આ મંદિરમાં માછલીનાં હાડકાંની પૂજા થાય છે

    ૦૫-એપ્રિલ-૨૦૧૯


 

સામાન્ય રીતે મંદિર એટલે કોઈ દેવી-દેવતા કે પછી કોઈ સાધુ-સંતનું મંદિર હોઈ શકે, પરંતુ કોઈ મૃત પ્રાણીનું મંદિર બને તો અચરજ જરૂર થાય. ગુજરાતમાં એક એવું મંદિર છે જ્યાં માછલીનાં હાડકાંની પૂજા થાય છે. ગુજરાતના વલસાડ જિલ્લાના મગોદ ડુંગરી ગામે આવેલ મંદિરમત્સ્યમાતા મંદિરતરીકે જાણીતુ છે. મંદિરનો ઇતિહાસ ૩૦૦ વર્ષ પુરાણો છે. લોકવાયકા મુજબ એક સ્થાનિક માછીમારને સ્વપ્ન આવ્યું કે દરિયાકિનારે એક વિશાળ માછલી દેવી સ્વરૂપે પહોંચી છે અને તે મૃત અવસ્થામાં છે. બીજા દિવસે માછીમાર સ્વપ્નમાં જોયેલી જગ્યાએ પહોંચ્યો. ત્યાં તેણે એક વિશાળ મૃત માછલીને જોઈ. વાતની ખબર પડતાં તમામ માછીમારોએ ભેગા મળી ગામમાં મંદિર બનાવી મૃતમાછલીનાં અસ્થિઓની સ્થાપના કરી. આજે પણ માછીમારો દરિયો ખેડતા પહેલાં મંદિરનાં દર્શન કરી મત્સ્યમાતાના આશીર્વાદ અચૂક લે છે.