૨૯ મે…આજનો દિવસ…આજે વર્ષ ૧૯૬૮માં દારાસિંહે ભારતને કુશ્તીમાં ચેમ્પિયન બનાવ્યું હતુ

    ૨૯-મે-૨૦૧૯

 
 
ભારતની કુશ્તી માટે આજનો દિવસ ખૂબ ખાસ છે. વર્ષ ૧૯૬૮માં આજના દિવસે એટલે કે ૨૯ મેના રોજ રુસ્તમ-એ-હિંદ દિવંગત દારાસિંહએ કુશ્તીમાં વિશ્વ ચેમ્પિયનશીપમાં જીત મેળવી હતી. તેમણે અમેરિકાના પ્રખ્યાત પહેલવાન લૂ થેજને હરાવી આ ચેમ્પિયનશીપ જીતી હતી. દારાસિંહનું અસલી નામ દીદારસિંહ રંધાવા હતું. પહેલવાનીની આ રમતમાં તેમના જેવા ખેલાડી ખૂબ ઓછા જોવા મળે છે. તેમણે પોતાના કેરિયરમાં જે શિખર પ્રાપ્ત કર્યુ તે દેશના યુવાનો માટે અને કુશ્તીમાં સફળ થવા ઇચ્છતા યુવાનો માટે પ્રેરણાત્મક છે. તેઓ ફિલ્મમાં પણ સફળ રહ્યા. રામાયણમાં ભજવેલું હનુમાનજીનું પાત્ર આજે અમર છે. તેઓ ભારતીય કુશ્તીની પણ શાન હતા. છ વર્ષ પહેલા ૧૨ જુલાઈ ૨૦૧૨ના રોજ તેમનું અવશાન થયું હતું…