એન્ટી સેટેલાઈટ મિસાઈલની આ વાતો તમે નહી જાણતા હોવ…

    ૨૭-માર્ચ-૨૦૧૯   

 
 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે દેશના નામે સંદેશ રજૂ કરી સ્વદેશી ટેક્નોલોજીથી તૈયાર થયેલી એન્ટી સેટેલાઈટ સિસ્ટમ રાષ્ટ્રને સમર્પિત કરી. A-SAT મિસાઈલ સ્વદેશી ટેકનીકથી બનેલી મિસાઈલ છે. તેની ટેલનોલોજી એક દમ આધૂનિક છે. જે અંતરીક્ષ જગતમાં ભારતની શક્તિ દર્શાવે છે. મહત્વની વાત એ છે કે આ આખી મિસાઈલ સ્વદેશી છે. તો આવો જાણીએ આ ભારતનું ગૌરવ વધારતી A-SAT મિસાઈલની કેટલીક અજાણી વાતો…
 
# આ અંતરીક્ષમાં ઉપયોગમાં લેવાતું એક શક્તિશાળી હથિયાર છે. દુશ્મન દેશ જો આપણી સૈન્ય ગતિવિધિ કે અન્ય પ્રકારની જાણવાની પોતાના સેટેલાઈટ દ્વારા મેળવાની કોશિશ કરતો હોય તો આપણી આ મિસાઈલ દ્વારા આપણે માત્ર ૩ મિનિટમાં દુશ્મન દેશનો સેટેલાઇટ અંતરીક્ષમાં જ તોડી શકીએ છીએ.
 
# વર્તમાનમાં આવી મિસાઈલ અમેરિકા, ચીન અને રશિયા પાસે જ છે. આજે આ મિસાઈલનું સફળ પરીક્ષણ કરી ભારત આ મિસાઈલ ધરાવતો ચોથો દેશ બની ગયો છે.
 
# અમેરિકાએ ૧૯૫૦માં સૌથી પહેલા આ પ્રકારનું હથિયાર બનાવ્યું હતું. ત્યાર પછી ૧૯૬૦માં રશિયાએ આ પ્રકારનું હથિયાર વિકશિત કર્યું. ૧૯૬૩માં અમેરિકાએ અંતરીક્ષમાં જમીનથી છોડાયેલા એક પરમાણું વિસ્ફોટનું પરીક્ષણ કર્યું. આ પરીક્ષણના કારણે રશિયા અને અમેરિકાના અનેક સેટેલાઈટને અંતરીક્ષમાં નુકશાન થયું. ત્યાર પછી “આઉટર સ્પેસ ટ્રીટી” એટલે કે આ સંદર્ભની એક આંતરરાષ્ટ્રીય સંધિ કરવામાં આવી અને જેમાં નક્કી કરવામાં આવ્યું કે હવેથી અંતરીક્ષમાં કોઇ પણ પ્રકારના વિસ્ફોટક હથિયારો તૈનાત નહી કરી શકાય.
 
# ભારત પછી હવે ઇઝરાયલ પણ આ મિસાઈલ તૈયાર કરવાના કામમાં વ્યસ્ત છે. DRDOના ડાયરેક્ટર જનરલ ડો. વી.કે. સારસ્વતએ ૨૦૧૦માં જણાવ્યું હતું કે અમારી પાસે આ પ્રકારની મિસાઈલ બનાવવા માટે જે સામગ્રી જોઇએ તે બધી જ સામગ્રી ઉપલબ્ધ છે.
 
# ઇઝરાયલની એરો-૩ અથવા હત્જ-૩ બેલેસ્ટિક મિસાઈલ છે. જેને કેટલાક વિષેશજ્ઞો માને છે કે તે એન્ટી સેટેલાઈટ મિસાઇલ તરીકે ઉપયોગ કરી શકે છે.
 
# અમેરિકાનું ૮૦ ટકાથી વધારે કોમ્યુનિકેશન અને નેવિગેશન સિસ્ટમ સેટેલાઈટ પર આધારિત છે. આના માધ્યમથી અમેરિકા આખી દુનિયા પર નજર રાખે છે. આ પ્રકારની મિસાઈલ બનાવવા પાછળનો હેતુ અંતરીક્ષના સેટેલાઈટની સુરક્ષાનો છે. જો કે આત્યાર સુધીમાં દુનિયામાં ક્યાંય પણ આ પ્રકારની મિસાઈલનો ઉપયોગ થયો નથી. હા કેટલાંક દેશોએ પોતાના બેકાર થઈ ગયેલા સેટેલાઈટને તોડી પડવા જરૂર આ મિસાઇલનો ઉપયોગ થયો છે. આવા દેશોમાં ચીન પણ સામેલ છે.