પ્રથમ તબક્કાની ચૂંટણીમાં ભાજપ તેનો ૨૦૧૪ જેવો પ્રભાવ જાળવી રાખશે! ૯૧ માંથી ૩૨ બેઠક પર ભાજપા જીત મેળવી શકે છે

    ૧૩-એપ્રિલ-૨૦૧૯

 
 
૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. આ પ્રથમ ચરણમાં ૯૧ લોકસભાની બેઠક પર મતદાન થયું હતું. આ ૯૧ બેઠકમાંથી ૨૦૧૪માં ભાજપના ફાળે ૩૨ બેઠકો આવી હતી. આ વખતે આ ૩૨ બેઠકો પરથી ભાજપ આન્ધ્ર અને તેલંગણામાં એક – બે બેઠક હારી શકે છે પણ તેલુગુ દેશમ પાર્ટી એનડીએમાંથી અલગ થતા તેને આહીં નુકશાન થતું દેખાઈ રહ્યું છે પણ ભાજપ તેની ૩૨ બેઠકો જાળવી રાખે તેવું એક ચિત્ર જરૂર ઉભું થયું છે. જુવો નીચે આપેલ નક્શો….
 
 
 
આ ઇન્ટરેક્ટિવ નકક્ષો 2019ના ગઠબંધન અનુસાર 2014ના વોટ શેયરનું વિવરણ આપે છે. જે મુજબ ભાજપ તેલંગાણાની સિકન્દરાબાદની બેઠક, આન્ધ્રપ્રદેશની વિશાખાપટ્ટનમ્ અને નરસાપુરમ્ બેઠકો તેમજ ઉત્તરપ્રદેશની બાગપત અને બિજનોરની બેઠક હારી શકે છે. જો કે ભાજપનું ત્રિપુરા, મણિપુર અને પશ્ચિમ બંગાળની બે બેઠકો પર જીતવાની શક્યતા દેખાય રહી છે. ત્રિપુરામાં ભાજપે વામ મોર્ચાની સરકારને હટાવી છે અને મણિપુરમાં પણ ભાજપની સરકાર છે, જેનો ફાયદો જરૂર અહી ભાજપને થશે અને એક બે વધુ બેઠક પર ભાજપને જીત મળી શકે છે.
 
પશ્ચિમ બંગાળની અલીપુર બેઠકમાં ભાજપાને ૨૦૧૪માં ૨૭.૪૧ ટકા મત મળ્યા હતા. જ્યારે વિજેતા તૃણમલને અહીં ૨૯.૫૮% મત મળ્યા હતા. આમ આ બેઠક પર હારજીતનું અંતર ખૂબ જ ઓછું રહ્યું હતું અને હાલમાં ભાજપને અહીં જે જનસમર્થન મળી રહ્યું છે, તે જોતાં ભાજપ અહીં જીતી જાયતો આશ્ચર્યની વાત નથી.
 
આ ઉપરાંત અહીની કૂચ બિહાર બેઠક જીતવા માટે પણ ભાજપે એડી ચોટીનું જોર લગાવી દીધુ છે. આ બન્ને બેઠકો બાંગ્લાદેશની સરહદ સાથે જોડાયેલી છે. અહીં તૃણમુલની મુસ્લિમ તૃષ્ટિકરણ નીતિઓ વિરુદ્ધ ભારે આક્રોશ છે. ભાજપે આ બેઠક પરથી તૃણમુલમાંથી આવેલ યુવા નેતા નિશિથ પ્રામાણિકને મેદાનમાં ઉતાર્યા છે. જે તૃણમુલને ભારે પડકાર આપી રહ્યા છે.
 
આ ઉપરાંત અરુણાચલ પ્રદેશની બન્ને બેઠકો અને મેઘાલયની એક બેઠક જીતવાની પણ ભાજપને આશા છે. ત્યારે 91 માંથી 32 બેઠકો પર પોતાનો 2014 વાળો જાદુ બરકરાર રહેવાની પૂરી શક્યતા છે.