સ્મશાનમાં ભસ્મથી ધુળેટી રમવાની પરંપરા

    ૦૫-એપ્રિલ-૨૦૧૯


 
ધર્મનગરી કાશીની દરેક પરંપરા અનોખી છે. તેમાંની એક છે અહીંની હોળી દરમિયાન સ્મશાનની ચિતાની રાખથી હોળી રમવાની પરંપરા. રંગભરી એકાદશીના દિવસે ભગવતી ગૌરી (પાર્વતી)ને વિદાય આપ્યાને બીજા દિવસે મહાદેવના ભક્તો મણિકર્ણિકા ઘાટ પરના સ્મશાનમાં ચિતાની ભસ્મથી હોળી રમે છે. લગભગ ૩૫૦ વર્ષથી પરંપરા ચાલી રહી છે. પૌરાણિક માન્યતા મુજબ વસંતપંચમીથી બાબા વિશ્ર્વનાથના વૈવાહિક સમારોહની જે રૂઆત થાય છે હોળી સુધી ચાલી હતી. મહાશિવરાત્રિએ લગ્ન અને રંગભરી એકાદશીના દિવસે મા પાર્વતીની વિદાય થઈ હતી તે પછીના બીજા દિવસે બાબા વિશ્ર્વનાથે તેમના જાનૈયાઓ સાથે મહાસ્મશાન પર દિગંબર સ્વરૂપે ચિતાની ભસ્મથી હોળી રમી હતી.