ઇમરાન ખાન : પાકિસ્તાની રાજકારણનો ચિલાચાલુ રાજનેતા

    ૦૨-માર્ચ-૨૦૧૯   

 
 
# જ્યારે હું ભારતીય બોલરો સામે બલ્લેબાજી કરી રન લઉં છું ત્યારે મારા મનમાં કાશ્મીરની આઝાદીનો વિચાર જ હોય છે
ઇમરાન ખાને Warrior Race નામના પુસ્તકમાં ગર્વ સાથે લખ્યું છે કે સોમનાથ મારા પૂર્વજોએ તોડ્યું હતું
 
# ઇમરાન ખાને નવાજ શરીફ પર નિશાન સાધતાં કહેલું કે, ‘નવાઝ શરીફને જવાબ આપતાં નથી આવડતું.’ ‘હું એક દિવસ મોદીને જવાબ આપીશ.
 
# આ છે પાક.ના ખાલી થઈ ગયેલા ખજાનાનો અય્યાશી ચોકીદાર.
 
# ચુનાવ સભાઓમાં સૂત્ર પોકાર્યું હતું. ‘મોદી કા જો યાર હૈ, દેશ કા ગદ્દાર હૈ, ગદ્દાર હૈ.’ તેણે ભારત વિરોધને ચૂંટણીનો મુદ્દો બનાવી દીધેલો.
 
 
૫ ઑક્ટોબર, ૧૯૫૨માં લાહોરમાં જન્મેલો અને વર્તમાનમાં પાકિસ્તાનનો પ્રાઇમ મિનિસ્ટર ઇમરાન ખાન નિયાઝી આજકાલ ખૂબ ચર્ચામાં છે.
 
ઇંગ્લેન્ડની ઓક્સફર્ડ યુનિવર્સિટીનો ફિલોસોફી, રાજનીતિ અને અર્થશાસ્ત્રનો સ્નાતક અને વિદેશની સંસ્કૃતિમાં ઉછરેલો આ હેન્ડસમ ખ્યાતિપ્રાપ્ત ક્રિકેટર પ્રથમ નજરે આપણને પ્રગતિશીલ વિચારોવાળો, ઉદારમતવાદી અને નવી સમાજરચનાનો મતાગ્રહી દેખાશે. ૧૯૭૧થી ૧૯૯૨ સુધી ક્રિકેટ જગતમાં ડંકો વગાડનાર આ તેજતર્રાર યુવકે ૧૯૯૨માં ક્રિકેટમાંથી સંન્યાસ લીધો. તે પછી તેણે કરેલા કેટલાંક સેવાકાર્યો જરૂર આપણને ગમે તેવાં છે. જેમ કે તેણે પોતાની માતાના નામે લાહોરમાં ‘શૌકતખાનમ્ મેમોરિયલ કેન્સર હૉસ્પિટલ’ અને કેન્સર સંશોધન કેન્દ્ર બનાવ્યાં. ખાને યુનિસેફ માટે બાંગ્લાદેશ, પાકિસ્તાન, શ્રીલંકા અને થાઈલેન્ડમાં આરોગ્ય અને ટીકાકરણના કાર્યક્રમને ઉત્તેજન આપ્યું. ૨૦૦૮માં નમલ કૉલેજ નામનું ટેક્નિકલ મહાવિદ્યાલય મિયાંવાલી ખાતે ઊભું કર્યું. કરાંચીમાં એક વધુ કેન્સર હૉસ્પિટલ પણ બનાવી. ઇમરાનનો આ ચહેરો આપણને ગમે તેવો છે, પણ તેના ચહેરાની બીજી બાજુ ખૂબ ગંદી અને નિરાશાજનક છે.
 
૧૯૭૦થી ૧૯૮૦ના દાયકામાં ઇમરાનનું જીવન રોમાન્સથી ભરપૂર હતું. લંડનમાં યોજાતી રંગીન નાઈટ ક્લબોની પાર્ટીઓમાં ઇમરાન હંમેશા મશગૂલ રહેતો. ગૉર્ડન વ્હાઈટ અને સીતા વ્હાઈટ સાથે તેનો રોમાન્સ જગજાહેર છે. એવું પણ કહેવાય છે કે ખાન એક નાજાયજ બેટીનો પિતા પણ છે. ૧૯૯૫માં તેણે જેમીમા ગોલ્ડસ્મિથ સાથે શાદી કરી અને માત્ર ૮ વર્ષ બાદ તેને તલાક પણ આપી દીધી. તે બાદ તેણે બ્રિટિશ-પાકિસ્તાની પત્રકાર રેહમ ખાન સાથે બીજી શાદી કરી, પણ થોડાક જ મહિનામાં બન્ને છૂટા પડી ગયા. ૨૦૧૮માં ખાને ત્રીજી શાદી પોતાની અધ્યાત્મિક માર્ગદર્શિકા બુશરા માનેક સાથે કરી.
અહીં સુધી તો બધું ઠીક છે. પણ તેનો અસલી ચહેરો ૧૯૯૬ બાદ દેખાયો, જ્યારે તેણે ‘પાકિસ્તાન તહેરીકે ઇન્સાફ’ નામની રાજનૈતિક પાર્ટી શરૂ કરી. હકીકતમાં તેની પાસે કોઈ સ્વતંત્ર રાજકીય દર્શન ન હતું. પાકિસ્તાન માટે કશુંક કરવું તેવા રોમેન્ટિક ખ્યાલો સાથે તે રાજકારણમાં પ્રવેશ્યો.
 
ઇમરાન ખાને તેની આત્મકથા All Round View'માં હિંમતપૂર્વક પાકિસ્તાની નિવૃત્ત મિલિટરી અફસરોનાં ખરાં મહોરાં અને તેમની ગંદી હરકતોને ખુલ્લી પાડતી વિગતો લખી છે. તેણે All Round View'ના એક પ્રકરણમાં લખ્યું છે કે, ‘મને લાગે છે કે મારો દેશ રાજકીય દૃષ્ટિએ ટુકડે ટુકડા થવા તરફ આગળ વધી રહ્યો છે.’
 
આમ ઇમરાન ખાનની રાજનીતિનો પ્રારંભ સ્વપ્નદર્શી ખયાલોથી થયો. તેણે રાજનીતિમાં પ્રવેશ કરતી વખતે New Pakistanનું સૂત્ર આપ્યું. પરંતુ વાસ્તવિક ધરતી પર તેનો ભાંડો ફૂટી ગયો. ઇંગ્લેન્ડના ગાર્ડિયન અખબારે ખાનને એક ‘દયનીય રાજનેતા’ના રૂપમાં બિરદાવ્યો હતો. તેની વારેવારે વિચલિત થતી રાજનીતિના સંદર્ભમાં આ અખબારે લખ્યું હતું કે, ‘એક દિવસ તે લોકતંત્રનો ઉપદેશ આપે છે અને બીજા જ દિવસે તે પ્રતિક્રિયાવાદી મુલ્લાને વોટ આપે છે.’ પાકિસ્તાની કટાર લેખક અમીર ઝિયાએ પીટીઆઈ કરાચીના એક નેતાને એવું કહેતાં ટાંક્યા હતા કે, ‘અમારા માટે પણ મુશ્કેલી છે કે અસલી ઇમરાન ખાન કયો છે ? જ્યારે તે પાકિસ્તાનમાં હોય છે ત્યારે સલવાર-કમીઝ પહેરે છે અને દેશી ઉપદેશ અને મઝહબી બાબતોની વાતો કરે છે. પણ તે બ્રિટન અને પશ્ર્ચિમી દેશોમાં અન્ય જાતિના લોકો સાથે ખભા મિલાવતી વખતે પૂરેપૂરો બદલાઈ ગયેલો દેખાય છે.’
 
સાચે જ પાકિસ્તાનની પરિસ્થિતિ વિચિત્ર છે. પાકિસ્તાન ૧૯૪૭માં આઝાદ થયું પણ તેનું બંધારણ બન્યું ૧૯૫૬માં. આ દેશને પોતાનું બંધારણ બનાવતાં ૯ વર્ષ લાગ્યાં. પાકિસ્તાન state without nation છે તે ફલિત થવા લાગ્યું. જ્યારે ભારત લોકશાહી રસ્તે પ્રગતિ કરી રહ્યું હતું ત્યારે પાકિસ્તાન લોકશાહીના માપદંડોમાં નાપાસ થતું દેખાતું હતું.
 
વૉશિંગ્ટનમાં ideas forumમાં બોલતાં જનરલ મુશર્રફે કહેલું કે, ‘પાકિસ્તાનનું વાતાવરણ લોકશાહીને અનુરૂપ નથી. અહીં લોકતંત્રને યોગ્ય માહોલમાં ઢાળવામાં આવ્યું નથી. પાકિસ્તાનના શાસનમાં મોટે ભાગે આર્મીએ જ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. લોકશાહી રીતે ચૂંટાયેલી સરકારોનું શાસન કુશાસન જ રહ્યું છે. આને કારણે આર્મીને ચંચુપાત કરવાની ફરજ પડે છે. પાકિસ્તાનમાં લોકો સેના અને સૈનિકોને પ્રેમ કરે છે અને તેમની પાસેથી વધુ આશાઓ રાખે છે. હું ૪૦ વર્ષ સુધી સેનાની સાથે રહ્યો છું.’ ‘મુશર્રફે આ ભાષણ ૨૦૧૬ના ઓક્ટોબરમાં ઉપરોક્ત સેમિનારમાં આપ્યું હતું.’
 
પાકિસ્તાનમાં આભાસી લોકતંત્ર રહ્યું છે. ૭૧ વર્ષના પાકિસ્તાનના કાર્યકાળમાં લોકો ૩૫ વર્ષ સરમુખત્યારશાહીમાં જીવ્યા. બાકીના સમયમાં ૧૩ સરકારો રચાઈ તેમાં ૨૨ વડાપ્રધાનો બન્યા. રાજનીતિમાં પ્રવેશ કર્યા બાદ તરત જ ઇમરાન ખાનને ખબર પડી ગઈ કે પાકિસ્તાનમાં આર્મી, મુલ્લા અને કટ્ટરવાદી સંગઠનોએ ઊભા કરેલા માહોલમાં ગોઠવાઈ જઈશું તો જ નેતાગીરી કરી શકીશું. આ ખ્યાલ તેના પર હાવી થઈ ગયો અને પોકળ રોમેન્ટિક ખ્યાલો સાથે રાજકારણમાં પ્રવેશેલો ખાન સહેલાઈથી પાકિસ્તાનની ચીલાચાલુ રાજનીતિનો શિકાર બની બહાર આવ્યો.
 
 

 સાધનાનો નવો અંક આવી ગયો છે.  લવાજમ માટે સંપર્ક કરો ૦૭૯ - ૨૬૫૭૮૩૦૭
 
ખાનનો પિંડ પહેલાં માનવતાવાદી હતો તેવું પણ માનવાની જરૂર નથી. હકીકતમાં તો તેનો પિંડ પાકિસ્તાની ચીલાચાલુ પિંડ જ છે. તેનાં થોડા ઉદાહરણો જોઈએ.
 
૧. જ્યારે ઇમરાન ખાન ક્રિકેટર હતો ત્યારે તેણે કહેલું કે, ‘જ્યારે હું ભારતીય બોલરો સામે બલ્લેબાજી કરી રન લઉં છું ત્યારે મારા મનમાં કાશ્મીરની આઝાદીનો વિચાર જ હોય છે.’
 
૨. ૧૯૯૯માં બેનઝીર અને ઝરદારીને સજા થઈ. તે સ્થિતિનો લાભ લઈ જનરલ મુશર્રફે લશ્કરી બળવો કરી શરીફને બરતરફ કર્યા. તે વખતે ઇમરાન ખાન મુશર્રફના ટેકેદાર બની બહાર આવ્યા હતા. ખાન લોકતંત્રનું ગળું ઘોંટનારના પક્ષે રહ્યા હતા.
 
૩. ઇમરાન ખાને ભારતીય મુસ્લિમોને ભારત વિરુદ્ધ ઉશ્કેરવાના પ્રયત્નો પણ કર્યા. તહરિકે ઇન્સાફ પાર્ટીના અધ્યક્ષે સોશ્યલ મીડિયા પર ભારત વિરુદ્ધ નફરત ફેલાવવા માટે ભારે પરીશ્રમ કર્યો. આ માટે ખાને IT ટીમ ઊભી કરી. સપ્ટે. ૨૦૧૭માં ઓછામાં ઓછી છ વખત ઇમરાનની ટીમે ભારત વિરુદ્ધ હેશટેગ ટ્વીટર Top-10માં પહેલા કે બીજા સ્થાન સુધી પહોંચાડી છે.
 
૪. ઇમરાન ખાને Warrior Race નામનું પુસ્તક ૧૯૯૩માં પ્રસિદ્ધ કર્યું છે. જેમાં ખાનનો અસલી કટ્ટર ચહેરો દેખાય છે. આ પુસ્તક લખવા તેણે મહિનાઓ સુધી સરહદ પર રખડીને યુદ્ધના લડવૈયા પઠાણો વિશે માહિતી ભેગી કરી હતી. આ પુસ્તકમાં ઇમરાન લખે છે કે ‘ગુજરાતના સોમનાથ મંદિર પર તેમના પૂર્વજોએ ચઢાઈ કરી સોમનાથના મંદિરનો ધ્વંસ કર્યો હતો.’ પાકિસ્તાનના કટ્ટર મુસ્લિમોની પ્રશંસા મેળવવા તેણે સોમનાથ મંદિરના ધ્વંસની વાતો બહુ અભિમાન સાથે લખી છે. આ પુસ્તકના પાના નંબર ૧૭થી ૨૦માં ઇમરાન લખે છે કે ‘મારા પિતા ઇબ્રાહિમ લોદીના પુત્ર નિયાઝ ખાનના વંશજ હતા. ૧૩મી સદીમાં મારા પૂર્વજોને ગઝનીની બહાર હાંકી કાઢ્યા હતા... મહંમદ ગઝનીએ ભારત પર આક્રમણ કરીને પેશાવર અને તેની આગળનો વિસ્તાર જીતી લીધો. ધર્મ પરિવર્તન કરાવીને લોકોને મુસલમાન બનાવવામાં આવ્યા. સોમનાથ પર આક્રમણ થયું તે વખતે મારી માતાના પૂર્વજોએ ઇતિહાસ રચ્યો. તેમણે જ સોમનાથ મંદિર પર ચઢાઈ કરવામાં આગેવાની લીધેલી.’ ઇમરાન ખાને આ બધી વાતો સહેજ પણ ખેદ વગર બહુ ગર્વપૂર્વક લખી છે. (વાચકોને જણાવવાનું કે ઉપરોક્ત વિગત ‘વિશ્ર્વ હિન્દુ સમાચાર’ના ‘ઑક્ટોબર - ૧૯૯૬’ના અંકમાં પણ છપાઈ હતી.)
 
૫. તા. ૨૯/૯/૨૦૧૬ના રોજ ભારતીય સેનાએ ઉરીમાં સર્જીકલ સ્ટ્રાઈક કરી. તે પછી પાકિસ્તાનના વિપક્ષના નેતા ઇમરાન ખાને નવાજ શરીફ પર નિશાન સાધતાં કહેલું કે, ‘નવાઝ શરીફને જવાબ આપતાં નથી આવડતું.’ ‘હું એક દિવસ મોદીને જવાબ આપીશ. શરીફને બતાવીશ કે આક્રમણનો જવાબ કેવી રીતે અપાય છે. મેં આજે નવાજ શરીફને સંદેશ આપ્યો છે. આવતી કાલે હું મોદીને સંદેશ આપીશ.’ (‘સંદેશ’ તા. ૧/૧૦/૧૬) શું પુલવામામાં બનેલી ઘટનાને ઇમરાન ખાનનો સંદેશો ગણવો ? પુલવામા ઘટના બાબતે પુરાવા માંગતા ઇમરાન ખાન સમક્ષ આ ઘટનાને પુરાવા તરીકે મૂકી શકાય ?
 
૬. ઇમરાન ખાન ૨૦૧૩માં પખ્તુન્વા પ્રાંતનો મુખ્યમંત્રી હતો. તે દરમિયાન ૭૨ કલાક સુધી હૅલિકોપ્ટર ઉડાડી પખ્તુનવા સરકારને ૨૧ કરોડ ‚પિયાનું નુકસાન કરવા બદલ પાકિસ્તાનના ભ્રષ્ટાચાર વિરોધી વિભાગે ઇમરાન ખાન પર સમન્સ કાઢ્યું છે. આ છે પાક.ના ખાલી થઈ ગયેલા ખજાનાનો અય્યાશી ચોકીદાર.
 
૭. પાકિસ્તાનની ૨૦૧૮ની ચૂંટણી વખતે ઇમરાને ચુનાવ સભાઓમાં સૂત્ર પોકાર્યું હતું. ‘મોદી કા જો યાર હૈ, દેશ કા ગદ્દાર હૈ, ગદ્દાર હૈ.’ તેણે ભારત વિરોધને ચૂંટણીનો મુદ્દો બનાવી દીધેલો.
 
૮. ઇમરાન ખાને ૨૦૧૮ની ચૂંટણી જીતવા તાલીબાનો સાથે ગઠબંધન કર્યું હતું. ખાન તાલીબાની નેતાઓના આશીર્વાદ અને મદદ મેળવી ચૂંટણી જીત્યા હતા અને સરકાર બનાવી હતી. પરિણામે તેમને ‘તાલીબાન ખાન’ એવું નામ અપાયું હતું. તેમણે જૂની તાલીબાની ન્યાય અદાલતોનું સમર્થન કર્યું અને સાથે સાથે ખતરનાક ઇશનિંદાના કાયદાઓનું પણ સમર્થન કર્યું. ખાને પાકિસ્તાનની મહિલાઓને મળતી સ્વતંત્રતાનો ખુલ્લેઆમ વિરોધ કરી કટ્ટરપંથીઓને ખુશ કરી દીધા. ખાને જાહેરમાં ઋયળશક્ષશતળની ટીકા કરતાં કહ્યું કે, ‘નારી સ્વાતંત્ર્ય તો પશ્ર્ચિમનો વિચાર છે. આ વિચાર માતૃત્વને નુકસાન કરે છે.’
 
૯. ચૂંટણી જીત્યા બાદ ઇમરાન ખાનની કેબિનેટમાં અડધા મંત્રીઓ મુશર્રફના શાસનમાં મંત્રી રહી ચૂક્યા હતા. હવે આવા પ્રધાનમંડળ વડે કયું પરિવર્તન ખાન લાવશે તેની ચર્ચા મીડિયા જગતમાં ચાલી હતી. મિન્હાઝ મરચન્ટે ટ્વિટ કરી લખ્યું હતું કે, ‘હવે સરકાર આર્મીના પ્રભાવ હેઠળ કામ કરશે તે નક્કી છે.’
 
૧૦. ૨૦૧૮માં પાકિસ્તાનમાં ચૂંટણી પતવાની સાથે જ આતંકી ઘટનાઓ શ‚ થઈ ગઈ હતી. પાકિસ્તાનના ગીલગીટ વિસ્તારમાં એક જ વિસ્તારની ૧૨ ક્ધયાશાળાઓને આતંકીઓએ ૩/૮/૧૮ના રોજ સળગાવી મૂકી હતી. આતંકીઓને ખરેખર ખાનની ચૂંટણી ફળી.
 
૧૧. ઇમરાનના મંત્રીઓ અને ત્રાસવાદી નેતાઓ જોડેજોડ ફરતા દેખાવા માંડ્યા. તા. ૨/૧૦/૧૮ના રોજ ‘દિવ્ય ભાસ્કર’ દૈનિકમાં એક ફોટો પ્રસિદ્ધ થયો હતો જેમાં ત્રાસવાદી નેતા હાફિઝ સઇદની બાજુમાં જ ઇમરાન ખાનની સરકારના ધાર્મિક બાબતોના મંત્રી નૂર-ઉલ-હક કાદરી ઇસ્લામાબાદના એક જાહેર કાર્યક્રમમાં જોડેજોડ મંચ ઉપર બેઠેલા દેખાયા હતા.
 
૧૨. ઇમરાન ખાને તા. ૨૬/૧૦/ ૨૦૧૮ના રોજ જેનું નામ UNની આતંકવાદીઓની યાદીમાં નોંધાયેલુ છે અને જે મુંબઈ બોંબ વિસ્ફોટોની ભયંકર ઘટનાનો સૂત્રધાર છે તે હાફિઝ સઇદના પક્ષ ઉપરથી પ્રતિબંધ ઉઠાવી લીધો. આતંકવાદને હવે ખુલ્લોદોર ઇમરાને આપી દીધો હતો.
 
લેખના અંતમાં ઇમરાન ખાનની પૂર્વ પત્ની રેહામ ખાને તાજેતરમાં ૧૯ ફેબ્રુઆરી, ૨૦૧૯ના રોજ કરેલાં વિધાનો ટાંકવાનું મન થાય છે. રેહામ ખાને કહ્યું કે, ‘ઇમરાન પાકિસ્તાની આર્મીની કઠપૂતળી બની ગયો છે. પુલવામાની આતંકી ઘટના બન્યા પછી શું નિવેદન આપવું તે બાબતે પાંચ દિવસ સુધી આર્મીની સૂચનાની રાહ જોઈ હતી.’ રેહામ ખાને કહ્યું, ‘ઇમરાન વિચારધારા સાથે સમાધાન કરી સત્તા પર આવ્યા છે. તેમની નીતિ છે એવું જરા પણ વિચારશો નહીં.’
 
પુલવામા હુમલાના પાંચ દિવસ બાદ ઇમરાન ખાનના પ્રધાનમંડળના મિનિસ્ટર શેખ રસીદે ભારતને ધમકી આપી કે, ‘જંગ થયો તો ભારતના મંદિરોમાં ઘંટનાદ નહીં થાય તે વિધાન અને ઇમરાન ખાને પ્રિન્સ સલમાનને સુવર્ણ જડિત ગન ભેટ આપી તે ઘટના તેમની યુદ્ધખોર વૃત્તિ (War Mentality) દર્શાવે છે.’
 
‘ઇમરાન ખાનને એક વધુ તક આપો’ એવું કહેનાર મહેબૂબા મુફ્તિ સહિત સૌ કોઈ હવે ઇમરાન ખાનના અસલી સ્વરૂપને ઓળખશે ખરા ?
 
***
(લેખકશ્રી ‘સાધના’ સાપ્તાહિકના ટ્રસ્ટી છે.)