પોલીસ આવતા પોરબંદરમાં મધદરિયે માફિઓએ પોતાની જ બોટ ઉડાવી દીધી!

    ૨૭-માર્ચ-૨૦૧૯

 
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા ઘર્ષણ વચ્ચે ગુજરાત સહિત દેશની ચારેબાજુની સરહદો ઉપર ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, ત્યાં આજે વહેલી સવારે પોરબંદરમાં મધદરિયે ગુજરાત એટીએસ અને ડ્રગ માફિયાઓ વચ્ચે ઘર્ષણ થયું હોવાનો અહેવાલ મળી રહ્યા છે.
 
ગુજરાતના દરિયાઇ વિસ્તારમાંથી કરોડો રૂપિયાના ડ્રગ્સના કારોબારનો પર્દાફાશ થયો છે. પોરબંદર નજીક ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટ ગાર્ડની ટીમે 9 ડ્રગ્સ માફિયાઓને ઝડપી લીધા છે. એટીએસની ટીમે દરિયામાં શંકાસ્પદ પ્રવૃત્તિની બાતમીને આધારે કોસ્ટગાર્ડની મદદથી ઓપરેશન હાથ ધર્યું હતુ. સર્ચ ઓપરેશનમાં ગુજરાત એટીએસને મધદરિયે એક બોટમાં 9 ડ્રગ માફિયાઓ દેખાયા હતા. ત્યારબાદ મધદરિયે ગુજરાત એટીએસ અને ડ્રગ્સ માફિયાઓ વચ્ચે જોરદાર ઘર્ષણ થયું હતું. ગુજરાત ATSએ ડ્રગની હેરાફેરી કરતા 9 લોકોને પોલીસે ઝડપ્યા હતા. જોકે પોલીસ અને કોસ્ટગાર્ડની ટીમોએ ડ્રગ્સ ભરેલા જહાજને ઘેરી લેતા માફિયાઓએ વિસ્ફોટ કરીને જહાજને ઉડાવી દીધું હતું, ડ્રગ્સ માફિયાઓ અંદાજે 500 કરોડનું ડ્રગ્સ અને 100 કરોડનું હિરોઇન લઇને જતા હતા. તેવી ગુજરાત ATSને બાતમી મળી હતી. બાતમીના આધારે ગુજરાત એટીએસની ટીમ તાબડતોડ રીતે દરિયામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ વાતની ખબર પડતા માફિયાઓએ બ્લાસ્ટ કરીને જહાજને ઉડાવી દીધું છે. સુરક્ષા એજન્સીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે આ ડ્રગ્સ પાકિસ્તાનના ગવાદીયર પોર્ટ પરથી મોકલાયું હતું. પાકિસ્તાનના હમીદ મલિક નામના શખ્સે તેને મોકલ્યું હતું. ઝડપાયેલા તમામ નવ શખ્સ ઈરાની નાગરીકો છે. ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડ દ્વારા તેમની વધુ પૂછપરછ હાથ ધરાઇ છે, જેમાં મોટા ડ્રગ્સ માફિયાઓના નામ સામે આવે તેવી શક્યતા છે.