કિશ્તવાડમાં સંઘના સ્વયંસેવક પર આંતકવાદી હુમલો, ઘાયલ થયા પણ લડાઈ ચાલુ જ છે…

    ૦૯-એપ્રિલ-૨૦૧૯

 


જમ્મુ કાશ્મીરમાં સંઘના આ સ્વયંસેવક પર આંતકવાદીઓએ ત્રીજીવાર હુમલો કર્યો છે!

જમ્મુ કાશ્મીરનાં કિશ્તવાડમાં મંગળવારે એક આંતકવાદી હુમલામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંધના કાર્યકર્તા ચંદ્રકાંત શર્મા તથા તેમની સાથે રહેલ બે સુરક્ષા જવાન શહીદ થયા  છે. આંતકવાદીઓએ આ સુરક્ષા જવાન પાસેથી તેમના હથિયાર પણ છીનવી લીધા હતા. વર્તમાન કેન્દ્ર સરકાર દ્વારા આંતક પર જે રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેનાથી આંતકવાદીઓ હતાશ થયા છે અને હવે તેઓ રાષ્ટ્રીય વિચારધારા ધરાવતા કાર્યકર્તાઓને નિશાન બનાવી રહ્યા છે.
 
રા.સ્વ.સંધના જમ્મુ કાશ્મીર પ્રાંત સહ સેવા પ્રમુખ ચન્દ્રકાંત શર્મા (ઉમર ૫૦ વર્ષ) કિશ્તવાડ હોસ્પિટલમાં ચિકિત્સા સહાયકના પદ પર કાર્યરત છે. મંગળવારના રોજ આંતકવાદીઓ આ હોસ્પિટલમાં ઘૂસી આવ્યા અને ચંન્દ્રકાંતજી પર હુમલો કરી દીધો. આ હુમલામાં તેમના બે સુરક્ષા કર્મીઓ અને ચંદ્રકાંતજી શહીદ થયા છે. 
 
આ ઘટના બન્યા પછી જમ્મુમાં આ આંતકવાદીઓને પકડવા સર્ચ ઓપરેશન શરૂ કરી દેવાયું છે. રા.સ્વં.સંઘે આ હુમલાની નિંદા કરી છે અને ઝડપથી આ આંતકવાદીઓને પકડવાની માંગ કરી છે. જમ્મુ કાશ્મીરના પ્રાંત સંઘચાલક બ્રિગેડિયર સુચેત સિંહે જણાવ્યું છે કે આ સંદર્ભે ઝડપથી કાર્યવાહી થવી જોઇએ.
 

 
 
અત્રે ઉલ્લેખનીય છે કે કિશ્તવાડમાં આવો હુમલો પહેલીવાર થયો નથી. નવેમ્બર ૨૦૧૮માં ભાજપના નેતા અનિલ પરિહાર અને તેમના ભાઇની હત્યા આંતકવાદીઓએ ગોળી મારીને કરી હતી. આ હત્યારાઓ હજુ સુધી પકડાયા નથી. ગુપ્ત રીપોર્ટ પ્રમાણે એવું કહેવાયું હતું કે અનિલ પરિહારની સાથે ચંદ્રકાંત પર પણ આવો હુમલો થઈ શકે છે, માટે જ તેમને પણ સુરક્ષા આપવામાં આવી હતી. ચંન્દ્રકાંતજીએ અહીં ફેલાયેલા ઉગ્રવાદ દરમિયાન અલ્પસંખ્યકો માટે ખૂબ કામ કર્યુ હતું. ઉલ્લેખનીય વાત એ છે કે તેમના પર ત્રીજીવાર હુમલો થયો છે.
 
જણાવી દઈએ કે ચંન્દ્રકાંતજી અહીંના સંપૂર્ણ વિસ્તારમાં રાષ્ટ્રવાદના પ્રતિકરૂપે ઓળખાય છે. અહીં આંતકવાદ સામે સમાજનું મનોબળ ટકાવી રાખવામાં તેમની ખૂબ મહત્વની ભૂમિકા રહી છે. આ આંતકવાદી ઘટના દેશભક્ત જનતાની અવાજ દબાવી દેવાનો પ્રયાસ છે. પણ દેશભક્ત સમાજ આનાથી ડરવાનો નથી, તે પ્રશાસનની સાથે જ છે. પ્રશાસન દ્વારા ઝડપથી આંતકવાદીઓને પકડવામાં આવે કે જેથી દેશભક્ત જનતાનું મનોબળ ટકી રહે અને મજબૂત બને…