ચા વેચતા વેચતા નરેન્દ્ર મોદી શું શીખી ગયા? ખુદ નરેન્દ્ર મોદીએ જણાવ્યું…

    ૨૪-એપ્રિલ-૨૦૧૯

 
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું બોલિવૂડના સુપરસ્ટાર ખેલાડી અક્ષયકુમારે કરેલું એક ઇન્ટરવ્યુ સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થયું છે ચે હવે મીડિયામાં પણ તેની નોંધ લેવાઈ રહી છે. મહત્વની વાત એ છે કે લોકસભાની ચૂંટણીના માહોલમાં આ મુલાકાતમાં એક પણ રાજનીતિની વાત ન થઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અંગત વતો થઈ. અને ખૂબ ખૂલીને વડાપ્રધાને જવાબ આપ્યા. ૧ કલાક ૯ મિનિટના આ ઇન્ટરવ્યુંમાં નોન પોલિટિકલ વાતો થઈ. જે દરેક ભારતીયને ગમે તેવી છે…આ મુલાકાતમાં અક્ષય કુમારે અનેક મજેદાર અને હળવા પ્રશ્ન પૂછ્યા જેના જાવાબો પણ નરેન્દ્ર મોદીએ આપ્યા…
અક્ષયકુમારે કહ્યું કે તમે ચા વેચતા હતા અને હું એક વેઈટર હતો, આપણે આપણું જીવન જાતે આગળ વધાર્યુ….
 
આ વાત પર નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે જ્યારે હું ચા વેચાતો હતો ત્યારે તે કામમાંથી પણ મને ઘણું શીખવા મળ્યું છે. અનેક લોકોથી મળવાનું થતું. દરેકના સ્વભાવ જાણવા મળ્યા. ચા પીનાર તરફથી ધણીવાર કારણ વગર ગુસ્સો મળતો. આ બધું જીવનમાં કામ આવ્યું. પણ એક વસ્તું મજાની છે જે હું ચા વેચતા વેચતા શીખ્યો.
 
 
 
 
હું હીન્દીમાં વાત કરતો તો બધાને નવાઈ લાગતી. ભાપજના એક નેતા સિંકદરજી હત. તે મને હંમેશાં કહેતા કે અરે યાર મોદી તું આટલું સરસ હીન્દી કેવી રીતે બોલી લે છે? તું તો ગુજરાતી છે. આ તમારા મોરારજી આટલા વર્ષ સુધી અહીં રહ્યા પણ તેને હજી હીન્દી બોલતા નથી આવડતું. કારણ એ હતું કે હું જ્યારે ચા વેચતો ત્યારે મારા ગામમામ રલગાડીઓ તો ઓછી આવતી પણ માલગાડીઓ વધારે આવતી હતી. ત્યારે મુંબઈના તબેલાના માલિકો ભેંસોને મુંબઈ લઈ જતા અને પછી પાછી ગામમાં પણ મૂકી જતા. આ માલગાદીઓ દ્વારા આ બધું તે વખતે થતું. તો તે સમયે આ લોકો અમારા ગામમાં આવતા. અને બે-ત્રણ દિવસ રહેતા. હું તેમને ચા પીવડાવતો, તેઓ સાંજે પોતાની ભાષામાં ભજન-કીર્તન કરાતા. મને મજા આવતી અને હું પણ ત્યાં તેમની સાથે વસતો. તેમની સાથે વાતો કરતા કરતા મને હીન્દી બોલતા આવડી ગયું. તો એક પ્રકારે ચાએ મને હીન્દી શીખવી.