અમિત શાહ / કુશળ સંગઠક અને વિજયના વ્યૂહરચનાકાર

    ૩૦-મે-૨૦૧૯

 
 
ભાજપમાં એક ગરીબ પરિવારમાંથી આવેલ સામાન્ય ચાવાળો પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી બની શકે તેમ બુથનો એક સામાન્ય કાર્યકર્તા પાર્ટીનો શક્તિશાળી અને મજબૂત રાષ્ટ્રીય અધ્યક્ષ બની શકે છે. નારણપુરાની સંઘવી હાઈસ્કૂલમાં બુથના કાર્યકર્તાથી શ‚ કરીને રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિત અનિલચંદ્ર શાહની સંઘર્ષથી સફળતા સુધીની રાજકીય સફર રોમાંચક રહી છે. ૨.૪૭ કરોડ સદસ્યોથી ૧૧,૨૦,૫૫,૭૫૦ સદસ્યો સાથે ભાજપને વિશ્ર્વની એક નંબરની રાજકીય પાર્ટી બનાવનાર શ્રી અમિતભાઈએ પરિશ્રમની પરાકાષ્ટા દ્વારા પરીણામ લાવીને બતાવ્યું છે. ૨૦૧૪ની લોકસભામાં ઉત્તરપ્રદેશમાં ૮૦માંથી ૭૩ સીટ ભાજપ જીત્યું ત્યારે સમગ્ર દેશ ચોંકી ઉઠ્યો હતો. તે વખતે રાષ્ટ્રીય મહામંત્રી અને ઉત્તર પ્રદેશનાં પ્રભારી શ્રી અમિતભાઈ શાહ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘મેન ઓફ ધ મેચ’ કહીને નવાજ્યાં હતા. ૨૦૧૪માં ૩૧ ટકા મત અને ૨૮૨ બેઠકો સાથે ભાજપે કેન્દ્રમાં સરકાર બનાવી અને તેના પછી જે જે રાજયોમાં ચૂંટણી આવી અને ભાજપની સરકારો ન હતી ત્યાં ત્યાં ભાજપની સરકારો આવવા લાગી. હરિયાણા, અ‚ણાચલ, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ, ઝારખંડ, મહારાષ્ટ્ર, આસામ, મણીપુર, જમ્મુ કાશ્મીર જેવાં રાજ્યોમાં ભાજપ સત્તાસ્થાને આવ્યો તેમાં શ્રી નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ અને શ્રી અમિતભાઈ શાહની વ્યૂહરચના સફળ થઈ અને લોકસભા ૨૦૧૯માં બધા જ રેકર્ડ તોડીને દેશની જનતાએ ભાજપને ૩૦૩ બેઠકો સાથે બીજીવાર શ્રી નરેન્દ્રભાઈ મોદીને પ્રધાનમંત્રી બનાવવા માટે મતદાન કર્યું.
 
ઇતિહાસના અભ્યાસુએ ભાજપના સતત વિજયનો ઇતિહાસ રચવામાં પરિશ્રમની પરાકાષ્ટા સર્જવામાં સહેજ પણ પાછી પાની કરી નથી. ચાણક્યની રાજનીતિ અને વીર સાવરકરના વૈચારિક સંઘર્ષની અમીટ છાંટ અમિત શાહના જીવનને પ્રભાવિત કરી છે.
 

 
 
બુથમાં "પોસ્ટર લગાવતો સામાન્ય કાર્યકર્તા પોતાની આગવી સૂઝબુઝ, પરિશ્રમથી ચૂંટણીઓમાં પરિણામો માટેનો પોસ્ટર બોય બની ગયા. બોયકેમિસ્ટ્રીનો અભ્યાસ કરીને એ.બી.વી.પી., યુવા મોરચા દ્વારા ભાજપમાં જોડાઈને Public Worker વચ્ચેની કેમિસ્ટ્રીને જોડીને શ્રી અમિત શાહ ભાજપના ‘વિજય’ની રાહ બની ગયા.
 
સહકારી, ક્રિકેટ, રાજકારણ સહિત ૨૯ જેટલી ચૂંટણીઓ લડ્યા અને તમામ ચૂંટણીઓ જીતીને એક અજેય વિજેતા તરીકેની છબી ઊભી કરી. ચૂંટણી લડતાં પહેલાં સંગઠનને વ્યાપક અને મજબૂત બનાવવું. ચૂંટણી જીતવાના પરિબળોને સાધવાં, કાર્યકર્તાઓના મનમાં જીતની માનસિક અવસ્થા ઊભી કરવી અને પરિશ્રમી વ્યવસ્થાને ગોઠવવી. વિપક્ષ કે વિરોધીઓને પડકાર આપવો. સંગઠનાત્મક અને પ્રચારાત્મક પાસાંઓને સમયબદ્ધ આયોજન સહિત ગોઠવવાં. આયોજનમાં વૈજ્ઞાનિક અને આધુનિક પદ્ધતિઓ લાવવી. ફીડબેક સીસ્ટમને આધારે વિસ્તાર પ્રમાણે મુદ્દાઓને ધ્યાનમાં લઈને યોગ્ય વ્યક્તિઓને જવાબદારી આપવી અને સતત ફોલોઅપ કરવું. આ તેમના વિજયનો મંત્ર રહ્યો છે.
 

સંઘર્ષના સમયમાં સફળતા

 
૨૦૦૫માં ગેંગસ્ટર સોહરાબુદ્દીનના કેસમાં કોંગ્રેસના ષડયંત્ર દ્વારા, સી.બી.આઈ.દ્વારા ૩ મહિના જેલમાં રહ્યા પછી છૂટીને દિલ્હીના રાજકારણમાં સક્રિય થયા પછી તે સમય દરમ્યાન દિલ્હીના રાજકારણની આંટીઘૂંટી સમજીને ૨૦૧૪માં યુ.પી.માં ૭૩ સીટ લાવીને મેન ઓફ ધ મેચ બનીને દિલ્હીમાં ભાજપ કેન્દ્ર સરકાર બનાવવા મહત્ત્વનું યોગદાન આપ્યું. એક પછી એક રાજ્યોમાંથી કોંગ્રેસનો સફાયો થતો ગયો.
 

સેનાપતિના પરિશ્રમનું સરવૈયું

 
શ્રી અમિતભાઈએ ૧,૫૬,૫૩૧ કિ.મી.ના પ્રવાસ સાથે કુલ ૩૧૨ લોકસભા પર જનસભા, ૪૧ રોડ શો/જનસભા, ૨-૩ લોકસભા સંયુક્ત એવાં ૬૧ કલસ્ટર સંમેલનો જેમાં શક્તિકેન્દ્ર, બુથ પ્રમુખોને સંબોધીને જીતનો પાનો અને લોકસંપર્ક, લોકસેવાનાં કામો સોંપીને હું દોડું છું, તમે પણ દોડો તેનો સંદેશો કાર્યકર્તાઓને આપી દીધો. પ્રિન્ટ મીડિયાને ૨૪, ઇલેક્ટ્રોનિક મીડિયાને ૧૯ ઇન્ટરવ્યું આપીને શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ, ભાજપના એજન્ડા સાથે વિરોધીઓને જડબાતોડ જવાબ આપ્યો. ધરતી પરની મહેનતની સાથે સોશિયલ મીડિયાની ધરતી પર પણ ૧૩૬૬ ટ્વિટ અને ફેસબુક ૬૯૦ પોસ્ટ કરી. રાષ્ટ્રીય નેતાઓ અને મુખ્યમંત્રીશ્રીઓ દ્વારા ૨૦૦૦થી વધુ જનસભાઓ કરવામાં આવી.
 

સંગઠનને વિવિધ કાર્યક્રમો દ્વારા વિજયવ્રતી સૈન્ય બનાવ્યું

 
૬ મહિનાથી ૧ વર્ષ સુધી સમયદાન આપનાર સંઘપદ્ધતિથી કાર્ય કરનાર ૨૫૬૬ વિસ્તારકો, ૪૪૨ લોકસભા વિસ્તારક સાથે ૧૦ સહ વિસ્તારકોએ કેન્દ્રની ગાઇડલાઇન મુજબ કાર્યકર્તાઓ અને પ્રજા વચ્ચેના કાર્યક્રમો સફળ બને તે રીતે કામ કરતા રહ્યા. દરેક પ્રદેશની લોકસભા ચૂંટણી સંચાલન સમિતિ ૧૪થી ૨૧ બનાવીને વિવિધ ૧૮ પ્રકારની સમિતિ સાથે ૭૦૦૦ અનુભવી નેતાઓએ ૬ મહિના અગાઉથી કામ કરવું શરૂ કર્યું હતું.
 
સંગઠનમાં કરોડો કાર્યકર્તાઓને પ્રજા પાસે જવાના વિવિધ કાર્યક્રમો અને અભિયાનો સમયબદ્ધ આયોજન સાથે આપવામાં આવ્યાં. જ્યાં સુધી પોતાના ઘર પર ઝંડો ન લાગે ત્યાં સુધી કાર્યકર્તા બીજાના ઘરે સંપર્ક કે પ્રચાર કરવા કઈ રીતે જઈ શકે ? મેરા પરિવાર ભાજપા પરિવાર અભિયાન હેઠળ રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઈ શાહે ૧૨ ફેબ્રુઆરીના રોજ પોતાના ઘરે જ ભાજપાનો ઝંડો અને ફિર, એકબાર મોદી સરકારનું સ્ટીકર લગાવીને શ‚આત કરી. દેશભરમાં ૧ કરોડ ૯૪ લાખ ઝંડા અને સ્ટીકર લગાવવામાં આવ્યાં. ૨૬ ફેબ્રુ.ના રોજ કમળ જ્યોતિ સંકલ્પ દ્વારા કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના કરોડો લાભાર્થીઓનો સંપર્ક માટે નાના-મોટા ૬.૮૬ લાખ દીપજ્યોતિ કાર્યક્રમ કર્યા. ૧૫૪ સ્થાન પર પ્રબુદ્ધ નાગરિક સંમેલન, ૧૮૧ યુવા સંમેલનો કરવામાં આવ્યાં છે.
 
સમગ્ર દેશમાં ૨ માર્ચના દિવસે દરેક વિધાનસભામાં ‘કમલ સંદેશ બાઈક રેલી’ કરીને કુલ ૪૦૪૧ બાઈક રેલી સાથે ૨૨.૨૭ બાઈક સાથે ૨૮.૭૪ લાખ કાર્યકર્તા ૧૫૦ કિ.મી.નો પ્રવાસ કરીને ભાજપમય વાતાવરણ બનાવ્યું.
 

 
 

બુથની મતપેટી - EVM એ વિજયની જનની છે

 
બુથ જીતીએ - લોકસભા જીતીએના સૂત્ર સાથે માઈક્રો મેનેજમેન્ટ દ્વારા મતદાર યાદીના દરેક પેઈજના પ્રમુખ બનાવવામાં આવ્યા. મેરા બુથ સબ સે મજબૂત કાર્યક્રમ અંતર્ગત પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૧૧૫ લોકસભાના કાર્યકર્તાઓ સાથે સંવાદ કરવામાં આવ્યો. એક વર્ષમાં ૧૦ વાર બુથમાં જઈને સંપર્ક-સેવાના કાર્યક્રમો આપવામાં આવ્યા. ગુજરાતમાં તો ૫૦,૦૦૦ બુથમાં કાર્યકર્તાઓએ ૭ દિવસ વિસ્તારક તરીકે બુથમાં જઈને ઘર ઘર સંપર્ક કરવાનું કામ કર્યુ  હતું.
 

૧૪ પ્રકારનાં પ્રચાર અભિયાન

 
કોંગ્રેસના નેગેટિવ અભિયાન સામે મેં ભી ચોકીદાર હું નું પોઝિટિવ પ્રચાર અભિયાન શ‚ કર્યું. એર સ્ટ્રાઈક વખતે મોદી હૈ તો મુમકિન હૈ, એકવાર ફીર મોદી સરકાર થી શ‚ કરીને મોદી સરકાર ક્યોં ?, કર ચૂકા ફૈંસલા, દેશભક્ત, રફતાર, કર્મ હી મેરા ધર્મ અને આયેગા તો મોદી હી એમ તબક્કાવાર ૧૪ પ્રકારનાં પ્રચાર અભિયાન ચલાવવામાં આવ્યાં અને તેમાં દેશના કરોડો લોકોને જોડ્યા.
 

સોશિયલ મીડિયાના ગ્રાઉન્ડ પર પણ અગ્રેસર

 
  • દેશમાં ૧૬૧ કોલ સેન્ટરો દ્વારા ૧૫,૬૮૨ લોકોએ ૨૪.૮૧ કરોડ લાભાર્થીઓનો સંપર્ક કર્યો હતો. 
  • ૯.૩૮ કરોડ જખજ મોકલ્યા.
  • ૧૦.૨૫ કરોડ લોકોનો ઓબીડી માધ્યમથી સંપર્ક કરવામાં આવ્યો અને વિવિધ પ્રકારના કાર્યક્રમો અને પ્રચાર અભિયાનના નામ સાથે ટેગલાઈન દ્વારા જોડવામા આવ્યા.
 

સાથી પક્ષો સાચવ્યા અને વિરોધીઓને પડકાર્યા, ગઢ સાચવ્યો અને નવા કિલ્લા સર કર્યા

 
શ્રી અમિતભાઈએ ભાજપના ગઢ એવાં રાજ્યોને સાચવવા સાથે જે રાજ્યોમાં ભાજપની સ્થિતિ નબળી હતી તેના પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી શાસનમાં ભાજપની રેલીઓને મંજૂરી ન આપવી, ભાજપના નેતાઓને હેલિકોપ્ટર ઉતારવા પરવાનગી ન આપવી, ભાજપના કાર્યકર્તાઓની હત્યા....વગેરે કાવાદાવા છતાં શ્રી અમિતભાઈએ પોતે ત્યાં પ્રવાસો કરી, રેલીઓ કરી ભાજપ સંગઠનને તૃણમૂલના ગુંડા જેવા કાર્યકર્તાઓ સામે લડવા મનોબળ વધાર્યું. ગત વર્ષે પંચાયતની ચૂંટણીઓમાં વિપક્ષના ઉમેદવારોને ફોર્મ જ ન ભરવા દેવા સામે હાઈકોર્ટે વોટ્સએપ પર ફોર્મ ભરવાની છૂટ આપી. આવી સ્થિતિમાં પણ પંચાયતની ચૂંટણીમાં ભાજપ બીજા ક્રમે આવ્યો. ઓડિશા વિધાનસભામાં ભાજપ બીજા ક્રમનો અને એ રીતે સૌથી મોટો વિપક્ષ બની ગયો. તેલંગાણામાં ભાજપને ચાર બેઠકો મળી.
 
બીજી તરફ, ગુજરાત, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ જેવાં રાજ્યોમાં શ્રી અમિતભાઈએ પક્ષને જોમ પૂરું પાડ્યું. ઉત્તરપ્રદેશમાં સપા-બસપાના ગઠબંધનની રણનીતિને ખાળવા નિષાદ પાર્ટીની સાથે ગઠબંધન કર્યું અને એન.ડી.એ.માંથી નીકળવા તૈયાર અપના દળને પણ સાચવી રાખ્યા. ઉત્તરપ્રદેશ, ઓડિશા અને ઉત્તરાખંડમાં દલિત પરિવારોને ઘરે ભોંય પર બેસીને ભોજન લેવાની તેમની રણનીતિએ દલિતોના મસીહા કહેવાતાં માયાવતી-અખિલેશને ભોંય ભેગા કર્યાં. મહારાષ્ટ્રમાં દાયકાઓ જૂના સાથી પક્ષ શિવસેનાની સતત પાંચ વર્ષની ટીકા છતાં શિવસેના સામે નમતું જોખી તેને ગઠબંધનમાં જાળવી રાખવી. બિહારમાં પણ ૨૦ બેઠકો જીતી હોવા છતાં ગઠબંધન ધર્મ માટે જનતા દળ (યુ) માટે પાંચ બેઠકો જતી કરી. કર્ણાટકમાં પણ તેમની પારખુ નજરે માત્ર ૨૮ વર્ષના તેજસ્વી સૂર્યાને ટિકિટ આપી જેનું પરિણામ એ આવ્યું કે તેજસ્વીએ કોંગ્રેસના દિગ્ગજ બી.કે. હરિપ્રસાદને હરાવ્યા તો કર્ણાટકમાં ગત લોકસભામાં વિપક્ષ નેતાશ્રી ખડગેની પણ હાર થઈ. આના કારણે ગુજરાતમાં ૨૬માંથી ૨૬, રાજસ્થાનમાં ૨૫માંથી ૨૫, હરિયાણામાં ૧૦માંથી ૧૦, મધ્યપ્રદેશમાં ૨૯માંથી ૨૮, દિલ્હીમાં સાતેય સાત, ઝારખંડમાં ૧૧, મહારાષ્ટ્રમાં ૪૧ બેઠકો જીતી ગઢ સાચવ્યો અને પ.બંગાળમાં ૧૮, તેલંગાણામાં ૪, ઓડિશામાં ૮, કર્ણાટકમાં ૨૫, આસામમાં ૧૯, અ‚ણાચલ પ્રદેશમાં બે બેઠકો જીતી નવા કિલ્લા પણ સર કર્યા. આ સાથે શ્રી રાહુલ ગાંધી, શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયા વગેરે કોંગ્રેસના નેતાઓના પુત્રો, વંશવાદ અને પરીવારવાદ તથા રાજાઓના વંશજો અને નવ પૂર્વ મુખ્યમંત્રીશ્રીઓના પ્રતીકો પણ આ ચૂંટણીમાં શ્રી અમિત શાહની વ્યૂહરચનામાં ઘર ભેગા થયા.
 

 
 

ભારત કે મન કી બાત - સંકલ્પપત્રનાં સૂચન લેવાનું ઐતિહાસિક અભિયાન

 
સામાન્ય રીતે રાજકીય પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો ઓફિસમાં બેસીને બનતો હોય છે ભાજપે ભારત કે મન કી બાત કાર્યક્રમ અંતર્ગત સતત એક મહિના સુધી સમગ્ર દેશમાં ૨૮૪ કઊઉ રથમાં કીઓસ્કર દ્વારા વિડીયો અને ઓડિયો સજેશન દ્વારા ‚બ‚માં સૂચનો લેવાનો વ્યાપક પ્રયાસ કર્યો. વિશ્ર્વના ઈતિહાસમાં આ પ્રકારનો વ્યાપક, લોકોના મનની વાત જાણવા અને ભાજપના સંકલ્પ પત્ર માટે સૂચનો લેવાનો ઐતિહાસિક કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. ૭૯૫૦ સૂચનપેટી મૂકવામાં આવી. ભાજપના રાષ્ટ્રીયથી માંડીને પ્રદેશ અને ધારાસભ્ય સહિત કાર્યકર્તાઓ લાખો સ્થાન પર અલગ અલગ વર્ગ અને ક્ષેત્રના લોકોને મળીને સંકલ્પપત્ર માટેનાં ૨.૩૮ લાખ સૂચનો મેળવ્યાં. લોકમનને જાણવું, લોકજાગૃતિ લાવવી અને લોક સમર્થન દ્વારા લોકમત સુધી પહોંચવા માટેનો આ કાર્યક્રમ ઐતિહાસિક રહ્યો.
 

ગુજરાતને ગૌરવ છે કે ગુજરાતની શ્રી મોદી અને શ્રી શાહની જોડી દેશનું નેતૃત્વ કરે છે

 
ગુજરાત એ ગત ચૂંટણીની જેમ આ ચૂંટણીમાં પણ એન્જિન સમાન રહ્યું. અમિત શાહના ગાંધીનગર લોકસભા લડવાને કારણે ગુજરાતના કાર્યકર્તાઓની સક્રિયતા અને સતર્કતા વધી ગઈ. તેના કારણે ૨૬એ ૨૬ બેઠક ઉપરાંત શ્રી અમિતભાઈ શાહને પાંચ લાખથી વધુ સરસાઈથી જીતાડી રાષ્ટ્રીય રાજકારણ સાથે કદમતાલ મેળવ્યાં. ગુજરાતની જનતાના આશિર્વાદ અને જનમતથી ગુજરાતમાં બંને બેટ્સમેનોએ સતત બીજીવાર ટ્રીપલ સેન્ચુરી ફટકારી દીધી. ગુજરાતની જનતા જાણે છે અને તેને ગર્વ છે કે જેમ સ્વરાજયના આંદોલનમાં મહાત્મા ગાંધીજી અને શ્રી સરદાર પટેલની જોડીએ સફળતા અપાવી હતી તેમ સુરાજયના આ મહાઅભિયાનમાં શ્રી નરેન્દ્ર મોદી અને શ્રી અમિત શાહની જોડી પણ ભારતને વિશ્ર્વગુરુના સ્થાન પર લઈ જવા કોઈ કસર નહીં છોડે તેવો વિશ્ર્વાસ છે. ગુજરાત ને ગૌરવ છે કે ગુજરાત દેશનું નેતૃત્વ કરી રહ્યો છે.
 
- ભરત પંડ્યા
( લેખક ગુજરાત ભાજપના પ્રવક્તા છે )