લો હવે, જરૂર પડશે તો બાબા રામદેવ રામમંદિર માટે જન આંદોલન કરશે!!

    ૨૮-મે-૨૦૧૯

 
 
લોકોસભાની ચૂંટણી પછી હવે બાબા રામદેવ તેમના બયાનોના કારણે ચર્ચામાં છે. તેમણે નવી સરકાર સામે થોડી માંગો મૂકી દીધી છે. અને હેવે આજતકના એક ડિબેટ શોમાં ઘણું બધુ બોલી ગયા છે. જોકે તેમણે મોદી અને તેમની સરકારના વખાણ જ કર્યા છે.
 
આ ડિબેટમાં તેમને અનેક પ્રશ્ન પૂછવામાં આવ્યા. આ દરમિયાન રામદેવ બાબાએ જણાવ્યું કે અયોધ્યામાં હવે રામમંદિર બનવું જોઇએ અને રામ જેવા ચરિત્રવાળો આ દેશ પણ બનવો જોઇએ. શ્રીરામ માત્ર હિન્દુઓના જ નહી પણ મુસ્લિમ, જૈન, સિખ, બૌદ્ધ, ઇસાઈ બધાના પૂર્વજ છે. એટલે રામમંદિર અયોધ્યામાં નહીં બને તો શું મક્કા અથવા વેટિકનમાં બનશે?
 
આ ડિબેટમાં તેમણે જણાવ્યું કે નરેન્દ્ર મોદીની આ પ્રચંડ જીત પછી હવે રામનું કામ જરૂર થશે. ૨૩ મેને ભારતીય ઇતિહાસમાં “મોદી દિવસ” અથવા “લોક કલ્યાણ દિવસ”ના નામે ઓળખાવવો જોઇએ. મોદી ખેડૂતો, ગરીબો સૌની આશાઓ પર ખરા ઉતરશે. તેમના નેતૃત્વમાં દેશનું અહિત થસે એવું કોઇ સપનામાં પણ વિચારી ન શકે.
 
રામદેવે આગળ જણાવ્યું કે દેશનો વિકાસ કરવામાં આજે કોઇ સમર્થ વ્યક્તિ છે તો તે નરેન્દ્ર મોદી જ છે. મને તેમની નીતિ, નેતૃત્વ અને ચરિત્ર પર સંપૂર્ણ ભરોશો છે. રામમંદિર બનવું જ રહ્યું. જો કામ આગળ નહી વધે તો અમે આગળ આવીશું. જરૂર પડે તો રામમંદિર માટે જન આંદોલન પણ કરીશું