વલસાડમાં રહેતા આ વાઈરલ સેલ્સમેન તો તમને યાદ છે ને? પોલીસે તેની ધરપકડ કરી છે

    ૦૧-જૂન-૨૦૧૯

 
 
થોડા દિવસ પહેલા એક વીડિઓ ખૂબ વાઈરલ થયો. આ વીડિઓમાં ટ્રેઇનમાં અવધેશ દૂબે નામનો એક સેલ્સમેન પોતાની કટાક્ષભરી પંચલાઈનથી લોકો ખુશ કરીને પોતાના રમકડાં વેચે છે. આ વીડિઓ એક રેલયાત્રી ઉતારે છે અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દે છે. વીડિઓમાં અવધેશ દૂબે જે છટાથી પંચલાઈનનો વરસાદ કરે છે તે લોકોને ખૂબ ગમે છે. ટૂંક સમયમાં જ આ સેલ્સમેનનો વીડિયો વાઈરલ થઈ જાય છે. અવધેશ દૂબે થોડા સમયમાં જ પ્રસિદ્ધ થઈ જાય છે.
 
તે વલસાડમાં રહે છે અને વલસાડથી સૂરત વચ્ચે રેલવેમાં આ રીતે રમકડાં વેચી પોતાનું ગુજરાન ચલાવે છે. પણ તેનો આ વીડિયો વાઈરલ થયા પછી તે સેલીબ્રિટી બની ગયો છે. તે રેલવે સ્ટેશને રમકડાં વેચવા પહોંચે છે તો લોકો અને યુવાનો તેને ઘેરી લે છે. તેની સાથે વાત કરે છે. તેની પંચલાઈન સાંભળે છે, તેની સાથે સેલ્ફી લે છે. અવધેશને લાગે છે કે તેનું સ્ટારડમ અચાનક આવી ગયું છે. પણ આ પ્રસિધ્ધિ તેના માટે નુકશાન કારક પણ સાબિત થઈ શકે છે તેવું તેણે નહી વિચાર્યું હોય….
 
પહેલા આ વીડિયો સાંભલી લો......
 
 
 
 
જી હા, આ પ્રસિધ્ધિ મેળવ્યા પછી બીજા દિવસે જ્યારે તે રેલેવે સ્ટેશને પહોંચયો તો સૂરતના રેલવે સ્ટેશને રેલવે પ્રોટેક્શન ફોર્સે તેને પકડી દીધો. તેની ધરપકડ કરી. તમે વિચારશો કે આવું કેમ કર્યુ પોલીસે? તે નેતાઓ વિશે વિડીઓમાં ગમે તે બોલતો હતો એટલે તેની ધરપકડ થઈ? શું આવું બોલવાથી પોલીસ તમને પકડી શકે….? તમે આવું વિચારતા હો તો તે ખોટું છે. ગમે તે બોલવા બદલ તેની ધરપકડ થઈ નથી.
 
હકીકત એ છે કે રેલવે સ્ટેશને કે રેલવેમાં વેચાણ કરવા માટે રેલવે દ્વારા લાઈસન્સ આપવામાં આવે છે. જેને વેન્ડર લાઈસન્સ કહેવામાં આવે છે. હવે અવધેશ પાસે આ લાઈસન્સ નથી. માટે રેલવેના નિયમો તોડવા બદલ તેની ધરપકડ થઈ છે. તેને ૧૦ દિવસ ન્યાયિક હિરાસતમાં રાખવામાં આવ્યો અને ત્રણ હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
 
મહત્વની વાત એ છે કે એક અંદાજ પ્રમાણે જેટલા લોકો આ રીતે રેલેવેમાં પોતાનો છૂટક સામાન વેચે છે તેમાથી મોટા ભાગના લોકો પાસે આ પ્રકારનું કોઇ લાઈસન્સ નથી. છતાં અવધેશની ધરપકડ થઈ. કેમ કે તે આ વીડિઓ દ્વારા લોકોની નજરમાં આવી ગયો. તેની કલાથી તે પ્રસિધ્ધ થયો અને તેનું નુકશાન હવે તે સહન કરી રહ્યો છે. લોકોએ વીડિઓ જોઇ આ સેલ્સમેનના ખૂબ વખાણ કર્યા પણ આ જ વીડિયોના કારણે તેનો ધંધો બંધ થઈ ગયો છે.