#DelhiVoteKar આ હૈસટૈગે ૧૦ કલાક ટ્વીટર પર ટ્રેંડમાં રહ્યું છતાં દિલ્લીવાળાઓએ ૬૦ ટકા જ મતદાન કર્યુ

    ૧૩-મે-૨૦૧૯

 
દેશની લોકસભાની ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં સાત રાજ્યોની ૫૯ બેઠક પર કુલ ૬૧.૯૭ ટકા મતદાન થયું. જેમાં સૌથી મતદાન પશ્ચિમ બંગાળમાં ૮૦.૧૬ ટકા થયું અને સૌથી ઓછુ મતદાન ઉત્તર પ્રદેશમાં ૫૪.૧૭ ટકા જેટલું થયું છે. આ બધાની વચ્ચે દિલ્લીનું મતદાન સોશિયમ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યું હતું. દેશની રાજધાની દિલ્લીમાં જ ખૂબ ઓછું કહી શકાય તેટલું ૬૦ ટકા જેટલું જ મતદાન થયું.
 
મહત્વની વાત એ છે કે દિલ્લીમાં મતદાતાઓને મતદાન કરવાની અપીક કરતું હૈંસટેગ #DelhiVoteKar ટીવટર પર ૧૦ કલાસ સુધી દેશભરમાં ટોપટેન ટ્રેન્ડમાં રહ્યું. આ હૈંસટેગ સાથે દિવસભરમાં ૩૪ હજાર કરતા વધારે ટ્વીટ થયા.
 
ઉલ્લેખનીય વાત એ છે કે સોશિયલ મીડિયાના આજમાનામાં આટલી બધી મતદાનની અપીલ થઈ હોવા છતા દિલ્લીમાં માત્ર ૬૦ ટકા જ મતદાન થયું. જે હવે ચર્ચાનો વિષય બન્યો છે.