VIDEO : મોદી પર સવાલ પૂછતા મણીશંકરને આવ્યો ગુસ્સો! પત્રકારને મુક્કો બતાવી અપશબ્દો કહ્યા

    ૧૫-મે-૨૦૧૯

 
કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણીશંકર અય્યરે ફરી એક વખત વિવાદ ઉભો કરી ચર્ચામાં રહેવાનો તક્તો ગોઠવી દીધો છે.. તેમણે રાઈઝિંગ કાશ્મીર નામના અખબારમાં એડિટપેજ પર એક આર્ટિકલ લખ્યો. જેનું શીર્ષક છે  ‘On cloud Nine of Nationalism’ . જેમાં તેમણે લખ્યું છે કે, "23 મેનાં રોજ દેશની જનતા તેમને બહારનો રસ્તો દેખાડી દેશે. મોદી ભારતના સૌથી વધુ ખોટું બોલનારા વડાપ્રધાન રહ્યાં છે. મને યાદ છે કે 7 ડિસેમ્બર, 2017નાં રોજ મેં શું કહ્યું હતું. શું હું ભવિષ્યવક્તા ન હતો?" આ વાક્ય આ તેમના લેખનું છેલ્લું વાક્ય છે. તેમના આ લેખ છપાયા પછી મીડિયામાં આ સંદર્ભે ફરી ચર્ચા શરૂ થઈ ગઈ છે.
 
7 ડિસેમ્બર, 2017નાં રોજ મણીશંકરે શું કહ્યું હતું? યાદ છે તેમનું પેલું નીચ વાળું વયાન? તેમણે કહ્યું હતું કે, 
 
“મને લાગે છે કે આ માણાસ ખૂબ નીચ કક્ષાનો છે, આમા કોઇ સભ્યતા નથી. આવા સમયે આવી ગંદી રાજનીતિ કરવાની શી જરૂર છે”
 
હવે લોકસભાની ચૂંટણીના છેલ્લા તબક્કાનું મતદાન બાકી છે ત્યારે ફરી એક લેખ લખી મણીશંકરે વડાપ્રધાનને ખરાબ શબ્દો કહ્યા છે…
 
આ વિવાદ પછી મણીશંકર આજે જ્યારે શિમલામાં હતા તો પત્રકારોએ તેમને વડાપ્રધાન મોદીને લઈને સવાલ પૂછ્યા હતા. જે વાતે અય્યર નારાજ થઈ ગયા હતા. તેઓએ પત્રકારને મુક્કો દેખાડતાં કહ્યું કે હું તને મારી દઈશ. અય્યરે મે 2017માં મોદીને નીચ વ્યક્તિ કહ્યાં હતા. 14 મેનાં રોજ અય્યરે ફરી કહ્યું કે હું મારા નીચ વ્યક્તિવાળા નિવેદન પર કાયમ છું. આ મુદ્દે ચર્ચા કરવાની મારી કોઈ જ ઈચ્છા નથી.
 
સાંભળો..... 
 
 
 
પત્રકારના સવાલ પર અય્યરે કહ્યું કે, "ભારતમાં એક જ વ્યક્તિ છે, તેના તીખા હુમલાઓ તમે નથી જોયા તેમને સવાલ કરો. તેઓ તમારી સાથે એટલે વાત નથી કરતા કેમકે તે ડરપોક છે." જે બાદ અય્યરે કહ્યું કે હવે તમે મને કોઈ સવાલ નહીં કરો. પત્રકારે અય્યરને નારાજ ન થવાનું કહ્યું. જતા જતા અય્યરે પત્રકારને અપશબ્દો પણ કહ્યાં.