ભારતની ઉપલબ્ધિઓથી દુનિયા હેરાન છે – સુષમા સ્વરાજ

    ૦૮-એપ્રિલ-૨૦૧૯

 
 
ભાજપે આજે ૨૦૧૯ની ચૂંટણી માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો હતો, જેમાં વિદેશમંત્રી સુષમા સ્વરાજે પોતાની વાત મૂકી હતી. તેમણે જણાવ્યું હતું કે કેટલાક લોકો પ્રશ્ન પૂછે છે કે વડાપ્રધાનની વિદેશયાત્રાઓથી શું મળ્યું? અભિનંદનની વાપશી હોઇ કે ઇસ્લામિક દેશો દ્વારા પાકિસ્તાનનો બહિસ્કાર હોય કે દુનિયાના દેશો તરફથી ભારતને મળેલો સાથ હોય, આ વડાપ્રધાનની વિદેશયાત્રાઓની જ ફળશ્રુતિ છે.
 
સુષમા સ્વરાજે જણાવ્યું કે ભાજપ જ એક માત્ર એવો પક્ષ છે જેણે સંકલ્પ પત્ર રજૂ કર્યું છે, અમે ઘોષણા નહી કામ કરવાના ઇરાદા સાથે સંકલ્પ પત્ર લઈને આવ્યા છીએ.
 
તેમણે કહ્યું કે ભારતના કામથી, વિકાસથી દુનિયા હેરાન છે. દેશમાં ૩૫ કરોડ નવા બેંક એકાઉન્ટ ખૂલ્યા એ જાણીને, દેશમાં દરરોજ ૧૩૪ કિલોમીટર રોડ બને છે તે જાણીને, દેશના ૧.૧૬ લાખ ગામોમાં ઓપ્ટીક ફાઈબર પથરાઇ ગયા છે એ જાણીને, દેશમાં પહેલા માત્ર બે મોબાઈલ કંપની હતી આજે ૧૨૭ છે તે જાણીને દુનિયાના દેશો હેરાન છે.
 
દેશના વડાપ્રધાનને પહેલી વાર ૫ સર્વોચ્ચ પદ્થી દુનિયામાં નવાજવામાં આવ્યા છે. સાઉદી અરબે તેના સર્વોચ્ચ સમ્માનથી વડાપ્રધાનને સમ્માનિત કર્યા છે. આ પહેલા ભારતનું પ્રભુત્વ દુનિયામાં આટલું ક્યારેય વધ્યું નથી.
 
નરેન્દ્ર મોદી દેશના લોકોની નાળ જાણે છે, રાહુલ ગાંધીને તેની સમજ નથી અને દેશના લોકોને જાણનારને જ આ દેશનો જનાદેશ મળશે