તમે એમ માનતા હો કે મારા એક મતથી શું થવાનું છે, તો આ વાંચી લો એક મતથી શુંનું શું થઈ ગયું છે

    ૧૯-એપ્રિલ-૨૦૧૯

 
 

માત્ર એક મતને કારણે...

૧૯૯૮માં યોજાયેલ ૧૨મી લોકસભાની ચૂંટણીનો દિવસ હતો. દિલ્હીના એક ચૂંટણી બુથ ઉપર લાગેલી કતારમાં એક મતદાતાને ઊભેલા જોઈ તમામ લોકો આશ્ર્ચર્યમાં પડી ગયા. એ મતદાતા હતા દેશના પ્રથમ નંબરના નાગરિક તત્કાલીન મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી કે. આર. નારાયણન્. તેઓ સામાન્ય મતદારની માફક જ કતારમાં મત આપવા ઊભા હતા. વળી તેઓશ્રી એકલા ન હતા, તેમની સાથે તેમનાં પુત્રી ચિત્રા પણ હતાં.
એક પત્રકારે અહોભાવપૂર્વક તેમને પ્રશ્ર્ન પૂછ્યો; તો તેના જવાબમાં તેમણે કહ્યું કે, "મત અતિ કીમતી છે. મતદાન દરેક નાગરિકનો ધર્મ છે. હું મારો નાગરિક ધર્મ નિભાવી રહ્યો છું.
પણ પ્રશ્ર્ન એ થાય છે કે મત કીમતી શા માટે છે ? મતની કિમત શું ? આ સમજવા માટે એક બીજા પ્રશ્ર્નને સમજવો જ‚રી છે કે જીત અને હાર વચ્ચેનું અંતર કેટલું ? તો જવાબ મળે છે કે જીત અને હાર વચ્ચેનું અંતર માત્ર એક જ મતનું છે અને તે કારણે જ ચૂંટણીમાં મત અતિ મૂલ્યવાન છે.
# ૨૦૦૮ની ચૂંટણીમાં રાજસ્થાનના પ્રદેશ કાઁગ્રેસ અધ્યક્ષ શ્રી સી. પી. જોશી વિધાનસભાની નાથદ્વારા બેઠકની ચૂંટણીમાં માત્ર ૧ મત ઓછો મળવાથી હારી ગયા હતા. મજાની વાત એ છે કે સી. પી. જોશી રાજસ્થાનમાં મુખ્યમંત્રીપદના દાવેદાર હતા. તેમની સામે ભાજપાના કલ્યાણસિંહે ૧ મત વધુ મેળવીને સી. એમ. પદના દાવેદારને પરાજિત કર્યા હતા.
 
# ૧૯૨૫માં માત્ર ૧ મત વધુ મળવાને કારણે સરદાર પટેલ અમદાવાદ મ્યુનિસિપાલિટીના અધ્યક્ષ બની શક્યા હતા.
હ ૧૯૫૧માં પ્રયાગ વિશ્ર્વ વિદ્યાલયમાં ઉપકુલપતિપદ માટેની ચૂંટણી થઈ, જેમાં પ્રાફેસર એ. સી. બેનરજી માત્ર ૧ મત વધુ મળવાથી ઉપકુલપતિ બની શક્યા.
 
# ૧૯૭૦માં અલ્હાબાદ મહાનગર-પાલિકાના પ્રમુખપદની ચૂંટણી થઈ, જેમાં માત્ર ૧ મત વધુ મળતાં શ્યામલાલ કક્કડ પ્રમુખ બની ગયા.

ગુજરાતની સ્થાનિક ચૂંટણીનાં થોડાંક ઉદાહરણો જોઈએ

 
હ ઓલપાડની સાયણ બેઠક પરથી ઊભા રહેલા કોંગ્રેસના ઉમેદવાર દર્શન નાયકને માત્ર ૧ મત વધુ મળતાં વિજયી બન્યા અને ૧ મત ઓછો મળતાં હરીફ ઉમેદવાર જે. ડી. પટેલનો પરાજય થયો.
હ જલાલપોરની તાલુકા પંચાયતની એક બેઠક પર ભાજપ્ના વિક્રમ મહેતા માત્ર ૧ મત વધુ મળવાથી વિજયી બન્યા અને કાઁગ્રેસના દેવાંગ નાયક ૧ મતે હારી ગયા.

થોડીક વિદેશની ઘટનાઓ જોઈએ

 
# અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીમાં થોમસ જેફરસનને માત્ર ૧ મત વધુ મળવાથી રાષ્ટ્રપ્રમુખ બની ગયા.
 
# ૧૯૬૦માં જ્હાન કેનેડીને પોતાના પ્રતિસ્પર્ધી નિક્સન કરતાં પ્રતિ પ્રિસિન્કર ૧ મત વધુ મળવાને કારણે કેનેડી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બની ગયા.
 
# ૧૯૪૮માં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ હેરી ટ્રૂમનને માત્ર ૧ જ વધુ મત મળવાને કારણે અમેરિકાનું પ્રમુખપદ મળી ગયું.
 
# ૧૯૬૮માં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ એન્ડ્રયૂ જ્હોન્સન પર ત્યાંની સંસદમાં અવિશ્ર્વાસની દરખાસ્ત આવી (ઈમ્પિચમેન્ટ - મહાઅભિયોગ), પરંતુ તેમના સમર્થનમાં ૧ મત વધુ પડવાથી જ્હોન્સન બચી ગયા.

૧ મતની કિંમત ‚રૂા. ૨,૦૦૦ કરોડ !

 
 ૧૯૯૮માં કેન્દ્રમાં ભારતીય જનતાપક્ષના અટલજીના નેતૃત્વવાળી એન.ડી.એ. સરકાર બની, પણ ૧૭ એપ્રિલ, ૧૯૯૯ના રોજ અટલ સરકાર સામે અવિશ્ર્વાસની દરખાસ્ત મુકાઈ. સંસદમાં મતદાન થયું અને માત્ર ૧ મત ઓછો મળવાને કારણે અટલજીની સરકાર પરાજિત થઈ. અટલજીને રાજીનામું આપવું પડ્યું. ઓક્ટોબર, ૯૯માં ફરીથી ચૂંટણી થઈ, પણ આ બિનજરૂરી ચૂંટણીનો દેશને માથે કેવડો મોટો બોજો પડ્યો તેની આપ્ને ખબર છે ? ‚રૂા. ૨,૦૦૦ કરોડ. આમ ૧ મતની કિંમત ‚રૂા. ૨,૦૦૦ કરોડ.
 
 

 

એક મત યુદ્ધ પણ કરાવી શકે છે

 
 ૧૮૪૬માં ૧ મતના કારણે યુદ્ધ સર્જાયું હતું. મેક્સિકોના લશ્કરે ટેક્સાસમાં ઘૂસણખોરી કરી કબજો જમાવ્યો. તે વખતના અમેરિકાના પ્રમુખ જેમ્સ પોક આ ગુસ્તાખી બદલ મેક્સિકોને પાઠ ભણાવવા માંગતા હતા. પરંતુ સંસદમાં કેટલાક સાંસદો યુદ્ધને બદલે વાટાઘાટો દ્વારા ઉકેલ લાવવા માંગતા હતા. લાંબી ચર્ચા પછી યુદ્ધ કરવું કે નહીં તે બાબતે સંસદમાં મતદાન થયું. જેમ્સ પોકના સમર્થનમાં માત્ર ૧ મત વધુ મળતાં મેક્સિકો સાથે યુદ્ધ કરવાનો નિર્ણય લેવાયો. આમ ૧ મતના કારણે લોહિયાળ યુદ્ધ પણ થયું.
 

એક મત ફાંસી પણ અપાવી શકે છે

 
ઈંગ્લેન્ડના રાજા ચાલ્સનું શાસન હતું. ચાલ્સ સ્વભાવે અત્યંત ક્રૂર અને આપખુદ હતો. તે સમયે ઇંગ્લેન્ડમાં અમીર-ઉપરાઓનું ભારે વર્ચસ્વ હતું. આથી રાજા ચાલ્સના આપખુદશાહીમાંથી મુક્ત થવા આ અમીર-ઉમરાઓએ ઇંગ્લેન્ડની ઉમરાવસભામાં બંડ પોકાર્યું. આખરે મતદાનનો નિર્ણય લેવાયો અને ૧ મત વધુ મળતાં ત્યાંની ઉમરાવસભાએ રાજાને ફાંસીએ ચડાવી દીધો. 

આજનો અણગમતો મત, આવતીકાલે મનગમતો મત

 
હ ૧૮ ઓક્ટોબર, ૧૮૬૭ની આ ઘટના છે. આ દિવસે સોવિયેત રશિયાએ અલાસ્કા નામનો પ્રાંત ૭૨ લાખ ડૉલરમાં અમેરિકાને વેચી દીધો. જોકે અમેરિકાની પ્રજા આ ઉજ્જડ જમીન આટલી મોટી કિંમતે લેવાની વિરુદ્ધમાં હતી, તેથી રાષ્ટ્રપ્રમુખની વિરુદ્ધમાં ત્યાંની સંસદમાં ખટલો ચાલ્યો. ચર્ચાના અંતે મતદાન કરાવી નિર્ણય લેવાનું નક્કી કરાયું. મતદાનમાં ૧ મત વધુ મળવાથી રાષ્ટ્રપ્રમુખ બચી ગયા અને તેમની સામેનો ખટલો બંધ થયો, પણ મજાની વાત હવે આવે છે. અમેરિકનોની અનિચ્છાએ ખરીદેલા આ ઉજ્જડ અલાસ્કામાં ૧૮૯૬માં સોનાની ખાણો નીકળતાં અમેરિકી પ્રજા રાજીના રેડ થઈ ગઈ. આમ અણગમતો ૧ મત ૩૦ વર્ષ પછી મનગમતો બની ગયો.