ગુજરાતની એકદમ નજીક આવેલા મંદિરમાં થાય છે શિવના અંગૂઠાની પૂજા

    ૦૬-માર્ચ-૨૦૧૯
 
 
 
અચલગઢના પર્વતો પાસે આવેલા અચલેશ્ર્વર મંદિરમાં ભગવાન શિવના અંગૂઠાની પૂજા કરવામાં આવે છે. આ પહેલી એવી જગ્યા છે જ્યાં શંકર ભગવાનની પ્રતિમા કે શિવલિંગની પૂજા થવાને બદલે તેમના અંગૂઠાની પૂજા થાય છે. માઉન્ટ આબુથી લગભગ ૧૧ કિલોમીટરના અંતરે અચલગઢના પહાડો પર કિલ્લા પાસે આવેલા અચલેશ્ર્વર મંદિરને ચમત્કારોનું મંદિર કહેવાય છે. પૌરાણિક કથા અનુસાર એક વાર અર્બુદ નંદીવર્ધન હલવા લાગ્યો, જેથી હિમાલય પર તપસ્યા કરી રહેલા શિવજીના તપમાં ભંગ પડ્યો. આ પર્વત પર ભગવાન શિવના નંદી હતા. નંદીને બચાવવા માટે શંકર ભગવાને હિમાલયથી જ પોતાના અંગૂઠાને અર્બુદ પર્વત સુધી પહોંચાડ્યો અને પર્વતને સ્થિર કર્યો. આ જ કારણ છે કે ભગવાન શિવના અંગૂઠા પર આ પર્વત ટકેલો છે.