આળસ ભાગાડવી છે થોડી કસરતની સાથે આ ખોરાક ખાવાનું શરૂ કરી દો

    ૨૨-એપ્રિલ-૨૦૧૯


આળસ ભગાડી મૂડને તરત તરોતાજા કરતી ખાવાલાયક વસ્તુઓ
 

નારંગી

તેમાં રહેલું વિટામીન સી શરીરને તાજગીથી ભરી દે છે. રોજ એક નારંગી ખાવી જોઇએ
 

 

અનાનસ

હાડકા મજબૂત બનાવે છે અનાનસમાં વિટામિન સી પ્રચુર માત્રામાં હોય છે. તેનાથી શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે અને સાધારણ ઠંડી સામે પણ સુરક્ષા મળે છે.
 

 

લીંબુ

શરીર શુદ્ધી માટે રોજ એક લીંબું પીવો. તે તમને માદા નહી પડવા દે પેટ સફ થાય છે લીંબૂનુ સેવન કરવાથી સ્ફૂર્તિ આવે છે અને લોહી શુધ્ધ થાય છે

 

ટામેટા

મન અને મગજને ફ્રેસ રાખવાનો અનોખો ગુણ ટામેટામાં છે. ટામેટાં અનેક રીતે ગુણકારી છે. ટામેટાંમાં સ્વાદ ઉપરાંત પોષક તત્ત્વોનો ભંડાર છે. ટામેટાં બીટા-કેરોટીન અને વિટામિન્સથી સમૃદ્ધ છે.
 

 

આમળાં

આમળામાં નારંગી કરતા ૨૦ ટકા વધારે વિટામિની સી હોય છે. હંમેશા સ્વસ્થ રહેવા માટે રોજ એક આમળાનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે.
 

 

દહીં

દહીં આપણું આરોગ્ય વધારનાર ખુબ જ ગુણકારીતત્વ છે. તે શરીરનું સંતુલન જાળવી રાખે છે
 

 

મધ

મધનો સ્વાદ અને તેનો રંગ મનને તાજગીથી ભરી દે છે. મધથી શરીરને ઉર્જા પ્રાપ્ત થાય છે. મધ આરોગ્ય માટે અત્યંત ગુણકારી હોય છે. અમૃત સમાન મધ શરીરને સ્વસ્થ, સુંદર, ઉર્જાવાન અને નિરોગી બનાવી રાખે છે.
 

 

ડાર્ક ચોકલેટ

જોઇને મૂડ ફ્રેસ થઈ જાય છે, તેને ખાવાથી શરીરને તરત એનર્જી મળે છે.
 

 

સૂકો મેવો…

પૃથ્વી પરનું સૌથી ઉત્તમ ખાવા લાયક વસ્તું છે. કાજુ, બદામ, અંજીર, ખજૂર શરીર અને મગજ માટે સૌથી ગુણકારી મનાય છે