ભારતે લીધેલા બદલાથી ખુશ આ રિક્ષાચાલક એક મહિના સુધી મુસાફરો પાસેથી ભાડું નહીં લે

    ૦૬-માર્ચ-૨૦૧૯
 
 
પુલવામામાં આતંકી હુમલાનો ભારતે આન, બાન અને શાનથી બદલો લીધો છે. આખો દેશ મોદી સરકાર અને ભારતીય વાયુસેનાથી ખુશ છે ત્યારે ચંદીગઢના એક ઓટો રિક્ષાચાલકે પોતાની પ્રતિજ્ઞા પૂરી કરવાનું એલાન કર્યું છે. પુલવામામાં શહીદ થયેલા જવાનોના દુ:ખમાં ઓટો રિક્ષાચાલક અનિલ કુમારે નક્કી કર્યું હતું કે જે દિવસે ભારત આ કાર્યવાહીનો બદલો લેશે ત્યારે તે એક મહિના સુધી મુસાફરોને મફત સવારી કરાવશે. હવે ભારતે મિરાજ ૨૦૦૦ વિમાનો થકી બોમ્બમારો કરાવીને જવાનોની શહાદતનો બદલો લીધો છે. ત્યારે અનિલે નક્કી કર્યું છે કે તે પોતાની પ્રતિજ્ઞા અનુસાર આજથી એક મહિના સુધી ઓટોમાં મુસાફરોને ફ્રી બેસાડશે.
એક ન્યૂઝ ચેનલના અહેવાલ પ્રમાણે અનિલ પોતે પંજાબના ફાજિલ્કા જિલ્લાના ફોવાલા ગામનો રહેવાસી છે. આ ગામ પાક સરહદથી ત્રણ જ કિલોમીટરના અંતરે આવેલું છે. પુલવામામાં હુમલા બાદ તેણે જે પ્રતિજ્ઞા લીધી હતી તેનું એક પોસ્ટર બનાવીને પોતાની રિક્ષા પર લગાડ્યું હતું.