હિન્દુ સ્થાપત્યના આ મંદિરો જોશો તો મહેલ, મકબરા, મસ્જિદનું સ્થાપ્તય ભૂલી જશો!

    ૩૦-માર્ચ-૨૦૧૯   

 
 
મહેલ, મકબરા, મસ્જિદ, કબરનું સ્થાપ્તય તો આપણે ખૂબ જોયુ, આપણે તેના વખાણ પણ ખૂબ કરીએ છીએ. એની ભવ્યતા બધાને ગમે તેવી જ હોય છે પણ હિન્દુ સ્થાપત્ય પર લગભગ આપણી નજર ઓછી જાય છે. એનું કારણ છે કે હિન્દુ સ્થાપત્યો અને મંદિરો પર ખૂબ આક્રમણ થયા છે, મંદિરોને ખંડિત કરવામાં આવ્યા. મંદિરો તોડીને ભવ્ય મહેલો, કબરો બનાવવામાં આવી હોય તેવા અનેક દાખલા છે વળી આ ભાવ્ય મહેલ, મકબરા, મસ્જિદનું સ્થાપ્તય જોઇ આપણે ગદગદ પણ થઇ જઇએ. પણ આપણે ઇતિહાસના પાનામાં દડાયેલો ભૂતકાળ જોતા નથી. આપણને આપણા સ્થાપત્યો ખંડેર લાગે છે અને મહેલ, મકબરા, મસ્જિદ ભવ્ય લાગે છે. એમાં વાંક પણ આપણો નથી. આપણા પણ થયેલા આક્રમણને આપણે ભૂલી ગયા છીએ. માટે આ સ્વાભાવિક છે.
 
તમે તાજ મહેલની ભવ્યના વખાણ કર્યા જ હશે પણ ક્યારેય મધ્યપ્રદેશના મહેશ્વર મંદિરે ગયા છો? ન ગાયા હોવ તો એક્વાર જઈ આવજો. તાજમહેલ શું દેશ-વિદેશના મહેલ, મકબરા, મસ્જિદ, કબરનું સ્થાપ્તય તમે ભૂલી જશો. હિન્દુ સ્થાપત્યો અને મંદિરોનું જે રીતે નિર્માણ થયું છે તે ખરે ખર અચરજ પમાડે તેવું છે. એક એક સેન્ટીમિટરમા તમને નકશીકામ જોવા મળશે. જે મહેલ, મકબરા, મસ્જિદમાં નહી જોવા મળે. તેમાં માત્ર ભવ્યતા જોવા મળે પણ આહ્ પોકારી જવાય તેનું આર્ટિસ્ટીક નકશી કામ તો તમને આ મંદિરોમાં જ જોવા મળે. વિશ્વાસ નથી થયો? તમારા માટે અહી કેટલાંક હિંદુ મંદિરોના ફોટા રજૂ કર્યા છે. જુવો અને તમેજ નક્કી કરો?
 

 
 
કન્દારિયા મહાદેવ. ખજૂરાહોના મંદિરમાં સૌથી વિશાળ આ મંદિર એક શિવ મંદિર છે.
 

 
તમિલનાડુનું મહાબલિપુરમ મંદિરોનું શહેર છે. જેન મામલ્લાપુરમ પણ કહેવાય છે. અહીંના રથ જોવાજેવા છે.મહાભારતના પાંચ પાંડવોના રથ અહી પથ્થરમાંથી કોતરી બનાવવામાં આવ્યા છે
 

 
કોનાર્કનું સૂર્ય મંદિર ઓરિસ્સાના કોનાર્ક શહેરમાં આવેલું છે.
 

 
પરશુરામેશ્વર સાતમી સદીમાં બનેલું પ્રાચીન શિવ મંદિર છે, મંદિરના પટાંગણમાં સહસ્ત્ર લિંગ છે. જેમામ અસંખ્ય શિવલિંગ છે
 

 
મુક્તેશ્વર મંદિર ભુવનેશ્વરમાં આવેલું બે મંદિરોનું સમૂહ છે. પરમેશ્વર અને મુક્તેશ્વર એમ બે મંદિર છે
 

 
મીરા મંદિર રાજસ્થાનના ચિત્તોડગઢમાં આવેલું મંદિર છે.
 

 
મીનાક્ષી સુંદરેશ્વર મંદિર તમિલનાડુના મદૂરાઈ નગરમાં આવેલું ભવ્ય મંદિર છે. શિવ-પાર્વતીને સમર્પિત આ મંદિર તમે ફિલ્મામાં અનેકવાર જોયુ હશે
 

 
પંચલિંગેશ્વર મંદિર, કર્ણાટકમાં આવેલું આ મંદિર ૧૨૩૮નું સ્થાપત્ય છે.
 

 
ચેન્નાકેશવ મંદિર, કર્ણાટકના બેલૂરમાં આવેલું છે. મૂર્તિકલા માટે પ્રખ્યાત છે. વર્ષ ૧૧૧૭ માં બનેલું આ મંદિર મુસ્લિમો દ્વારા અનેકવાર લૂંટાયુ છે.૧૭૮ ફૂટ લાંબું અને ૧૫૬ ફૂટ પહોંળુ છે આ મંદિર

 
સૂર્યમંદિર, મોઢેરા , ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા પાટણ શહેરથી આશરે ૩૦ કિલોમીટર જેટલા અંતરે દક્ષિણ દિશામાં આવેલા મોઢેરા ગામ ખાતે આવેલું જગવિખ્યાત ભવ્ય પ્રાચીન સૂર્ય મંદિર સંકુલ છે
 

 
ઐરાવતેશ્વર મંદિર, ૧૨મી સદીનું આ મંદિર દ્રવિડ વસ્તુકલાના આધારે બનેલું હિંદુ મંદિર છે જે તમિલનાડુના કુંભકોણમમાં આવેલું છે
 

 
 
અક્ષરધામ એ દિલ્હીમાં આવેલું હિંદુ મંદિર છે. આ અક્ષરધામ ૧૦૦૦૦ વર્ષ જુની ભારતીય અને હિંદુ સંસ્કૃતિની ગરિમા, સુંદરતા, સાંસ્કૃતિક પરંપરા, અધ્યાત્મ અને શિલ્પ-સ્થાપત્યનું ઉત્તમ ઉદાહરણ છે. આ સ્વામીનારાયણ અક્ષરધામ ભારતીય પુરાતન શિલ્પ-સ્થાપત્ય, રીત-રીવાજો, કળા, આત્યંતિક મુલ્યો વગેરેની અનુભૂતિ કરાવે છે. મંદિરનાં પ્રેરણા સ્ત્રોત પ્રમુખ સ્વામી મહારાજ છે.૩,૦૦૦ સ્વયંસેવકો અને ૭,૦૦૦ કારીગરોએ ભેગા થઇને આ મંદિરનું નિર્માણ કર્યું છે

 
કકનમઠ મંદિર, મધ્યપ્રદેશના મુરૈના શહેરમાં આવેલું શિવમંદિર છે. જે ૧૧ મી સદીમાં રાજા કિર્તી રાજે બનાવ્યું હતું. આ મંદિર વિશે એવું કહેવય છે કે તેને ભૂતોએ એક રાતમાં બનાવ્યું હતું અને બનાવતા બનાવતા દિવસ ઉગી ગયો અને ભૂતો જતા રહ્યા, મંદિર આવું અધુરું રહી ગયું
 

 
કિરાડુ મંદિર રાજસથાન બાડમેર જિલ્લામાં આવેલું છે. પૌરાણિક કથાઓ મુજબ આ મંદિર ને એક શ્રાપિત મંદિર ગણવામાં આવે છે.આ મંદિર સુર્યાસ્ત બાદ એક વિરાન જગ્યા મા પરિવર્તિત થવા લાગે છે અને તેની ચારે બાજુ સુમસામ સન્નાટો છવાય જાય છે.ભારતનુ એક એવુ મંદિર કે જ્યા સાંજે જવા પર છે પ્રતિબંધ છે.
 

 
લેપાક્ષિ અનંદપુર, આંધ્રપ્રદેશ. અહીં વિજયનગર સામ્રાજ્યકાળમાં ભગવાન શિવ, વિષ્ણુ અને વીરભદ્રના અનેક મંદિર બાનાવ્યા હતા. આ નંદી મંદિર છે
 

 
મહેશ્વર મંદિર, મધ્યપ્રદેશ, નર્મદા નદીના કિનારે બનેલું આ શિવ મંદિર છે. મહેશ્વર શહેરમાં આવેલું આ મંદિર રાજા સહસ્ત્રાર્જુને બંધાવ્યું હતું, કેહેવાય છે કે તેણે રાવણને હરાવ્યો હતો.
 
તસવીર સૌજન્ય - ગૂગલ