IPLની T20 ટૂર્નામેન્ટની જેમ સૌરાષ્ટ્રમાં શરૂ થશે SPL, જોવા માટેની ટિકિટ ફ્રી છે

    ૦૪-મે-૨૦૧૯

 
સૌરાષ્ટ્રના યુવા અને પ્રતિભાશાળી ક્રિકેટરોને મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડવા માટે આઇપીએલની જેમ સૌરાષ્ટ્ર ક્રિકેટ લીગ ટી-20 ટૂર્નામેન્ટનું આયોજન સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. દ્વારા કરવામાં આવ્યું છે. મહત્વની વાત એ છે કે IPLની જેમ જ આ SPLમાં T20 ફોર્મેટ રહેશે. SPLમાં કચ્છ, હાલાર, ગોહિલવાડ, ઝાલાવાડ અને સોરઠ એમ પાંચ ટીમ રમશે. આ ટૂર્નામેન્ટની ટેગ લાઇન છે. ‘અબ બારી હૈ ગેમ દીખાને કી’.
 
સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગનો પ્રારંભ 14 મેથી થશે અને પાંચ ટીમ વચ્ચે 11 મુકાબલા થશે. ફાઇનલ મેચ 22મીએ રમાશે. તમામ મેચ એસસીએના અદ્યતન ખંઢેરી સ્ટેડિયમ પર રમાશે. 11માંથી 9 મેચ નાઇટમાં રમાશે. એસપીએલના તમામ મેચનું જીવંત પ્રસારણ સ્ટાર સ્પોર્ટસ-1 ચેનલ અને હોટસ્ટાર પર થશે. એસપીએલનું ઉદઘાટન 14મીએ થશે. જે માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂણાણીને આમંત્રણ અપાયું છે.
 

 
એસપીએલ વિશે માહિતી આપવા આજે એક પત્રકાર પરિષદ યોજાઇ હતી. જેમાં એસસીએ પૂર્વ મંત્રી નિરંજન શાહે જણાવ્યું હતું કે તામિલનાડુ , કર્ણાટક અને મુંબઇ લીગની સફળતાને ધ્યાને રાખીને અમે સૌરાષ્ટ્ર ક્રિકેટ લીગ શરૂ કરી રહયા છીએ. જેથી સૌરાષ્ટ્રના યુવા અને પ્રતિભાશાળી ખેલાડીઓને સારું પ્લેટફોર્મ મળી રહે.

આ રહી ભાગ લેનારી પાંચ ટીમ અને તેના માલિકો…

 
- કચ્છ વોરિયર્સ- શેખર અયાચી (નીલકંઠ TMT)
- હાલાર હીરોઝ: પૂર્વ ક્રિકેટર અજય જાડેજા
- ઝાલાવાડ રોયલ્સ: જી સિંઘ
- સોરઠ લાયન્સ: નરેશ જૈન
- ગોહિલવાડ ગ્લેડિયટર્સ: દિપક નાકરાણી
મહત્વની વાત એ છે કે આ ટુર્નામેન્ટનું પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ અને હોટસ્ટાર પર લાઈવ થશે. આ સાથે જ જેને પણ લાઈવ મેચ જોવી હોય તેમના માટે એન્ટ્રી ફ્રી છે પણ તેઓએ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે.
 

પ્રેક્ષકોને ફ્રી એન્ટ્રી

 
એસપીએલના તમામ 11 મેચ જામનગર રોડ પરના ખંઢેરી સ્ટેડિયમ પર રમાશે. સાંજે રમાનાર તમામ 9 મેચ 7-30 વાગ્યાથી શરૂ થશે. તમામ મેચમાં પ્રેક્ષકોને ફ્રી એન્ટ્રી મળશે. આઈપીએલની જેમ મેદાન પર ચિયર લિડર્સ અને ડીજે હશે. આથી ગેમ સાથે ગ્લેમર હશે. તમામ મેચમાં પ્રેક્ષકોને ફ્રી એન્ટ્રી મળશે.
 

સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગનો કાર્યક્રમ

 
તા. 14 મે હાલર હિરોઝ વિ. કચ્છ વોરિયર્સ
તા. 1પ મે સોરઠ લાયન્સ વિ.ઝાલાવાડ રોયલ્સ
તા. 16 મે હાલાર હિરોઝ વિ. ગોહિલવાડ ગ્લેડિયટર્સ
તા. 17 મે ગોહિલવાડ ગ્લેડિયેટર્સ વિ. ઝાલાવાડ રોયલ્સ
તા. 18 મે હાલાર હિરોઝ વિ. ઝાલાવાડ રોયલ્સ,
તા. 19 મે ગોહિલવાડ ગ્લેડિયેટર્સ વિ. કચ્છ વોરિયર્સ
તા. 20 મે ગોહિલવાડ ગ્લેડિયેટર્સ વિ. સોરઠ લાયન્સ
તા. 21 મે ઝાલાવાડ રોયલ્સ વિ. કચ્છ વોરિયર્સ
તા. 22 મે ફાઇનલ મેચ
તા. 18 અને 19મીના મેચ બપોરે 3-30 વાગ્યાથી રમાશે. બાકીના સાંજે 7-30થી રમાશે.
'
'