IPL2019: સૌથી લાંબો છક્કો, સૌથી વધારે ડોટ બોલ, જીતનાર ટીમને કેટલા રૂપિયા મળ્યા આવી અનેક જાણકારી એક લેખમાં…

    ૧૩-મે-૨૦૧૯

 
 
IPL2019 હવે પૂરી થઈ. પહેલી એવી આઈપીએલની સીઝન રહી જેનું પરિણામ છેલ્લી મેચના છેલ્લા બોલે આવ્યું. એટલે કે ફાનલ મેચના છેલ્લા બોલે નક્કી થયું કે IPL2019 નો કપ કોના હાથમાં જશે. ઠીક છે છેલ્લે આ સીઝન મુંબઈ ઇન્ડિયન્સના નામે રહી. બન્ને ટીમે ફાઈનલ મેચમાં અનેક ભૂલો કરી અને તેમને ભૂલનું પરિણામ પણ ભોગવવું પડ્યું.
 
છેલ્લા દોઢ મહીનાથી દેશમાં આઈપીએલની ધૂમ હતી. દરરોજ સાંજે કરોડો દર્શકો આઈપીએલની મેચ જોતા. આ આઈપીએલને દર્શકોએ ખૂબ પ્રેમ આપ્યો. હવે જ્યારે આ સીઝન પૂરી થઈ છે ત્યારે તેની સાથે અનેક રેકોર્ડ પણ થયા છે. આ બધાની વચ્ચે મનમાં અનેક સવાલો પણ થયા હશે. આ આઈપીએલમાં સૌથી લાંબો છક્કો કોણે માર્યો? મેડન ઓવર કોણે નાખી, સૌથી વધારે ચોગ્ગા કોણે માર્યા?
 
તો આવો IPL 2019 ના અંતે આવા કેટલાક રોચક જવાબો જોઇએ…
 

 
 

કેટલાંક તથ્યો….

 
# આઈપીએલ ૨૦૧૯ની આ સીઝનમાં પહેલી ચાર ટીમને કેટલા રૂપિયા મળ્યા ખબર છે? તો ચોથા નંબરની ટીમને (હૈદરાબાદ) ૮.૫ કરોડ, ત્રીજા નંબર પર રહેલી ટીમ દિલ્લીને ૧૦.૫ કરોડ, બીજા નંબર પર રહેલી ટીમ ચેન્નઈને ૧૨.૫ કરોડ અને પહેલા નંબરે રહેલી ટીમ મુંબઈ ઇન્ડિયન્સને ૨૦ કરોડ રૂપિયા મળ્યા છે.
 
# આ સીઝનમાં સૌથી વધારે રન ફટકારનાર (૬૯૨ રન) ઓરેન્જ કેપ વિજેતા ડેવિડ વોર્નરને ૧૦ લાખ, સૌથી વધુ વિકેટ લેનાર ઇમરાન તાહિરને એટલે કે પર્પલ કેપ વિજેતાને ૧૦ લાખ, મોસ્ટ વેલ્યુએબલ ખેલાડી આંદ્રે રસેલેને ૧૦ લાખ અને ઇમર્જિંગ પ્લેયર શુભમન ગીલને ૧૦ લાખનો પુરસ્કાર આપવામાં આવ્યો છે
 
# આ સીઝનમાં સૌથી લાંબો છક્કો મહેન્દ્રસિંગ ધોનીએ માર્યો હતો જે ૧૧૧ મિટર લાંબો હતો.
 
# આ સીઝનમાં સૌથી વધારે ડોટ બોલ દીપક ચાહરે નાખ્યા જેમાં ૧૭ મેચમાં ૧૭૩ ડોટ બોલનો સમવેશ થાય છે.
 
# આ સીઝનમાં ૧૨ મેચમાં ૫૦ છક્કા એટલે કે સૌથી વધારે છક્કા આંદ્રે રસેલે ફટકાર્યા છે
 
# સ્ટાઈલીસ પ્લેયર ઓફ ધી સીઝનનો પુરસ્કાર કે એલ રાહુલને આપવામાં આવ્યો.
 
# પરફેક્ટ કેચ ઓફ ધી સીઝનનો પુરસ્કાર કેરોન પોલાર્ડને અપવામાં આવ્યો.
 
# આ સીઝનમાં શિખર ધવને સૌથી વધારે ચોગ્ગા ફટકાર્યા છે. તેણે ૧૬ મેચમાં ૬૪ ચોગ્ગા માર્યા હતા.
 
# આ સીઝનમાં સૌથી ફાસ્ટ બોલ કેસિગો રબાડાએ ફેક્યો હતો જેની સ્પીડ ૧૫૪.૨૩ કીમી હતી.
 
# આ સીઝનમાં વ્યક્તિગત એક ઇનિંગ્સમાં સૌથી વધારે સ્કોર જોની બેયરસ્ટોએ કયો , તેણે સૌથી વધારે ૧૧૪ રન નોંઘાવ્યા હતા.
 
# આઈપીએલમા મેડન ઓવર કોઈ નાખી શકે? હા! જોફ્રા આર્ચરે એક નહી પણ બે-બે મેડન ઓવર નાખી હતી આ સીઝનમાં…
 
# ૨૦૦૮થી શરૂ થયેલી આઈપીએલની અત્યાર સુધીમાં ૧૧ સીઝન થઈ છે જેમાં ૪ વખત મુંબઈ ઇન્ડિયન્સ, ૩ વખત ચેન્નઈ સુપર કિંગ અને એક-એક વખત ડેકન ચાર્જર્સ, રાજસ્થાન રોયલ, કોલકતા નાઈટ રાઈડર્સ, સનરાઈજર્સ હૈદરાબાદ વિજેતા બની છે.