હિન્દુત્વનું અપમાન કરનારી Amazon નો લોકો બહિષ્કાર કરી રહ્યા છે

    ૧૬-મે-૨૦૧૯

 
 

હિન્દુત્વનું અપમાન કરનાર amazon નો બહિષ્કાર થઈ રહ્યો છે

 
ટ્વીટર પર આજે બપોરે એક વાગે એક ટ્રેન્ડ શરૂ થયો છે અને તે માત્ર કલાકમાં ત્રીજા નંબરે પહોંચી ગયો છે. આ ટ્રેન્ડ છે #BoycottAmazon. આવું કેમ થયું? એવું તો શું કારણ છે કે ભારતના લોકો ઓનલાઈન વેચાણ કરતી કંપની અમેઝોનનો વિરોધ કરી રહ્યા છે. છેલ્લા એક કલાકમાં #BoycottAmazon હેસટૈગ સાથે ૫૨૪૦ કરતા વધારે ટ્વીટ થઈ ચૂકી છે.
 

 
 
કારણ હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચે તેવું છે. ભગવાન શિવથી લઈને ભગવાન ગણેશ સુધીના પોસ્ટર વાળી ટોઇલેટ શીટ કે પગ લૂછણીયા અમેઝોન ઓનલાઈન વેંચી રહ્યું છે. ૪૦થી લઈને ૫૭ ડોલર સુધીની કિંમતમાં અમેઝોન આ વસ્તુઓ વેંચી રહ્યું છે.
 

 
 
 
બસ આના કારણે જ ભારતના લોકો ગુસ્સ્માં આવી રહ્યા છે અને સ્ક્રીનશોટ સાથે ટ્વીટર પોસ્ટ લખી અમેઝોનનો વિરોધ કરી રહ્યા છે. ટીવટર પર સૌરભસિંગ લખે છે કે કેમ બધા આપણને જ ટાર્ગેટ કરે છે? તમે ક્યારેય આ વિશે વિચાર્યુ છે? કેમ કે આપણે હિન્દુઓ સોફ્ટ ટાર્ગેટ છીએ. પહેલા સર્ફએક્સલ અને હવે અમેઝોનને આવું કરવામાં સંકોચ થતો નથી.
 
 
 
 
એક યુઝર્સ કુમાર સાનુ ભગવાન શિવની આકૃતિ વાળા બૂટનો સ્કીનશોટ પોસ્ટ કરીને લખે છે કે આવું આ લોકો બીજા કોઇ ધર્મ સાથે નહી કરી શકે.
 
 
 
 
 
 
દર્શન ભટ્ટ ટ્વીટર પર લખે છે કે અમેઝોન કેમ આવું કરે છે? આવુ કરવાથી માત્ર હિન્દુઓનું જ નહી પણ લાખ્ખો ભારતીયોને પીડા થાય છે
 
 
 
દેબોજ્યોતિ રોય લખે છે કે આ વિક્રેતા પર પ્રતિબંધ લગાવો અને આ વસ્તુઓને તેની વેબસાઈટ પરથી હટાવો. હિન્દુત્વનું અપમાન કરવાનું બંધ કરો. નહિતર ભારત તમારો સંપૂર્ણ રીતે બહિષ્કાર કરશે…