અમેરિકામાં બરફ પડે છે અને ગુજરાતનો મીઠાં ઉદ્યોગ વધી જાય છે!

    ૦૪-મે-૨૦૧૯



 

અમેરિકા અને યુરોપમાં હાલ હીમવર્ષાની ઋતુ ચાલે છે. અહીં ખૂબ બરફ પડી રહ્યો છે. અહીંના લોકો આનાથી ખૂબ મુશ્કેલજનક સ્થિતિમાં દિવસો પસાર કરી રહ્યા છે. પણ બીજી બાજુ યુરોપની આ હીમવર્ષાથી ગુજરાતના મીઠાંના વેપારીઓ ખુસખૂસાલ છે. એટલા માટે કે આ બરફની વર્ષા ગુજરાતના આ વેપારીઓ માટે આવક ઉભી કરી આપે છે.

બરફ પડવાથી યુરોપના દેશો એકદમ બંધ થઈ જાય છે. રસ્તા પર બરફ છવાઈ જાય છે. કામકાજ બંધ થઈ જાય છે. બરફવર્ષા બંધ થાય એટલે વરસેલા અને જ્યાં ત્યાં જામેલા બરફને દૂર કરવાની કામગીરી શરૂ થાય છે. આ બરફને હટાવવા માટે યુરોપના આ દેશો મીઠાંનો ઉપયોગ કરે છે. એ લોકો મીઠાને સોડિયમ ક્લોરાઈડ કહે છે. આપણી ભાષામાં કહીએ તો મીઠું. આ મીઠું તેઓ બરફને કાપવા અથવા ઓગાળવા કામે લે છે. આથી આ દેશોને મીઠાંની ખૂબ જરૂર પડી રહી છે. તમને જણાવી દઈએ કે અમેરિકા ૯૦ ટકા મીઠું ભારત પાસેથી ખરીદે છે. ગુજરાતમાં પકવાતું મીઠું ચીનના માર્ગે થઈ યુરોપ,અમેરિકા અને રશિયા પહોંચે છે. ચીન પણ ભારત પાસેથી મીઠું ખરીદે છે.

ગુજરાતના વેપારીઓ ૭ થી ૮ લાખ ટન મીઠાની નિકાસ કરે છે.

એક અંદાજ પ્રમાણે દર મહિને ગુજરાતના વેપારીઓ ૭ થી ૮ લાખ ટન મીઠાની નિકાસ કરે છે. અહીંના વેપારીઓનું કહેવું છે કે યુરોપના દેશોમાં બરફ પડે એટલે મીઠાની માંગ વધી જાય છે. આજે અનેક ઓર્ડર અમારી પાસે પેન્ડિંગ છે…

ચીનના મીઠાની ગુણવત્તા ખરાબ છે માટે ગુજરાત પાસેથી ખરીદાય છે મીઠું

અમેરિક પહેલા બરફ હટાવવા ચીન પાસેથી મીઠું ખરીદતું હતું. પણ અમેરિકાને ચીનના મીઠાની ગુણવત્તા સારી ન લાગતા તેણે ચીન પાસેથી મીઠું ખરીદવાનું બંધ કરી દીધુ અને ભારત પાસેથી મીઠું ખરીદવા લાગ્યું. આ પાછળનું કારણ ભારતાનું ગુણવત્તાયુક્ત મીઠું તો છે જ પણ સાથે સાથે ચીન અને અમેરિકા વચ્ચેનો ટ્રેડવોર પણ જવાબદાર છે. કદાચ આ કારણે પણ અમેરિકા ચીન પાસેથી ઓછું મીઠું ખરીદી રહ્યું છે.