સંઘ સ્વયંસેવકે માઉન્ટ એવરેસ્ટ પર તિરંગા સાથે લહેરાવ્યો ભગવો

    ૧૦-જૂન-૨૦૧૯

 
 
ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં રહેતા વિપિન ચૌધરી નામના રા. સ્વ. સંઘના સ્વયંસેવકે ૨૨ મે, ૨૦૧૯ના રોજ વિશ્ર્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ પર ભારતના રાષ્ટ્રધ્વજ તિરંગા સાથે રા. સ્વ. સંઘનો ભગવો ધ્વજ લહેરાવી ઇતિહાસ સર્જ્યો હતો. તેમણે ૮૮૪૮ મીટરની ઊંચાઈ પર ભગવો ધ્વજ લહેરાવી ધ્વજ પ્રણામ કર્યાં હતાં. વિપિન ચૌધરી ૧૦ વર્ષથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક છે. તેઓ મુરાદાબાદ શહેરમાં રા. સ્વ. સંઘના મહાનગર સહકાર્યવાહ છે.
બિપિને ગયા એપ્રિલ મહીનાના પહેલા અઠવાડિયે નેપાળના માર્ગેથી પોતાની આ યાત્રા શરૂ કરી હતી. લગભગ બે મહિનાની અણથક મહેનત પછી બિપિને આ સફળતા મળી છે. ગયા ગુરૂવાત જ્યારે તે મુરાદાબાદ પહોંચ્યો તો અહીંના લોકોએ તેનું સ્વાગત કર્યું હતું.