ફ્રાંસની આ શાળાએ ૧૫ ઘેંટાઓને એડમિશન આપી દીધુ! શિક્ષણનીતિ પર આ કટાક્ષ છે

    ૧૦-મે-૨૦૧૯

શિક્ષણનીતિ વિરુદ્ધ ફ્રાંસની એક શાળાનું પ્રતિકાત્મક પ્રદર્શન

 
સોશિયમ મીડિયા પર એક સમાચાર ખૂબ વાઈરલ થયા છે અને એ છે કે ફ્રાંસના આલ્પ્સ ગામમાં એક શાળાએ ૧૫ ઘેંટાઓને એડમિશન આપી દીધું છે. સમાચાર સાંભળી એવું લાગે કે આ માત્ર મજાક માટે કે મનોરંજન માટે કર્યું હશે પણ આ ઘટના પાછળની કહાની ઘણું બધુ કહી દે છે.
 
થયં છે એવું કે થોડા દિવસ પહેલા ફ્રાંસના એક નાનકડા ગામ આપ્લ્સમાં ઘેંટાઓની ગણતરી થઈ રહી હતી. આ ગણતરી તેમને વેચવા માટે કે ચરાવવા લઈ જવા માટે નહી પમને શાળામાં લઈ જવા માટે કરવામાં આવી રહી હતી. આટલું વાચીને પ્રશ્ન થાય કે ઘેંટાઓને શાળામાં શું કામ? પણ કામ નવાઈ પમાડે તેવું છે.
 
કામ એવું છે કે ફ્રાંસના આપ્લ્સગામની જૂલ્સ ફેરી પ્રાથમિક વિદ્યાલયમાં વિદ્યાર્થીઓની ખૂંટતી સંખ્યાને પૂરી કરવા અહીં ૧૫ જેટલા ઘેંટાઓને એડમિશન આપવામાં આવ્યું છે. શાળામાં ધોરણ ૧૧ સુધનો અભ્યાસ થાય છે. હવે આ શાળા ચાલુ રાખવી હોય તો અહીંની શિક્ષણનીતિના નિયમ મૂજબ શાળામાં નક્કી કરેલી સંખ્યા હોવી જોઇએ. જો શાળામાં આ નક્કી કરેલી વિદ્યાર્થીઓની સંખ્યા ન થાય તો શાળા બંધ કરી દેવામાં આવે છે. હવી શાળામાં નક્કી કરેલી વિદ્યાર્થીઓની સંખ્યા થતી નથી, માટે શાળાના સંચાલકોએ શાળામાં સંખ્યા કરવા એક ગજબનો આઈડિયા શોધી કાઢ્યો અને ૧૫ ઘેટાઓને એડમિશન આપી બંધ થતી શાળાને બચાવી દીધી છે…
 

શાળાના વિદ્યાર્થીઓએ પોતાના સહપાઠીઓનું કર્યુ સ્વાગત…

 
આ એક અહીંની શિક્ષણ વ્યવસ્થા પર કટાક્ષ છે. મહત્વની વાત એ છે કે આ ૧૫ ઘેટાઓને આવકારવા શાળાના અન્ય વિદ્યાર્થીઓએ તેમના માટે આવકાર સમારોહ પણ યોજ્યો હતો. આ સમારોહમાં શાળાના શિક્ષકો સહીત તેમને સપોર્ટ કરનારા શુભચિંતકો પણ હાજર રહ્યા હતા. મહત્વની વાત એ છે કે અહીંના સ્થાનિક મેયરે પણ શાળાના આ પ્રયાસને સમર્થન આપ્યું છે.
 

શિક્ષણમાં સંખ્યાને મહત્વ આપવું કેટલું યોગ્ય?

 
આ શાળામાં કૂલ ૨૬૧ વિદ્યાર્થીઓનું એડમિશન થયું હતું. આ ૧૫ ઘેંટાઓને એડમિશન આપી શાળાના વિદ્યાર્થીઓની સંખ્યા ૨૭૬ કરવામાં આવી હતી. અહીંના લોકોનું કહેવું છે કે શિક્ષણનીતિ સંખ્યાને મહત્વ આપે છે. જે યોગ્ય નથી. આ ઘટના તેના શિક્ષણનીતિ પર પ્રશ્નાર્થ મૂકે છે. શિક્ષણમાં સંખ્યાને મહત્વ ન આપવું જોઇએ. ઘેંટાનોના એડમિશનથી શાળાના વિદ્યાર્થીઓની સંખ્યા જોઇએ એટલી થઈ ગઈ છે. હવે શાળા બંધ નહીં થાય માટે અમે હવે ખુશ છીએ…
 

અન્ય જગ્યાએ પણ આવું થાય છે….

 
આવું દક્ષિણ કોરિયામાં પણ છે. ફરક માત્ર એટલો છે કે અહીં ઘેંટાઓને નહી પણ વડોલોને એડમિશન આપવામાં આવ્યું હતું. આજે પણ વિદ્યાર્થીઓની અછત સામે લડતી શાળાઓ અહી સ્થાનિક વૃદ્ધોને એડમિશન આપી શાળાનો કોટા પૂરો કરી લે છે. એક રીપોર્ટ પ્રમાણે અહીંના ગામડાઓમાં જન્મ દર ઘટી ગયો છે માટે અંતરીયાળ વિસ્તારોમાં, ગામોમાં શાળાઓને વિદ્યાર્થીઓ મળતા નથી માટે તેમણે આ ઉપાય શોધી કઢ્યો છે.