પ્રંચડ હાર બાદ રાહુલ ગાંધીએ શું કહ્યુ? શું અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યુ?

    ૨૩-મે-૨૦૧૯

 
 

રાહુલ ગાંધી એ હાર સ્વીકારી, આપ્યા નરેન્દ્ર મોદીને અભિનંદન, સ્મૃતિ ઇરાનીને આપી સલાહ…

 
લોકસભાની ચૂંટણીના પરિણામ આવ્યા પછી કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ યોજી હતી અને જણાવ્યું હતું કે જીત બદલ નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવું છુ. આ બે વિચારધારા વચ્ચેની લડાઈ હતી. નરેન્દ્ર મોદીની વિચારધારાની જીત થઈ છે.
 
હાર પર તેમણે જણાવ્યું કે કોંગ્રેસની હાર કેમ થઈ તે વિશે હાલ હું કઈ કઈ શકુ નહી, અમે હારનું વિષ્લેશ્ણ કરીશું અને પછી તમને જણાવીશુ.
 
પોતાના કાર્યકતાઓને તેમણે જણાવ્યું કે આજે પણ કોંગ્રેસની વિચારધારામાં માનનારા લોકો આ દેશમાં છે. કોંગ્રેસના કાર્યકર્તાઓને નિરાશ થવાની જરૂર નથી. આપણે સાથે મળીને લડીશું અને આપણી વિચારધારાને જીત અપાવીશું.
 
અમેઠીની હાર સ્વીકારતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે અમેઠીની જનતાએ જે જનાદેશ આપ્યો તેનો આદર કરું છું. સ્મૃતિ ઇરાનીને જીત બદલ અભિનંદન પાઠવું છું, અમેઠીની જનતા પર તેમણે કહ્યું કે અહીં લોકો ખૂબ પ્યારા છે, સ્મૃતિ ઇરાની અમેઠીની જનતાને પ્યારથી રાખે અને તેમની અપેક્ષા પર ખરા ઉતરે.
 
તેમણે કહ્યું કે પ્યારથી વાત કરવી મારી ફિલોસોફી છે. કોઇ મારા વિષે કંઈ પણ બોલે પણ હું તેને પ્યારથી જ જવાબ આપીશ, પ્યારથી બધું શક્ય છે.
 
આ હારની હું જવાબદારી લવ છું…અત્રે મહત્વની વાત એ છે કે આ આજતકના બ્રેકિંગ ન્યુઝ પ્રમાણે રાહુલ ગાંધીએ આ પત્રકાર પરિષદ પછી સોનિયા ગાંધી સામે અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાની પેશકશ કરી છે.