World Cup 2019 ની ભારતીય ક્રિકેટ ટીમ જાહેર થઈ ગઈ છે

    ૧૫-એપ્રિલ-૨૦૧૯

 
 

World Cup 2019 Indian Cricket Team

 
 
આગામી ૩૦ મેં થી ઇગ્લેંડમાં ક્રિકેટનો વર્લ્ડ કપ શરૂ થવાનો છે. જેને ધ્યાનમાં રાખીને આજે ભારતીય ટીમના ૧૫ ખેલાડીઓના નામ જાહેર કરવામાં આવ્ય છે. ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં પહેલીવાર ભારતીય ટીમ વર્લ્ડ કપ રમાવાની છે.
 

આ રહ્યા એ ૧૫ નામો જે તમે જાણવા માગતા હતા…

 
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ-કેપ્ટન), શિખર ધવન, કેએલ રાહુલ, વિજય શંકર, મહેન્દ્ર સિંહ ધોની(વિકેટ કીપર), કેદાર જાધવ, દિનેશ કાર્તિક, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી,
 
અત્રે ઉલ્લેખનીય છે કે ૨૫ એપ્રિલ સુધીમાં દરેક ટીમે પોતાના ૧૫ ખેલાડીના નામ જાહેર કરવાના છે, ઓસ્ટ્રેલિયા આ નામો જાહેર કરી ચૂકી છે અને હવે ભારતે પણ પોતાના ૧૫ ખેલાડીઓના નામ જાહેર કરી દીધા છે.
 

ભારતીય ટીમની આ તારીખે આ ટીમ સાથે રમશે મેચ 

 
૫ જૂન – ભારત – સાઉથ આફ્રિકા
૯ જૂન – ભારત – ઓસ્ટ્રેલિયા
૧૩ જૂન – ભારત- ન્યુજીલેન્ડ
૧૬ જૂન – ભારત – પાકિસ્તાન
૨૨ જૂન – ભારત – અફગાનિસ્તાન
૨૭ જૂન – ભારત – વેસ્ટ ઇન્ડીઝ
૩૦ જૂન – ભારત - ઇગ્લેન્ડ
૦૨ જૂલાઈ – ભારત - બાંગ્લાદેશ
૬ જૂલાઈ – ભારત - શ્રીલંકા
 
વર્લ્ડ કપની ફાઈનલ ૧૪ જુલાઈના રોજ લોર્ડસમાં રમાશે