તો આ કારણે શિખર ધવન હવે ૨૧ દિવસ ક્રિકેટ નહી રમી શકે!!

    ૧૧-જૂન-૨૦૧૯

 
 
ઓસ્ટ્રેલિયા સામેની જીત પછી ઇંગ્લેન્ડથી ભારતીય ક્રિકેટપ્રેમીઓ માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. આ સમાચાર એ છે કે ભારતીય ટીમનો ઓપનર શિખર ધવન ઇજાના કારણે વર્લ્ડકપમાંથી ૩ અઠવાડિયા માટે બહાર થઈ ગયો છે. એટલે એનો મતલબ એવો થાય છે કે શિખર હવે આ જૂન મહિનામાં એક પણ મેચ નહી રમી શકે.
 
શિખર ધવનને અંગૂઠામાં ફ્રેક્ચર થયું છે. ઓસ્ટ્રેલિયા સામેની મેચ રમ્યા બાદ તેને અંગૂઠામાં થોડો દુઃખાવો થયો અને તપાસ કરતા ખબર પડી કે અંગૂઠામાં નાનકડું ફ્રેક્ચર છે. આ વાતના સમાચાર આવતા ભારતમાં ક્રિકેટપ્રેમીઓ થોડા દુઃખી થયા હતા પણ ત્યારે ખબર એવી હતી કે ૧૨ જૂને રમાવનારી ન્યૂજીલેન્ડ સામેની મેચમાં તે ફીટ થઈ જશે. પણ એવું થયું નથી. હવે આ વર્લ્ડ કપમાં તે ન્યૂજીલેન્ડ, પાકિસ્તાન, વેસ્ટઈન્ડીજ, બાંગ્લાદેશ, અફગાનિસ્તાન અને ઇંગ્લેન્ડ સામેની મેચ નહી રમી શકે.
 

તો કોણ કરશે ઓપનીંગ…?

 
આગામી ૧૩ જૂને ભારત ન્યૂજીલેન્ડ વચ્ચે મેચ રમાવાની છે. આવામાં પ્રશ્ન એ થાય કે આ મેચમાં ભારત માટે રોહિત શર્મા સાથે કોણ ઓપનીંગ કરવા મેદાને ઉતરશે. હાલ તો કેએલ રાહુલનું નામ ચર્ચાઈ રહ્યું છે પણ મીડિયામાં આવેલા એનેક રીપોર્ટ એ પણ કહે છે કે હવે શિખરના સ્થાને શ્રેયસ અય્યર કે ઋષભ પંતને ટીમમાં જગ્યા મળી શકે છે…