વિદેશી કંપની હિન્દુસ્તાન યૂનિલીવર લિમિટેડનો ટ્વીટર પણ બહિષ્કાર કેમ થઈ રહ્યો છે?

    ૦૭-માર્ચ-૨૦૧૯   

 

હિન્દુસ્તાન યૂનિલીવર લિમિટેડ શું સમજો છો આ દેશને અને કુંભને? 

 
હિન્દુસ્તાન યૂનિલીવર લિમિટેડ (HUL) નો વિરોધ આજે ટ્વીટર પર ટ્રેન્ડમાં છે. #BoycottHindustanUnilever નો ટ્રેન્ડ એટલો બધો છે કે બાબા રામદેવથી લઈને અનેક નામી લોકો આ હૈસટેગ પર પોતાની કોમેન્ટ કરી રહ્યા છે. અને હિન્દુસ્તાન યૂનિલીવર લિમિટેડનો બહિષ્કાર કરવાની વાત મૂકી રહ્યા છે. તમને થસે કે એવું તો શું થયું કે ટ્વીટર પર આ કંપનીનો વિરોધ થઈ રહ્યો છે!
 
તો થયું છે એવું કે ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં કુંભનો મેળો યોજાયો હતો જે વહે પૂર્ણ થઈ ગયો છે. આ મેળાને લઈને ભ્રામિત માન્યતા પર આ કંપનીએ એક વાહિયાત જાહેરાત બનાવી છે. હિન્દુસ્તાન યૂનિલીવર લિમિટેડને એક ચાની બ્રાંડ છે. હિન્દુસ્તાન યૂનિલીવર લિમિટેડ અનેક વસ્તુંઓ બનાવી વેચે છે તેમા તે ચા પણ વેચે છે. આ ચાનું નામ છે બ્રુક બોન્ડ રેડ લેબલ. હવે આ બ્રુક બેન્ડ રેડ લેબલની એક જાહેરાત આવી છે. વિવાદ આ જાહેરાત અને આ કંપનીએ કરીલી એક ટ્વીટ પર થયો છે. જેના કારણે ગુરૂવારથી આ વિજ્ઞાપનનો વિરોધ ટ્વીટર પર થવા લાગ્યો છે.
 

 
 

શું છે વિવાદ

 
વાત જાણે એમ છે કે કુંભના મેળાને લઇને બ્રૂક બોન્ડ રેડ લેબલએ એક જાહેરાત બનાવી છે જેમાં એક પિતા પૂત્રની વાત મૂકવામાં આવી છે. આ જાહેરાતમાં દર્શાવવામાં આવ્યું છે કે એક પુત્ર પોતાના પિતાને કુંભના મેળામાં લઈ જાય છે અને પિતાને ત્યાં જ છોડીને આવવાની કોશિશ કરે છે. થોડી વાર પછી પુત્રને તેની ભૂલ સમજાય છે અને પિતાને ઘરે લઈ જાય છે. જાહેરાત એવું કહેવા માંગે છે કે કુંભના મેળામાં લોકો પોતાના વૃદ્ધ પિતાને છોડી દેવા આવે છે. હવે લોકોને આ અપમાન જનક લાગે છે જેનો વિરોધ થઈ રહ્યો છે.
 
આ જાહેરાત બનાવી એ આ કંપનીની પહેલી ભૂલ. પણ તેને ટ્વીટર પર શેર કરતી વખતે હિન્દુસ્તાન યૂનિલીવર લિમિટેડે એક લાઈન પણ લખી. તેનાથી બીજો વિવાદ થઈ ગયો અને ટ્વીટર યુઝર્સ વધુ ગુસ્સે થયા. આ જાહેરાત ટ્વીટર પર પોસ્ટ કરતા હિન્દુસ્તાન યૂનિલીવર લિમિટેડ લખે છે કે
 
“ કુંભનો મેળો એ જગ્યા છે જ્યાં આપણે વૃદ્ધોને છોડી દઈએ છીએ. શું આ ખોટું નથી કે આપણે વૃદ્ધોનું ધ્યાન રાખી શકતા નથી? આવો હાથ આગળ વધારીએ”

હિન્દુસ્તાન યૂનિલીવર લિમિટેડ શું સમજો છો આ દેશને અને કુંભને?
 
ખૂબ ખોટી વાત છે. હિન્દુસ્તાન યૂનિલીવર લિમિટેડને કુંભના મેળા વિષે કોણ જણાવશે? લાગે છે કે તેને કુંભના મેળા વિષે કંઇ ખબર જ નથી. ભાઈ અહીં કોણ પોતાના માતા-પિતાને ગુમ કરવા આવે છે? કોઈ નહી. અહી તો લોકો ભારતની સંસ્કૃતિને પૂજવા, તેના નજીકથી દર્શન કરવા, તેને જાણવા આવે છે. કુંભના મેળાનું મહત્વ શું છે? તે આ કંપનીને ખબર જ નથી લાગતી. ખબર હોય તો આવી જાહેરાત તે ન બનાવેત. જોકે ભારતીય લોકોનો ટ્વીટર પર ગુસ્સો જોઇ આ કંપની ગંભરાઈ તો ગઈ છે. તેણે આ જાહેરાત તો નથી હટાવી પણ તેણે લખેલી વિરોધાજનક લાઈન જરૂર દૂર કરી દીધી છે. હવે કઈ લાઇન લખી? વાચો નીચેની જાહેરાતનું શીર્ષક.....અને જુવો પણ....
 
 
 
 
 
અહીં આ કંપનીએ લોકોના વિરોધથી પીછે હટ તો કરી છે કેમ કે આ સોશિયલ મીડિયાની શક્તિ તેને ખબર છે. અહીં ઘણું બધુ બોયકટ કરાય છે. અને યકિન માનો તેની અસર પણ પડે છે. વાત કપિલના શોની હોય કે સિદ્ધુના બોયકટની હોય કે સ્નેપડીલની હોય બોયકટ ટ્વીટર પર ટ્રેન્ડમાં હોય તો તે કપંનીનું આવી બને છે. જેમ હાલ હિન્દુસ્તાન યૂનિલીવર લિમિટેડનું આવી બન્યું છે….
 

ટ્વીટર પર લોકો શું પોસ્ટ કરી રહ્યા છે? વાંચો…

 
સૌથી પહેલા વિરોધ આવ્યો છે બાબા રામદેવનો. તેઓ કહે છે કે ઇસ્ટ ઇન્ડિયા કંપનીથી લઈને હિન્દુસ્તાન યૂનિલીવર લિમિટેડ સુધીની બધી વિદેશી કંપનીઓનો એક જ ઇરાદો છે કે આ દેશને આર્થિક અને વિચારની દ્રષ્ટિએ ગરીબ રાખવો. આપણે તેનો બહિષ્કાર કેમ નથી કરતા?