અધિકારોનું ઉલ્લંઘન કરી પાયલોટના ફોટા-વીડિયો વાઈરલ કર્યા છે.
 
આ તરફ ભારત સરકારે શક્ય હોય એટલા પ્રયાસો શરૂ કરી દીધા છે. ભારતીય વીંગ કમાન્ડર અભિનંદનને જિનેવા કન્વેન્શન અનુસાર પાકિસ્તાન વધારે સમય ન રાખી શકે અને તેની સુરક્ષાની જવાબદારી પણ પાકિસ્તાનની રહે છે
 

ફાઇટર પાયલટ કે નચિકેતા

 
અહિં યાદ ફાઇટર પાયલટ કે નચિકેતાને કરવા પડે. ૧૯૯૯માં કારગિલ યુદ્ધ સમયે ફાઇટર પાયલટ કે નચિકેતાને પાકિસ્તાને બંદી બનાવ્યા હતા અને આતંરરાષ્ટ્રીય દબાણને વસ થઈને તેમને છોડવા પણ પડ્યા હતા.
કારગિલનું યુદ્ધ તો તમને યાદ જ હશેને! જો આ યુદ્ધને ભૌગોલિક રીતે જોઇએ તો ભારતીય સૈનિકો માટે આ યુદ્ધ પડકારજનક હતું. દુશ્મનો ઊંચાઈ પર હતા અને આપણા સૈનિકો નીચાણવાળા વિસ્તારમાં હતા. આથી તે સમયે ભારતીય સેના પાસે વાયુસેનાનો ઉપયોગ કરવા સિવાય બીજો કોર વિકલ્પ ન હતો. અને થયું પણ એવું જ…
 

 સ્ક્વોડ્રન લીડર અજય આહૂજા
 

ઓપરેશન સફેદ સાગર

 
ભારતીય વાયુસેનાએ ઊંચાઈ પર બનેલી ભારતીય ચોકીમાં ધુસી ગયેલા આતંકીઓને ભગાડવા એક ઓપસેશન શરૂ કર્યું. આ ઓપરેશનનું નામ રાખવામાં આવ્યું “ઓપરેશન સફેદ સાગર.” ઓપરેશનની એક જવાબદારી સ્ક્વોડ્રન લીડર અજય આહૂજાને સોંપવામા આવી. બાલ્ટિક સેક્ટરમાં આવેલી ૧૭૦૦૦ ફૂટમ ઊંચી ટેકરી પર કબ્જો જમાવીને બેઠેલા આતંકીઓ પર તેમને હુમલો કરવાનો હતો.
 

 ફાઇટર પાયલટ કે નચિકેતા
 
 
આ માટે સ્ક્વોડ્રન લીડર અજય આહૂજાએ ૨૭ મે ૧૯૯૯ના રોજ મિગ – ૨૧ સાથે ઉડાન ભરી. તેમની સાથે તેમની ટીમમાં હતા ફ્લાઈટ લેફ્ટિનેન્ટ કમબમપતિ નચિકેતા. ૨૬ વર્ષના આ યુવાને પણ મિગ- ૨૭ ફાઈટર પ્લેન સાથે ઉડાન ભરી. સવારના ૧૧ વાગ્યા હશે. લીડર આહૂજાના નેતૃત્વમાં આપણા ફાઈટર વિમાનો દુશ્મનો પર બોમ્બનો વરસાદ કરી રહ્યા હતા.
ટીમ આહૂજાને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે લાઈન ઓફ કન્ટ્રોલ વટાવવાની નથી. મહત્વની વાત એ છે કે જ્યાં આ બહાદૂરો લડાઈ લડી રહ્યા હતા એ બાલ્ટિક વિસ્તાર એકદમ સરહદી વિસ્તાર છે. માટે બધું જ યોજના મૂજબ, ધ્યાનપૂર્વક મિશન આગળ વધી રહ્યું હતું. આવામાં એક ખરાબ સમાચાર મળ્યા. ફ્લાઈટ લેફ્ટિનેન્ટ નચિકેતાના મિગ-૨૭ વિમાનની સ્પીડ અચાનક ઘટવા લાગી. તેમના વિમાનની સ્પીડ પ્રતિકલાક ૪૫૦ કિલોમીટરથી પણ ઓછી થઈ ગઈ. નચિકેતાને ખબર પડી ગઈ કે આ ખતરારૂપ છે. આથી તેની પાસે વિમાનને છોડી તેમાથી બહાર નિકળાવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો. આથી તરત તેણે સ્ક્વોડ્રન લીડર અજય આહૂજાને જાણ કરી અને વિમાનમાંથી છલાગ લાગાવી દીધી.
 
સ્ક્વોડ્રન લીડર અજય આહૂજાને આ વાતની જાણ થઈ એટલે તેમણે નચિકેતાને બચાવવાનો પ્રયાસ કર્યો. તે ઇચ્છેત તો તરત પાછા ફરી શકેત. પણ તેમણે એવું ન કર્યું. તેમણે પોતાના વિમાનને વધુ નીચે ઉતાર્યુ અને નચિકેતાનું લોકેશન મેળવવાનો પ્રયત્ન કર્યો. લોકેશન મેળવવામાં તેમનું વિમાન દુશ્મનોની રેંજમાં આવી ગયું અને દુશ્મનોની એક મિશાઈલ તેમના વિમાનના પાછલા ભાગમાં ટકારાઈ. જો કે સ્ક્વોડ્રન લીડર અજય આહૂજા સહી સલામત જમીન સુધી પહોંચી ગયા પણ તે વિસ્તાર દુશ્મનોનો હતો. દુશ્મનોએ તેમને ખૂબ યાતનાઓ આપી. પણ તેમણે કોઈ માહીતી ન આપી અંતે પાકિસ્તાની સેનાએ તેમને ગોળી મારી દીધી. આ વાતની ખબર ત્યારે પડી જ્યારે તેમનું પોસ્ટમોર્ડમ કરવામાં આવ્યું. તેમા કહેવાયું કે સ્ક્વોડ્રન લીડર અજય આહૂજાને ખૂબ નજીકથી એટલે કે પોઈન્ટ બ્લેંક રેંજથી ગોળી મારવામાં આવી છે.
 
બીજી બાજુ નચિકેતા પણ દુશ્મનોના વિસ્તારમાં જ હતા. તેમને અંદાજો આવી ગયો હતો કે તે દુશ્મનના વિસ્તારમાં છે. તે સમયે તેમની પાસે એક પિસ્ટલ હતી. સામે પાકિસ્તાની આર્મી હતી. સામ સામે થોડી વાર ફાઈરીંગ થયું પણ પાકિસ્તાની સેના નચિકેતાને જીવિત પકડવા માંગતી હતી અને થયુ પણ એવું જ. નચિકેતાને બંદી બનાવવામાં આવ્યા.
 

 પાકિસ્તાનની આર્મીના કૈસર તુફૈલ
 
પછી શરૂ થયો યાતનાઓનો દોર. માહિતી મેળવાવા નચિકેતા પર ખૂબ અત્યાચારો થયા. ટોર્ચરની બધી જ હદ વટાવવામાં આવી. પણ ત્યારે એવું કહેવાય છે કે પાકિસ્તાનની આર્મીના કૈસર તુફૈલ નામના અધિકારીએ નચિકેતાની ખૂબ મદદ કરી. નચિકેતાને તેઓ પાકિસ્તાની આર્મીથી છોડાવી એક અલગ રૂમમાં લઈ ગયા. સારી રીતે વાત કરી. શાકાહારી નાસ્તાની વ્યવસ્થા કરી. અને એક સૈનિક જેવું સમ્માન આપ્યું. પછી નચિકેતાને રાવલપીંડીની જેલમાં બંધ કરી દેવામાં આવ્યા.
 
આ વાત ભારત સુધી પહોંચી. ભારતીય મીડિયા અને આતંરરાષ્ટ્રીય મીડિયામાં આ વાત આગની જેમ ફેલાઈ ગઈ. યુદ્ધ કેદીના અધિકાર અને જેનેવા કન્વેન્સનની વાતો થવા લાગી. આ નિયમો પ્રમાણે યુદ્ધકેદીને કોઇ પણ દેશ નુકશાન પહોંચાડી ન શકે અને વધારે સમય તેને બંદી પણ ન બનાવી શકાય. ભારતે આ વાત આતંરરાષ્ટ્રીય સ્તરે ઉઠાવી અને પાકિસ્તાન પર એક દબાણ ઉભું થયું. અંતે પાકિસ્તાની સરકારે નચિકેતાને ભારતને સોંપવાનો નિર્ણય લીધો અને ૪ જૂન ૧૯૯૯ના રોજ પાકિસ્તાને આપણા આ બહાદૂર પાયલોટને ભારતને સોંપી દીધો. તાત્કાલીન રાષ્ટ્રપતિ કે આર નારાયણન અને પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ જોરદાર રીતે તેમનું સ્વાગત કર્યુ.
 

 
 
ભારતમાં આવ્યા પછી નચિકેતાએ કહ્યું કે તેમની સાથે ખુબ જ ખરાબ વ્યવહાર કરવામાં આવતો હતો માર પણ મારવામાં આવતો હતો. અંતે કારગિલ યુદ્ધ 26 જુલાઇ 1999એ સમાપ્ત થયું અને ફ્લાઈટ લેફ્ટીનન્ટ નચિકેતાને આ બહાદૂરી દાખવા બદલ વાયુસેના મેડલથી નવાજવામાં આવ્યા.
 
ફ્લાઈટ લેફ્ટીનન્ટ નચિકેતાની સુખદ વાપસી થઈ હતી અને વીંગ કમાન્ડર અભિનંદનની વાપસી પણ ખૂબ ઝડપથી થસે. પાકિસ્તાને ઇચ્છે તો પણ આપણા આ બહાદૂર પાયલોટને રાખી શકે તેમ નથી. આથી અભિનંદનને એવું કહી શકાય કે ચિંતા નહી ભારત આખું તમારી સાથે છે.